fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.0૯-૦૭-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- વ્યય ભુવન માં ચંદ્ર મીન રાશિ માં રહેતા ધાર્મિક પ્રસંગો માટે મુસાફરી, શૈક્ષણિક કાર્ય પાછળ ખર્ચ કરાવનાર બને આરોગ્ય બાબત ધ્યાન પૂર્વક ચાલશો તો સ્વાસ્થ્ય સારું રહેશે સપ્તાહ ના મધ્ય ભાગ માં સારું રહે.
બહેનો :- બિન હૈતુક મુસાફરી કે કાર્ય માં જોડાવું નહી. ખર્ચ ઉપર અંકુશ રાખવું.

વૃષભ :- લાભ સ્થાન માં ચંદ્ર આપણે ગુરૂજનો-સ્નેહીજનો કે અન્ય વડીલ વર્ગ થી ખૂબ સારો લાભ પ્રાપ્ત કરાવશે, સંતાનો ના દરેક કાર્ય આસાની થી પૂર્ણ થાઈ- નવા- જૂના મિત્રો ને મળવાનો અલૌકિક આનંદ ઉઠાવી શકશો.
બહેનો :- ઘણા સમય થી જેની રાહ જોતાં હો એવી વ્યક્તિ ની મુલાકાત થાઈ.

મિથુન :- દસમા સ્થાન માં ચંદ્ર આપણે વ્યાપાર વૃદ્ધિ માં અને પ્રગતિ માં ચોક્કસ મદદરૂપ થશે, ધંધા ની પ્રગતિ માટે આપને નવી તક હાથમાં આવવાની શક્યતાઓ વધે નોકરિયાત વર્ગ માટે સારા સમાચારો મળતા ખુશી વધે.
બહેનો :- ગૃહિણી માટે તમામ સુખો માં વધારો થાય, પિતૃપક્ષ થી સારું રહે.

કર્ક :- ભાગ્ય જીવન નો ચંદ્ર આપને સામાજિક કે ધાર્મિક સંસ્થાઑ સાથેનું જોડાણ મજબૂત બનાવવા મા સફળતા આપે, દૂરદેશ થી અટવાયેલા કાર્ય બહુજ જલ્દી પૂરા થતાં ચિંતાઓ હળવી બને સપ્તાહના મધ્યમાં આર્થિક લાભ રહે.
બહેનો :- ભાગ્ય ની દેવી કૃપા વરસાવતી હોય એવો અનુભવ થાય.

સિંહ :- આત્મા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ રહેતા પરિવાર માં- કુટુંબ માં કે વ્યાપાર માં તમારા જ્ઞાન નો ઉપયોગ કરી તમાંમ પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં સફળ થઈ શકો. સપ્તાહ ના મધ્ય માં ધંધા-નોકરી-વેપાર માં સારું પરિણામ મળે.
બહેનો :- દરેક કાર્ય માં શાંતિ અને ધીરજ થી કામ લેવું જરૂરી બને.

કન્યા :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ યુવાનો માટે અને અપરિણીતો માટે સારું પાત્ર અને સારા વિચારો લાવનાર બને સપ્તાહ ના મધ્ય માં તમારે દરેક કાર્ય માં વિચારી ને ચાલવું પડશે- વાણી દ્વારા તમારું કાર્ય પૂર્ણ થાય.
બહેનો :- દાંપત્ય જીવન માં સમજણ શક્તિ અને પ્રેમ માં વધારો થાય.

તુલા :- સાતમા સ્થાને સપ્તાહના મધ્ય આવી રહેલ ચંદ્ર આપની દરેક ઈચ્છાઓ માં પ્રાણ ફૂકનાર હોય પરંતુ હાલ માં છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ રહેતા દરેક બાબતમાં કાળજી લેશો ખાસ હિત શત્રુઓથી સાવધાની રાખવી જરૂરી બનશે.
બહેનો :- આરોગ્ય ની જૂની તકલીફ માં થી મુક્તિ મળતા રાહત રહે.

વૃશ્ચિક :- પચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ નવા-નવા મિત્રો નો પરિચય વધારનાર અને શિક્ષણ ક્ષેત્ર સાથેના સબંધો વધુ ને વધુ મજબૂત બનાવનાર બને સપ્તાહ ના મધ્ય ભાગ માં ચંદ્ર છઠે આવતા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો. મોસાળ થી લાભ.
બહેનો :- સખી-સહેલી સંતાનો કે વડીલજનો થી તમારું કાર્ય પૂરું થાય.

ધન :- ચોથા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ગુરુ ની રાશિ માં રહેતા ઘર-પરિવાર અને ધંધા માં સારી વ્યવસ્થાનું નિર્માણ થઈ, ઉધ્યોગ ધંધા ના ક્ષેત્ર માં તમારી દરેક ઈચ્છાઓ પૂરી થાય. સ્થાવર મીલ્કત ના અટકાયેલા કર્યો આગળ વધારી શકો.
બહેનો :- ઘરની અંદર નવી ખરીદી-સુખ-સગવડ વધારી શકો.

મકર :- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સાહસ-પરાક્રમ અને ધર્મ ક્ષેત્ર અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનું બળ આપે, પરિવાર માં ભાઈ-ભાંડુ તરફથી પૂર્ણ સાથ-સહકાર મળે સપ્તાહના મધ્યમાં આર્થિક ક્ષેત્ર માં નોધપત્ર પ્રગતિ થાય.
બહેનો :- ધર્મ કાર્ય કે અધૂરી માનતા ઓ પૂર્ણ કરી શકો.

કુંભ :- બીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ વાણી માં વિનય-નમ્રતા અને વિવેક દ્વારા તમારા ધાર્યા કર્ય પૂરા કરાવી શકશો. પરિવારીક જીવન માં તમારા વખાણ થાય સપ્તાહ ના મધ્યમાં ઉત્તમ કાર્ય કરવા માં સફળ થશો.
બહેનો :- હરવા-ફરવા નો કે નાના-મોટા પિકનિક નો લાભ મળે.

મીન :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ મનને શાંતિ આપનાર બને પરંતુ વિચારો માં થોડી અસમંજસ આપનાર હોય, નિર્ણયો લેવામાં તમારા સાથીદારનો સહારો લેવો પડે, સપ્તાહ ના મધ્ય માં આવક જળવાય રહેતા સારું.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય પાત્ર ની પસંદગી શક્ય બને.

વાસ્તુ:- કોઈપણ કામ અટકતું હોય તો શનિવારે પાણીમાં કળા તલ નાખી પીપળે રેડવું અને જે મુશ્કેલી હોય એ પીપળાને કહેવી એનાથી કાર્ય શીઘ્ર પૂર્ણ થશે.

Follow Me:

Related Posts