fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-28-11-2021 થી તા-4-12-2021 સુધીનું રાશીફળ.

મેષ :-પાચમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સંતાનના અભ્યાસ માટે અને શિક્ષણના બીજા કાર્યમાટે વ્યસ્ત રખાવે,વડીલ વર્ગ થી સારો લાભ રહે, નવી-નવી ઓળખાણ થાય,રાશિનો સ્વામિ મંગળ આઠમે વારસાઈ સંપતિ આપે પરંતુ આગ-વીજળી-અકસ્માતથી જાળવવું.
બહેનો :- જૂના મિત્રોને , સહેલીઓને મળવાનો આનંદ મળે.

વૃષભ :-ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સુખ-સગવડો આપનાર,સરકાર કે અન્ય દ્રષ્ટિએ લાભકર્તા સમય,પિતૃવર્ગ થી સારું રહે, મંગળનું સાતમા સ્થાને આગમન દાંપત્યજીવન-ભાગીદારીમાં ખૂબ સંભાળીને ચાલવું પડે.
બહેનો :- ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય-માતા-પિતાથી સારું.

મિથુન :- ત્રીજા સ્થાનમા ચંદ્ર પરાક્રમ સ્થાનમા રહેતા સાહસ અને પરાક્રમ્ માં વધારો થાય,દેશ-પરદેશમાં રહેતા સ્નેહીજનોથી શુભ સમાચાર મળે, મંગળનું છઠા સ્થાને ભ્રમણ આવતા જૂના રોગ શત્રુ ઉપર વિજય મેળવવામાં સફળ થઈ શકો.
બહેનો :પરદેશ અભ્યાસ કે પરદેશ જવાની ઈચ્છા પૂરી થાય.

કર્ક :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આવક વધારવામાં સફળ રહેશો,પરિવારજનો સાથે સારું વર્તન રાખશો તો અમનો સહયોગ સારો મળશે,મંગળનું પાચમાં સ્થાને આગમન ફસાયેલા નાણાં પરત લાવવામાં મદદ કરશે. બહેનો :- તમારા કાર્યની પ્રશંશા થાય, પરિવાર સાથે સારું રહે.

સિંહ :આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ નવી ઉર્જા, નવો આત્મવિશ્વાસ અને પ્રેરણા આપનાર બને-દાંપત્યજીવનમાં સારા નિર્ણયો લેવામાં સરળતા રહેશે, મંગળનું ચોથા સ્થાને ભ્રમણ જમીન-મકાન-વાહનના કાર્ય આસાન બને.
બહેનો :-તમારી મનની મક્કમતા અને અડગતા વધે.

કન્યા :-બારમાં સ્થાનમા આજે રાત્રિ સુધી ચંદ્રનું ભ્રમણ-તમારા પરિવાર-વડીલો કે અન્ય સ્નેહીજનો માટે ખ્રચો થાય, આરોગ્ય બાબત નાની-મોટી પીડા દૂર થાય,મંગળનું ત્રિજાસ્થાને આગમન અચાનક સાહસ પરાક્રમ કરાવનાર બને.
બહેનો :-જરૂરિયાત પૂરતો ખ્રચ કરશો તો રૂપિયા બચશે.

તુલા:-લાભસ્થાનમા ચંદ્ર ઘણાબધા લાભની પ્રાપ્તિ કરાવે પરંતુ સપ્તાહના પ્રારભમાં ઊધ્યોગ-ધંધા કે અન્ય વસ્તુ માટે ખ્રચનું પ્રમાણ વધે, મંગળ આપની રાશિમાથી ગમન બીજા સ્થાને થતાં માનસિક શાંતિનો અનુભવ કરાવે.
બહેનો :-સંતાનોના શિક્ષણ સબંધી જવાબદારીઓ વધે.

વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્ર નોકરિયાતવર્ગ માટે બદલી-બઢતીનો ચાન્સ વધારનાર,રાજકીય વર્ચસ્વ વધારનાર,ઉધ્યોગ ધંધામાં સારી આવક આપનાર બને, મંગળનું સૂર્ય સાથે ભ્રમણ આવતા ક્રોધ પર કાબુ રાખવો જરૂરી બને, તમામ નિર્ણયો ફટાફટ આવે.
બહેનો :- ગૃહઉપિયોગી વસ્તુ -કેમિકલ ના ધંધા માં આવક સારી રહે.

ધન :-ભાગ્યસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે તમારા વડીલો કે અન્ય ઉમરલાયક વ્યક્તિનો સાથ-સહકાર મળતા તમારા કાર્યની સિદ્ધિ થાય,મંગળનું બારમે ભ્રમણ અમુક કાર્યોમાં મુશ્કેલીઓ વધારી શકે.
બહેનો :- ધાર્મિકયાત્રા-તીર્થયાત્રા-દેવદર્શન ના કાર્યો કરી શકો.

મકર :-આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર સંયમ અને ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને,આવકના સાધનો વધારી શકો,પત્નીના વારસાઈ પ્રશ્નો આવે, લાભસ્થાને સૂર્ય- મંગળ-બુધ-કેતુની યુતિ રહેતા ઘણા બધા લાભ આપી શકે.
બહેનો :- વાહન ચલાવવામાં ખુબજ ધ્યાન રાખવું-ધીરજ રાખવી.

કુંભ :-સાતમા સ્થાને ચંદ્ર રાત સુધી રહેતા તમારા અગત્યના નિર્ણયો અને વિચારોને બળ મળતા ધાર્યા નિર્ણયો આવે, સપ્તાહના મધ્યભાગમા સંભાળવું,સૂર્ય-મંગળ-બુધ દશમે રાજકીય -ઉધ્યોગ થી લાભ.
બહેનો :- વિવાહ પ્રસંગોની મનોકામના પૂરી થાય-દાંપત્ય જીવન સારું રહે.

મીન :-છઠ્ઠા ભુવનમાં ચંદ્ર આપને નાની-મોટી મુસાફરી અનેપ્રસંગોમાં વ્યસ્ત રખાવે, આરોગ્ય બાબત સારું રહેતા રાહત છતાં કાળજી લેવી પડે,સૂર્ય-મંગળ-બુધ-કેતુ નવી વ્યક્તિઓથી ભાગ્યોદયમાં આપની મદદ કરે.
બહેનો :- સ્ત્રી-રોગો વાઇરલ બીમારીઓથી સંભાળવું-દોડાદોડી ઓછી કરવી.

વાસ્તુ:- ઘરની અંદર નવી ઉર્જા મેળવવા ઈશાન ખૂણામાં સિદ્ધયંત્ર સાથે પિરામિડ રાખવાથી ખુબજ સારા પરિણામો મળે છે.

Follow Me:

Related Posts