fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-12-12-2021 થી તા-18-12-2021 સુધીનું રાશીફળ.

મેષ :-બારમાં ભુવનમાં ચંદ્ર નું ભ્રમણ વ્યયસ્થાનમા રહેતા સ્ત્રીવર્ગ પરિવારજન કે મુસાફરી માટે ખર્ચ થાય, સપ્તાહ ના મધ્યમાં ચંદ્ર આપની રાશિમાં રહેતા ખુબજ સારા નિર્ણયો લેવડાવે,સપ્તાહના અંતમાં આવક પણ સારી રહે.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્ય-શરીરનું ધ્યાન રાખવું.

વૃષભ :-લાભસ્થાનમા ચંદ્ર જલતત્વની રાશિમાં રહેતા અને ગુરુની રાશિમાં હોવાથી શિક્ષણ સબંધિત ક્ષેત્રથી ધનલાભ આપે, સંતાનોના કાર્ય થાય, સપ્તાહ ના મધ્યભાગમા આવક કરતાં જાવક વધી ન જાય તેનું ધ્યાન રાખવું.
બહેનો :- સખી-સહેલીઓના પ્રસંગો સાચવવા પડે,જૂના મિત્રોથી લાભ રહે.

મિથુન :- દશમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતિ આપનાર, નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીથી સબંધો મજબૂત કરનાર બને, સપ્તાહના મધ્યમાં આર્થિક લાભ સારો રહે,સપ્તાહ ના અંતમાં ખર્ચ વધી શકે.
બહેનો : ગૃહઉધ્યોગના ધંધામાં ખૂબ સારી આવક રહે.

કર્ક :- ભાગ્યસ્થાનમા ચંદ્ર નું ભ્રમણ ધર્મકાર્ય અને સામાજિક કાર્યમાં વ્યસ્ત રખાવનાર, સપ્તાહના મધ્યમાં ધંધા માટે પ્રગતિકારક સમય આપનાર અને સપ્તાહના અંતભાગમાં મિત્રો-સ્નેહીજનોને મળવાનો આનંદ મળે.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસનો પ્રસગ બને,ભાઈ-ભાંડુથી સારું રહે.

સિંહ : આઠમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર સંપૂર્ણ નિયંત્રણ અને કોમળ વાણી રાખશો તો તમારા માટે ખૂબ સારી તક આવે, સપ્તાહના મધભાગમાં ભાગ્યોદયની તક અને સપ્તાહના અંતે ધનવૃદ્ધિ થાય.
બહેનો :- ધીરજ અને એકાગ્રતાથી સમય પસાર કરવો.

કન્યા :-સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન અને ભાગીદારી માટે સારી નિર્ણયશક્તિ અને પ્રેમ વધારનાર,નવી વિચારધારા નો અમલ થાય,સપ્તાહના અંતમાં વાહન ચલાવવામાં ધ્યાન આપવું, મન સ્થિર રાખવું.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે નવી વાત-ચિત આગળ વધે.

તુલા: છઠ્ઠા સ્થાનમા ચંદ્ર આરોગ્ય અને શરીર બંનેની જાળવણી કરવી જરૂરી બનશે, કોર્ટ-કચેરીના કાર્યમાં થોડી દોડ-ધામ રહેવાની શક્યતા , સપ્તાહના મધ્યમાં અટકેલાં કાર્ય પૂરા કરવાની તક મળે.
બહેનો :- જૂના રોગોમાથી મુક્તિનો આનંદ મળે.

વૃશ્ચિક :- પાચમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સ્ત્રી-મિત્રો,સ્ત્રી-પ્રસાધનોથી લાભ રહે, સપ્તાહના મધ્યભાગમાં છઠ્ઠા સ્થાનમા ભ્રમણ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો,સપ્તાહના અંતમાં સાતમે મનને ઉત્સાહિત કરે.
બહેનો :- નવા-નવા પરિચયો ભવિષ્યમાં ઉપિયોગી બને.

ધન :-ચોથા સ્થાનમા ચંદ્ર સુખ-સગવડોમાં વધારો કરે, ભૌતિક સુખ અને સ્થાવર મિલકતના કાર્યો જમીન-મકાન-વાહનના કાર્ય પૂરા થાય, સપ્તાહના મધ્યમાં સંતાનોના શિક્ષણના કાર્યોમાં વ્યસ્ત રહેવાનુ બને.
બહેનો :- માતા-પિતા તરફથી પુર્ણ સહયોગ મળે.

મકર :- ત્રીજા સ્થાનમા ચંદ્ર સાહસવૃદ્ધિ કરાવનાર , નવા પરાક્રમો માટેની તમારી તૈયારીમાં ભાઈ-બહેનનો સહયોગ મળે, સપ્તાહના મધ્યમાં મોસાળપક્ષ ના કાર્યોમાં વ્યસ્ત રહેવું પડે, સપ્તાહના અંતે ધનવૃદ્ધિ માટે પ્રયત્નો સફળ થાય.
બહેનો :- આત્મબળ જાગૃત થતાં દરેક કાર્યની સિદ્ધિ મળે.

કુંભ :-બીજા સ્થાને ચંદ્ર આપને પરિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં અને કુટુંબીજનોના પ્રસંગોમાં વ્યસ્ત રાખે, સપ્તાહના મધ્યમાં પરદેશથી સારા સમાચાર મળે, સપ્તાહના અંતમાં ખેતીવાડીના કામ થઈ શકે.
બહેનો :- તમારી યશ પ્રતિષ્ઠામાં વધારો થાય, નાના-મોટા પ્રવાસ થાય.

મીન : આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વિદ્વાન માણસો સાથે મુલાકાત કરાવે, દાંપત્યજીવનમાં આનંદ વધે, ભાગીદારી મા નવા ધંધા માટેના વિચારોને વેગ મળે.
બહેનો :- સુંદર વિચારો સાથે તન-મનથી હળવા રહી શકશો.

વાસ્તુ:-માગશર માસમાં દેવીઆરાધના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે,ધાર્યા કામમાં સિદ્ધિ મળે.

Follow Me:

Related Posts