કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે
ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ ફેબ્રુઆરી થી ૦૬ માર્ચ સુધી.
મેષ :- મધ્યાન સમય સુધી પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરનાર ચંદ્ર શિક્ષણ સંબંધી કાર્ય, સંતાનોના કાર્ય અને જુના મિત્રોના કાર્યમાં વ્યસ્ત રખાવે. નવી વ્યક્તિઓની ઓળખાણ થાય. તમારા દરેક પ્રયત્નો લાભદાયક બને.
બહેનો :- અધૂરા કાર્યને પુરા કરવાનો સમય આવે.
વિદ્યાર્થી :- શિક્ષણ કાર્યમાં તમારા પરિણામોમાં શ્રેષ્ઠતા લાવી શકો.
વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સૂર્યની રાશિમાં સ્થાવર મિલકત, જમીન, મકાન અને વાહનને લગતા કાર્ય બહુ સમયસર પુરા કરવાનો આનંદ મળે. મધ્યાન પછી પાંચમાં સ્થાને ચંદ્ર મિત્રવર્તુળ સાથે આનંદદાયક રહે.
બહેનો :- ભૌતિક સુખ સગવડોની ઈચ્છા પૂરી થાય.
વિદ્યાર્થી :- માતાપિતા તરફથી શિક્ષણ કાર્યમાં સહયોગ મળે.
મિથુન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું આપને અલૌકિક સાહસવૃતિ આપનાર ભાગ્યોદય માટે તમારા પ્રયત્નોને પૂર્ણ વેગ આપનાર અને ઈશ્વરીય કાર્યમાં પ્રવૃત્તિ રખાવનાર બને. મધ્યાન પછી ચોથા સ્થાને આવતા સુખ સગવડો આપે.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય, આનંદ રહે.
વિદ્યાર્થી :- સાહસ વૃતીમાં વધારો થાય.
કર્ક :- બીજા અને ત્રીજા સ્થાન વચ્ચે ચંદ્રનું કુટુંબ પરિવાર, ધન, સમૃદ્ધિનું સુખ આપનાર નાના મોટા કૌટુંબિક પ્રસંગોનું આયોજન, હરવા ફરવાનં આયોજન થાય. વાણીને લગતા વ્યવસાયમાં ખુબ જ સારી કીર્તિ પ્રાપ્ત કરી શકો.
બહેનો :- આત્મબળમાં વધારો થાય. પરદેશથી લાભ રહે.
વિદ્યાર્થી :- વકૃત્વ કળામાં તમારી નામના વધે.
સિંહ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ છેલ્લા સપ્તાહમાં અંતભાગ થી રહેતા નમન ઉપર શાંતિનો અનુભવ થાય. નવા વિચારોને અમલમાં મુકવાની તાકાત વધે. દામ્પત્ય જીવન તેમજ ભાગીદારીમાં મહત્વના પ્રશ્નો ઉકેલાય જાય.
બહેનો :- લગ્નજીવનમાં આનંદ દાયક વાતાવરણ રહે.
વિદ્યાર્થી :- નવા નવા સંશોધનોમાં સક્રિય રહી શકો.
કન્યા :- મધ્યાન સુધી વ્યય ભુવનમાં ચંદ્ર આપને ખર્ચનાં પ્રસંગો આપ્યા કરે, પરંતુ સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર આપની રાશિમાં આવતા સુખદ ક્ષણોનો અનુભવ કરાવનાર બને. આપની મનોકામનાઓમા વધારો થાય.
બહેનો :- બિનજરૂરી ખર્ચ આપના બજેટને ખોરવે નહિ ટે જોવું.
વિદ્યાર્થી :- શિક્ષણ કાર્ય અને શિક્ષણ સંબંધી ખર્ચ વધે.
તુલા :- લાભ સ્થાને ચંદ્ર આર્થિક રીતે ઘણા બધા લાભ આપનાર બનતો હોય સ્ત્રીવર્ગથી આપને લાભ રહે. માતૃપક્ષથી પણ સારી મદદ મળે. જુના નાણાનં યોગ્ય વળતર આવતા તમારા મનમાં ખુશીનું વાતાવરણ રહે.
બહેનો :- બચપનની સખી-સહેલીને મળવાનું થાય. સંસ્મરણો તાજા થાય.
વિદ્યાર્થી :- પરીક્ષાને લગતી તૈયારીઓમાં મદદ મળે.
વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ રાજકીય ક્ષેત્ર અને નોકરીયાત વર્ગને સતત કામગીરીમાં વ્યસ્ત રખાવે. નોકરીયાત વર્ગને મુસાફરી કે અન્ય સ્થાનની દોડધામ રહે. આર્થિક દ્રષ્ટીએ ખુબ સારી આવક વધતા તમારું કાર્ય થાય.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં આવકમાં વધારો થાય.
વિદ્યાર્થી :- પિતૃપક્ષ તરફથી તમારી ઈચ્છા પૂર્તિ થાય.
ધન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર ભાગ્યની દેવીની કૃપા મેળવવા પ્રયત્ન કરશો તો ભવિષ્યમાં ખુબ સારા ભાગ્યોદયની તક આપશે. આયાત, નિકાસ અને પરદેશથી જોડાયેલા હોવ તો તમારા ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિનાં દ્વાર ખુલે.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાનો માં સહર્ષ ભાગ લઇ શકો.
વિદ્યાર્થી :- પરદેશ અભ્યાસની તમારી આકાંક્ષા સંતોષાય.
મકર :- મધ્યાન સુધી આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી. વર્તન અને વિચારધારાઓ ઉપર પુરતી દેખરેખ કે નિયંત્રણ રાખશો તો ઘણા બધા સારા પરિણામો પ્રાપ્ત થશે. આવક માટે સારો સમય રહે.
બહેનો :- વાદ-વિવાદમાં ના ફસાઈ જવાય એનું ધ્યાન રાખવું.
વિદ્યાર્થી :- વાહન ચલાવવામાં પુરતું ધ્યાન રાખવું.
કુંભ :- સાતમાં અને આઠમા સ્થાન વચ્ચે ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારંભમાં ખુબ જ સાવચેતી અને કાળજી પૂર્વકના નિર્ણયો કરવા. દરેક બાબતમાં ગહનવૃતિ રાખીને ચાલવાથી ફાયદા કારક સમય રહે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય વાતચીત આગળ વધે.
વિદ્યાર્થી :- નવા વિષયોમાં રસ પૂર્વક અભ્યાસ થાય.
મીન :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની તકલીફો દુર કરાવે. નાના મોટા મુસાફરીનાં પ્રસંગો ઉભા થાય એની દોડધામ રહેતા થાકનો અનુભવ થાય. પરંતુ ચંદ્રનું સાતમાં સ્થાને આગમન મહત્વના કાર્યની સિદ્ધિ આપે.
બહેનો :- સ્ત્રી રોગો, જૂની બીમારીમાંથી મુક્ત થઇ શકો.
વિદ્યાર્થી :- બિનજરૂરી વાસી ખોરાકથી સાવચેતી રાખવી.
વાસ્તુ :- ઘર મંદિરમાં કોઈ પણ દેવની એકથી વધારે પ્રતિમા, મૂર્તિ, ફોટાઓ વાસ્તુદોષ ઉભા કરતા હોય એક થી વધારે મૂર્તિ, પ્રતિમા, ફોટાઓ ના રાખવા જોઈએ.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments