કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૫ જુલાઈ થી ૩૧ જુલાઈ સુધી.
મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સપ્તાહમાં ત્રણ રાશિમાં ભ્રમણ કરતા ઉદ્યોગ ધંધામાં સારો લાભ આપનાર, લોખંડ ખનીજ કોન્ટ્રાકટર જેવા ધંધામાં નવી તેજી આપનાર, બુધનું ચોથા સ્થાને આગમન સુખ, સમૃદ્ધ વધારનાર બને.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે ખુબ સારા સમાચાર, ગૃહિણી માટે ઉત્તમ સમય.
વૃષભ :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર ભાગ્ય કર્મ લાભ સ્થાનમાં આપને ભાગ્યોદયની તક આપે, ધંધામાં ધંધામાં નવા સમીકરણો ઉમેરાય, સપ્તાહના અંતમાં ફસાયેલા કે રોકાયેલા નાણા પરત આવી શકે, બુધ ત્રીજે કુળદેવીના કાર્ય થાય.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવાનો અવસર મળે.
મિથુન :- આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખશો તો ધંધામાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો. વાહન ચલાવવામાં એકાગ્રતા અને શાંતિ રાખવી, સામાજિક કાર્ય, ધંધાકીય કાર્ય થાય, બુધ ત્રીજે જતા પરિવારથી સારું રહે.
બહેનો :- વાણી અને વાહન ચલાવવામાં કાળજી લેવી.
કર્ક :- સાતમાં સ્થાને, આઠમા સ્થાને અને ભાગ્ય કર્મ સ્થાનમાં સપ્તાહમાં ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવનમાં સુખ આપે, નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, ધર્મ કાર્યનું આયોજન, ધંધાકીય ક્ષેત્રે થોડું મધ્યમ રહે, બુધ આપની રાશિમાં હોવાથી મહત્વના નિર્ણયો લેવાય.
બહેનો :- પતિ પત્નીના સંબધો અને ભાગીદારીમાં સારું રહે.
સિંહ :- છઠા સ્થાનમાં ચંદ્ર શત્રુઓ ઉપર વિજય અપાવે, જુના રોગો માંથી મુક્ત કરનાર બને, સપ્તાહના સાતમાં અને આઠમા ભાવમાં ભ્રમણ સંસારના દરેક પ્રશ્નનો ઉકેલ શાંતિથી કરવો, બુધ વ્યય સ્થાને નાણાકીય જાવક વધે.
બહેનો :- શારીરિક પીડામાંથી મુક્ત થવાનો માર્ગ મળે.
કન્યા :- પાંચમાં સ્થાનમાં સાંજ સુધી ચંદ્ર સંતાનોના શિક્ષણ અને આગામી કાર્યમાં વ્યસ્ત રખાવે પછી છઠા સાતમાં સ્થાનમાં આવતા હિત શત્રુઓથી સાવધાની રાખવી, બુધ લાભ સ્થાને અચાનક ધન પ્રાપ્તિ કરાવી શકે.
બહેનો :- સખી સહેલી સ્નેહીજનોને મળવાનો આનંદ મળી રહે.
તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલ્કત, ભૌતિક સુખ, અને વહન સંબંધિત કાર્ય, ખેતીવાડી, જમીનના કાર્ય થાય, સપ્તાહના મધ્ય ભાગમાં સંતાનો માટે સમય આપવો પડે, બુધ કર્મ સ્થાને આવટા ઉદ્યોગ, ધંધામાં સારું રહે.
બહેનો :- માતાપિતા કે મોસાળ પક્ષમાં જવાનું થાય, ખુશી મળે.
વૃશ્ચિક :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપના સાહસ અને પરાક્રમને વેગ આપે, સપ્તાહના મધ્યમાં જમીન મકાનના કાર્ય અને શિક્ષણ ક્ષેત્ર સાથેના સંબંધો મજબુત બને. બુધ લાભ સ્થાને ખુબ જ સારો ભાગ્યોદય આપનાર બને.
બહેનો :- ભાઈ ભાંડુ થી સારું, નાવા કાર્યનો પ્રારંભ થાય.
ધન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવારજનો સાથે નાના મોટા પ્રવાસ, પર્યટન અને હરવા ફરવાનો આનંદ લઇ શકો, આવક વધારવાની ઈચ્છા પૂર્ણ થાય, બુધ આઠમા સ્થાને વારસાઈ સંપતિના કાર્ય પુરા થઇ શકે.
બહેનો :- પરિવારમાં માન સન્માન કીર્તિ વધારી શકો.
મકર :- આપની રાશિમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ વિચારો અને મનને સ્થિર રાખનાર, વિચારોની ગતી ધીમી રહે, સપ્તાહના મધ્યમાં પરિવાર સાથે રહેવાનું બને, પરદેશથી શુભ સંદેશ મળે, બુધ સાતમે દામ્પત્ય, ભાગીદારીમાં મહત્વના નિર્ણય લેવડાવે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે થોડી રાહ જોવી પડે, ગૃહિણીઓને સારું.
કુંભ :- વ્યય ભુવનમાં ચંદ્ર હજુ આપની નાણાકીય ખર્ચની ચિંતાઓ વધારનાર, પ્રવાસ મુસાફરી આપનાર, પછી આપની રાશીમાં આવતા રાહત અને સપ્તાહના મધ્યમાં ધનલાભ આપે, બુધ છઠે કોર્ટ કચેરીના કાર્યમાં જોડાવું પડે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરવામાં ખુબ ધ્યાન રાખવું.
મીન :- લાભ સ્થાનમાં ચંદ્ર અનેક પ્રકારના લાભ મિત્ર વર્તુળ અને ખાસ જુના સ્નેહીજનો ને મળવાનો આનંદ મળે, પછી વ્યવસાયમાં ચંદ્ર નાની મોટી મુસાફરી કરાવે, બુધ પાંચમે સંતાનોનાં શિક્ષણ માટે દોડવું પડે.
બહેનો :- સખી સહેલીઓ માટે સમય આપવો પડે, શિક્ષણ થી લાભ રહે.
વાસ્તુ :- મંગળ દોષ વાળા જાતકોએ અંગારકી સંકષ્ટ ચતુર્થીનાં દિવસે ગણપતિ મંદિરે પૂજા ચડાવવી અને ગણેશ સ્ત્રોત્રનાં પાઠ કરવા. અંગારક સ્ત્રોત્રનાં પાઠ કરવા.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments