ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-05-12-2021 થી તા-11-12-2021 સુધીનું રાશીફળ.

મેષ :-ગત સપ્તાહ ના અંત સુધી આઠમા સ્થાને રહેલો ચદ્ર હવે ભાગ્ય ભુવનમાં આવતા ધાર્મિકકાર્ય-પરદેશના કાર્ય કરાવે,શુક્ર દશમે તમામ સુખ આપે, બુધનું ભાગ્યસ્થાનમા આગમન ધાર્મિક કાર્ય-દૈવીકાર્યમાં પ્રવૃત રાખે.
બહેનો :- ભાઈ-ભાંડુ સાથે રહેવાનો આનંદ માણી શકો.

વૃષભ :-આઠમા સ્થાને આગમન સાથે શરૂ થતું આ સપ્તાહ,ચંદ્ર મહારાજ વાણી ઉપર નિયંત્રણ રાખવાનું સુચન કરે છે,આવક સારી રહેશે ,શુક્રનું ભાગ્યભુવનમા ભ્રમણ આવતા પત્નીથી ભાગ્યોદય કરાવે,બુધ આઠમે ધંધામાં નિર્ણયો લેવડાવે.
બહેનો :- દરેક કામ શાંતિપૂર્વક કરશો તો સારું પરિણામ આવે.

મિથુન :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન અને ભાગીદારીમાં ખૂબ સારા નિર્ણય લેવડાવે, આધ્યાત્મિક વિચારો પ્રબળ બને, શુક્ર આઠમે સારી આવક આપે,બુધ સાતમે નવા ધંધા માટે પ્રયત્ન સફળ થાય.
બહેનો :લગ્નઇચ્છુકો માટે ખુબજ સુંદર સમય રહે.

કર્ક :- છઠ્ઠા સ્થાને ચંદ્ર ગુરુની રાશિમાં રહેતા શત્રુઓ ઉપર બહુજ પ્રેમથી વિજય મેળવી શકો, શુક્રમહારાજ સાતમે દાંપત્યજીવનમા આનંદ ના રંગ ભળે, બુધ છઠે કોર્ટ-કચેરીના કાર્ય પૂરા થાય.
બહેનો :- આરોગ્યની નાની-મોટી ફરિયાદ દૂર થાય.

સિંહ :પાચમાં સ્થાને ચંદ્ર સંતાનોના શિક્ષણની જવાબદારી હળવી કરનાર , શૈક્ષણિક સબંધો મજબૂત કરનાર અને શુક્ર છઠે જૂના રોગોમા રાહત આપે પરંતુ છતાં સાચવવું બુધ પાચમે અભ્યાસનો ઉપિયોગ કરી શકો.
બહેનો :- સખી-સહેલી-મિત્રોને મળવાનું થાય-ઓળખાણ વધે.

કન્યા :-ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ દરેક પ્રકારના ભૌતિક-ધાર્મિક અને સાંસારિક સ્થાવર મિલકત વાહનના સુખોમાં વધારો કરે,શુક્રનું પાચમે આગમન નવા સ્ત્રી-મિત્રો મળે,બુધ પણ સુખ-સગવડો આપનાર બને છે.
બહેનો :-મનનીતમામ મનોકામનાઓ પુરી કરવાની તક આપે.

તુલા:ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સાહસવૃદ્ધિ કરાવનાર, આત્મબળે આગળ આવવાની પ્રેરણા આપનાર, ધર્મપ્રત્યે વધારે જુકાવ આપનાર બને, શુક્રનું ચોથા સ્થાનમા ભ્રમણ માતૃપક્ષથી લાભ,બુધ ત્રીજે કુળદેવીના કામ પૂરા થાય.
બહેનો :- ધર્મ-ધ્યાન-પુજા-પાઠ-ધાર્મિક અવસરો આવે.

વૃશ્ચિક :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આવકના સાધનો વધારવામાં અને નાણાકીય રીતે સારું રહેવામાં મદદ કરે,શુક્રનું ત્રીજે ભ્રમણ કલા-સંગીત-નાટક જેવા વિષયોમાં ભાગ્યોદય કરાવે,બુધ બીજે આર્થિક રીતે ખુબજ સારું રહે, પરિવારમાં અગત્યના નિર્ણયો લેવાય.
બહેનો :- તમારું માન સન્માન પ્રતિષ્ઠા અને યશ વધે.

ધન :-આપની રાશિમાં ચંદ્રનું આગમન દરેક રીતે આપના માટે શુભ બને,વિવાહિત જીવન માટે સારું અને અપરણીતો માટે ખુશી લાવનાર બને,શુક્ર બીજે જતાં હરવા-ફરવાનો આનંદ આપે,બુધ આપની રાશિમાં દરેક નિર્ણયો તટસ્થ લેવાય.
બહેનો :- દાંપત્યજીવન અને માનસિક રીતે સુખદ શાંતિનો અનુભવ થાય.

મકર :-બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું આગમન બિનજરૂરી ખર્ચાઓમાં વધારો કરી શકે , ના ધારી હોય એવી મુસાફરી કરવી પડે,શુક્ર આપની રાશિમાં સારું ફળ આપે, બુધ ધંધાકીય ખર્ચમાં વધારો કરે.
બહેનો :- મુસાફરી દરમ્યાન આરોગ્યની કાળજી લેવી જરૂરી.

કુંભ :-લાભસ્થાને ચંદ્રનું ભ્રમણ આવતા અચાનક નાણાં છૂટા થાય, ફસાયેલ-રોકાયેલ રકમ પાછી આવવાનો આનંદ વધે, સંતાનોથી સારું રહે, શુક્ર બારમે પત્ની-સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ બુધ મિત્રોથી પણ લાભ અપાવે.
બહેનો :- અધૂરા શિક્ષણ અને સંતાનો ના કાર્યો પૂરા થાય.

મીન :દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય ક્ષેત્ર માં ખુબજ સારો પ્રગતિકારક સમય આપનાર ઉધ્યોગ-ધંધામાં તેજી શુક્ર લાભસ્થાને સ્ત્રી-મિત્રોને મળવાનું થાય ,બુધ દશમે માતપિતા કે વિદ્વાનોથી ધનલાભ રહે.
બહેનો :- નોકરિયાત વર્ગને શુભસમાચાર આવે.

વાસ્તુ:-માગશર માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચન કરવાથી ધાર્યા કામમાં સિદ્ધિ મળે.

Related Posts