fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૯ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર સુધી

મેષ :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપે, ખાસ કરીને ખનીજ, લોખંડ, હાર્ડવેરનાં ધંધામાં સારો લાભ, બુજુર્ગ વ્યક્તિથી પણ સારું રહે, બુધનું સાતમાં સ્થાને આગમન ભાગીદારીનાં કામ ઝડપથી પુરા થાય.
બહેનો :- સંતાનોના શિક્ષણથી સારી ઓળખાણ વધે, લાભ રહે.

વૃષભ :- દશમાં કર્મ ભુવનમાં ચંદ્રનં ભ્રમણ રાજકીય ક્ષેત્ર સાથે હોય તો થોડું સંભાળવું પડે, નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સારા સંબંધો રાખવા, બુધ છઠા સ્થાને કોર્ટ કચેરીના કાર્ય પુરા કરાવે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગો પાત જવાનું થાય, ગૃહઉદ્યોગમાં સારી આવક વધે.

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દુર દેશથી ભાગ્યોદયની તક ઉભી કરનાર, ધાર્મિક કાર્યક્રમો, દેવાલયના કાર્ય, સામાજિક સેવાના કાર્યની તક મળે, બુધનું પાંચમા સ્થાને આગમન સંતાનો માટે ઉત્તમ રહે.
બહેનો :- દેવદર્શન, તીર્થયાત્રા કે પરદેશ જવાની કામગીરી પૂરી થાય.

કર્ક :- આઠમા સ્થાને ચંદ્ર શનિ મહારાજની રાશિમાં રહેતા વાણી વિલાસ કરવામાં ખુબ જ સાવધાની રાખવી, પાણી વાળી જગ્યાએ શરીરનું પુરતું ધ્યાન રાખવું, બુધ ચોથા સ્થાને ભૌતિક સુખ સગવડ વધારે.
બહેનો :- વાહન ચલાવવામાં કાળજી લેવી, વિવાદથી દુર રહેવું.

સિંહ :- સાતમાં સ્થાનમાં ચંદ્ર દામ્પત્ય જીવનમાં ખુબ જ સારા નિર્ણયો અને શાંત ચિત આપનાર બને, ભાગીદારીમાં રાખવી, ભાગીદારી માટેના નિર્ણયો થોડી વિટંબણાઓ ઉભી કરાવે, બુધનું ત્રીજા સ્થાને ભ્રમણ દેવી કાર્ય પુરા કરી શકો, પરદેશથી લાભ.
બહેનો :- મન ઈચ્છિત ફળ અને મનોકામનાઓ પૂરી કરી શકો.

કન્યા :- છઠા સ્થાનમાં ચંદ્ર આપની જૂની બીમારીઓ કે આરોગ્ય પ્રત્યેની બેદરકારી આપને શારીરીક તકલીફ ન આપે, એટલે સાવધાની લઇ કામ કરવું, બુધ રાશિનો સ્વામી બીજે જતા કુટુંબ પરિવાર, આવકનું સારું રહે.
બહેનો :- શારીરીક પીડાઓની ચિંતામાંથી મુક્ત થવાથી આનંદ વધે.

તુલા:- પાંચમાં સ્થાનમાં ચંદ્ર આનંદ પ્રમોદ, વધારનાર, સાથે જુના મિત્રોને મળવાનો અને સંસ્મરણોને વાગોળવાનો આનંદ મળે, સંતાનોથી સારું રહે, બુધનું આપની રાશિમાં આગમન શુભ નિર્ણયો લેવામાં મદદ કરે.
બહેનો :- સખિ સહેલીને મળવાનું થાય, બુધ બારમે સારા કાર્યમાં ખર્ચ વધે.

વૃશ્ચિક :- ચોથા સ્થાનમાં ચંદ્ર ભૌતિક સુખ સગવડો વધારનાર, જૂની વસ્તુની લે વેચ, મકાન, જમીન, સ્થાવર મિલ્કતથી ધન લાભ આપનાર, નોકરિયાત વર્ગને બદલી બઢતી થાય, બુધ બારમે સારા કાર્યમાં ખર્ચ કરાવે.
બહેનો :- અનેક પ્રકારના સુખો મેળવવાની કામના પૂરી થાય.

ધન :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર ભાઈ ભાંડું દૂરે રહેતા સ્વજનોના કાર્યમાં વ્યસ્ત રહેવાનું અને એમના વતી દરેક કામ પુરા કરવાની જવાબદારીઓ વધે, સાહસ વૃતિ વધે, બુધ લાભ સ્થાને જુના રોકાયેલા નાણા પરત લાવી શકે.
બહેનો :- ભાઈ ભાંડુંઓનો દરેક કાર્યમાં સહયોગ મળે.

મકર :- બીજા સ્થાનમાં ચંદ્ર આપને પરિવાર સાથે નાંનાં મોટા પ્રવાસ પર્યટન કે હરવા ફરવાનો આનંદ આપે, આવક સારી રહેતા ચિંતાઓ હળવી થાય, બુધ દશમે ઉદ્યોગ ધંધામાં પ્રગતિનાં દ્વાર ખુલતા જણાય.
બહેનો :- પરીવારમાં પ્રતિષ્ઠા, માન, સન્માન વધારી શકો, મીઠી વાણી જરૂરી.

કુંભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ બહુ જરૂરી હોય એવાજ નિર્ણયો હાલ પુરતા કરશો તો સારું રહેશે, મનની સ્થિતિ શાંત રાખવી બુધ નવમે આયાત નિકાસનાં કાર્ય થઇ શકે.
બહેનો :- પતિ પત્નીના સંબંધો પૂરી રીતે સચવાય તેનું ધ્યંજ રાખવું.

મીન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર બિનજરૂરી મુસાફરી અને ખર્ચમાં વધારો કરનાર બને, પરંતુ અપની રાશીમા આવતા ખુબ જ આનંદ રહેશે, બુધનું આઠમે ભ્રમણ વિલ વારસાના કાર્ય અને પત્નીના પિયરના કામ થાય.
બહેનો :- આરોગ્ય બાબત સજાગ રહેવું, મુસાફરીમાં સંભાળવું.

વાસ્તુ :- શયનખંડમાં દીવાલ ઘડિયાળ દક્ષીણ દિશાની દીવાલ છોડી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ ની દીવાલે લગાડવી.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts