ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 10 ઓક્ટોબર થી 16 ઓક્ટોબર સુધી
મેષ :- આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શુક્ર સાથે રહેતા સ્ત્રી વર્ગ કે અન્ય કોઈ વાદ-વિવાદ થી દૂર રહેવું, વાણી ને સતત મધુર રાખવા પ્રયત્ન કરવા,
સમય પસાર કરી લેવો સપ્તાહ ના મધ્ય અને અંત માં સારું રહે
બહેનો :- વાહન અને વાણી બંને પર નિયંત્રણ રાખવું.
વૃષભ :-સાતમા સ્થાનમા ચંદ્ર શુક્ર સાથે યુતિ માં રહેતાલગ્ન ઈચ્છુકો માટે સારી વાત લાવે,પરંતુ દાંપત્ય જીવન અને ભાગીદારીમાં કોઈપણ નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું,નાણાકીય રીતે સમતોલન જળવાઈ રહે,સપ્તાહ ના મધ્ય માં સાચવવું.
બહેનો :- ખોટા નિર્ણયો અને ખોટી ચર્ચાઓ થી દૂર રહેશો તો સારું.
મિથુન :- છઠ્ઠા સ્થાન માં ચંદ્ર વાઇરલ બીમારીઓ કે છુપા શત્રુઓ થી સાવધાની રાખવી,કોર્ટ-કચેરી ના કાર્યો,મોસાળપક્ષ ના કાર્યો માં વ્યસ્ત રહેવાનુ વધારે બને,સપ્તાહ ના મધ્ય માં સારી વાતો સામે આવે, અંતમાં સાવધાની રાખવી.
બહેનો :- સ્ત્રી-રોગો માથી રાહત મળે છતાં ધ્યાન રાખવું પડે.
કર્ક :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના શિક્ષણ કાર્ય માં થોડી અડચણ આપે,પરંતુ ધીમે-ધીમે
દૂર થાય,જૂના મિત્રો-સ્ત્રી મિત્રો સાથે સબંધો સાચવવા,સપ્તાહ ના મધ્યમાં આરોગ્ય સાચવવું અંત માં સારા નિર્ણયો આવે.
બહેનો :- સખી, સહેલી, સંતાનો ના કાર્યો પૂરા કરી શકો.
સિંહ :-ચોથા સ્થાન માં ચંદ્ર સુખ સગવડો અને ભૌતિકતામાં વધારો કર્તા બને,ખેતીવાડી-સ્થાવર મિલકત ના કાર્યો કરવામાં થોડી મુશ્કેલી નો અનુભવ થાય,આવક વધારવા પ્રયત્ન કરવો પડે.
બહેનો :- માતૃપક્ષે જવાનું થાય,વાહન સુખ માં વધારો થાય.
કન્યા :-ત્રીજા સ્થાનમા ચંદ્ર સાહસવૃતિ માટે સારો રહે,ભાગ્યોદય માટેની મહેનત નું ફળ ધીમે-ધીમે ચાખવા મળે,ધાર્મિક કાર્ય,ધાર્મિક સંસ્થા કે અન્ય દૈવીકાર્ય કરવાનો અવસર મળે,મધ્યમાં સારા સુખો મેળવશો.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી યોગ્ય દિશા મળતા સારું પરિણામ આવે.
તુલા:- બીજા સ્થાનમા શુક્ર સાથે યુતિમાં ચંદ્ર આવક વધારવા થોડી વધુ મહેનત કરવી પડે,કૌટુંબિક સમસ્યાઓ થોડી-ઘણી પરેશાની આપે,પરંતુ મધ્યમાં અને સપ્તાહ ના અંતમાં બધુ સરખું થઈ જાય.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક :-આપની રાશિમાં ચંદ્ર માનસિક ગડમથલો નો સામનો કરવો પડે,તો ચિંતા ના કરશો થોડી-ઘણી વ્યગ્રતા નો અનુભવ થાય પરંતુ ઘણુબધું શીખવા મળે,સપ્તાહ ના મધ્યમાં આવક અને સાહસ વધે.
બહેનો :- દરેક કાર્યમાં શાંત ચિત્ત અને ક્રોધ પર કાબુ રાખવું.
ધન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર આવક કરતાં જાવક વધે,બીનજરૂરી ખર્ચ આવી પડે,વારંવાર મુસાફરી કરવી પડે,ધાર્યા કામ ન થાય,ચિંતા વધે,સપ્તાહ ના મધ્યમાં સારું,અંતમાં આવક વધારી શકો.
બહેનો :-મુસાફરી દરમિયાન આરોગ્ય ની તકેદારી રાખવી.
મકર :- લાભસ્થાનમા ચંદ્ર સ્ત્રી-મિત્રો,પ્રસાધનો અને સફેદ વસ્તુ,પાણી,દૂધ-દૂધ ની બનાવટ ના ધંધા માં રાહત આપે,સપ્તાહ ના મધ્ય ભાગમાં ખર્ચ માં વધારો, અચાનક મુસાફરી આવે સપ્તાહ ના અંત ભાગમાં સારું રહે.
બહેનો :- અધૂરા શિક્ષણના સપના પૂરા કરી શકો,મિત્રો થી લાભ.
કુંભ :- દસમા સ્થાને ચંદ્રનું ભ્રમણ, કેમિકલ-રંગ-રસાયણ ઉધ્યોગ થી સારો લાભ મળે, નવા નવા પરિચયો ધંધાને આગળ વધારે પરંતુ નોકરિયાતવર્ગ ને ઉપરી અધિકારિથી સાંભળવું પડે,સપ્તાહ ના મધ્યમાં લાભની તક આવે.
બહેનો :- ગૃહ ઉધ્યોગ ના ધંધામાં તમારી આવક સારી રહે.
મીન :-નવમા સ્થાનમા ચંદ્ર નું ભ્રમણ, ભાગ્યોદય માટે થોડી વધુ મહેનત કરવી પડે પરંતુ ધાર્મિક કાર્ય અને ધાર્મિક યાત્રા-પ્રવાસ સરળ રહે,સપ્તાહ ના મધ્યમાં ધંધામાં સારું રહે,સપ્તાહ ના અંત માં ઓચિંતા લાભની તક આવે.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાન-પુજા-પાઠ અને યાત્રા નો આનંદ વધે.
વાસ્તુ :-બુધવારના દિવસે યાત્રા-પ્રવાસમાં ઉત્તરદિશા તરફ પ્રયાણ કરવું,બહાર જતાં પહેલા શરીર પર મગ અથવા મગના પાણીનો છટકાવ કરવો અને “ૐ બાણેષાય નમઃ” ના મંત્ર ની એક માળા કરવી.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments