ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-26-12-2021 થી તા-01-01-2021 સુધીનું રાશીફળ.

મેષ :- સપ્તાહના પ્રારંભમાં છઠ્ઠા સ્થાનમા પ્રવેશ કરી રહેલ ચંદ્ર આરોગ્ય બાબત થોડી તકેદારી રાખવી.દોડધામ ઓછી કરવી. બુધ દશમાં સ્થાને નોકરિયાત વર્ગ માટે સારો લાભ. ધંધામાં પણ સારી પ્રગતિ કરાવે. શુક્ર નવમે વક્રી થતાં ભાગ્યોદય ની તક આવે.
બહેનો :- સ્ત્રી-રોગો ,વાઇરલ બીમારી- ચામડીના દર્દમાં સંભાળવું.

વૃષભ :- પાચમાં સ્થાને બપોરે પ્રવેશ કરનાર ચંદ્ર સંતાનોના દરેક કાર્ય માટે સમય આપવો પડે. અભ્યાસ કે અન્ય પ્રવૃતિમાં સાથે રહેવાનુ થાય. બુધ ભાગ્યસ્થાને દૈવી શક્તિનો પરિચય થાય. શુક્ર આઠમે પત્નીથી લાભ રહે.
બહેનો :- સખી-સહેલી-સ્વજનો ના શુભ સંદેશ આનંદ આપે.

મિથુન :- ચોથા સ્થાનમા આવી રહેલ ચંદ્ર તમારા સુખ-સગવડોમાં વધારો કરે.નવી સ્થાવર મિલકતોની ખરીદી માટે સારા નિર્ણયો લેવાય. બુધ આઠમે ધીરજથી કાર્ય કરવું પડે. શુક્ર સાતમે દાંપત્યજીવનમાં સારું રહે.
બહેનો : પિતૃપક્ષ તરફથી સારું રહે. ગૃહ ઉધ્યોગમાં લાભ રહે.

કર્ક :- ત્રીજા સ્થાને ચંદ્ર આપની અંદર રહેલી શુષુપ્ત શક્તિઓ જાગૃત કરી નવા સાહસ અને પરાક્રમ માટે પ્રેરણા આપે. બુધ સાતમા સ્થાને નવા વ્યક્તિઓ સાથે ભાગીદારીના ચાન્સ વધારે. શુક્ર છઠ્ઠા સ્થાને જૂના ગુપ્ત રોગોમાં સંભાળવું.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસ-તીર્થસ્થાનમા જવાનો અવસર મળે.

સિંહ : બીજા સ્થાને ચંદ્ર પારિવારિક જીવનમાં સારા વિચારો ને સ્થાન આપે. પરિવારમાં કોઈ નિર્ણય લેવાના હોય તો થોડો આવે. શુક્રનું પાચમે આગમન સંતાનો ના ઉચ્ચશિક્ષણ માટે શ્રેષ્ઠ રહે. બુધનું છઠ્ઠા આગમન કોર્ટ-કચેરીના કાર્ય સફળતા પૂર્વક પાર પડે.
બહેનો :- પરિવારમાં તમારું આત્મસન્માન વધે . યશ પ્રાપ્ત થાય.

કન્યા :- આપની રાશિમાં મધ્યાને આવી રહેલ ચંદ્ર ખુબજ સારી સ્મરણશક્તિ ત્વરિત નિર્ણયશક્તિ અને આત્મવિશ્વાસ થી ભરપૂર નિર્ણયો આપે. શુક્ર ચોથા સ્થાને ભૌતિક સુખો વધારે. બુધ પાચમે સંતાનોની પ્રગતિના સમાચાર મળે.
બહેનો :- દાંપત્યજીવનમાં પ્રસન્નતા વધે. તમારા નિર્ણયોની કદર થાય.

તુલા: બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું આગમન સંતાનોના શિક્ષણ પાછળ કે અન્ય પ્રવાસ-પર્યટન-મુસાફરી માટે ખર્ચ કરાવે. બુધનું ચોથા સ્થાને ભ્રમણ ઉધ્યોગ-ધંધામાં સારું રહે. શુક્ર વક્રી બની ત્રીજે જતાં અચાનક ભાગ્ય ખૂલે.
બહેનો :- ખર્ચ ઉપર કાબૂ રાખવો જેથી પસ્તાવુ ના પડે. આરોગ્ય સાચવવું.

વૃશ્ચિક :- લાભસ્થાને ચંદ્રનું ભ્રમણ બુધની રાશિમાં રહેતા વેપારીવર્ગ-દલાલ-શિક્ષકવર્ગ કે અન્ય ઉધ્યોગ-ધંધામાં જોડાયેલ વ્યક્તિથી સારો લાભ રહે. બુધ ત્રીજા સ્થાને પરદેશથી સારું રહે. શુક્ર બીજે પરિવારમાં સારા પ્રસગોનું આયોજન કરાવે.
બહેનો :- શિક્ષણ સંસ્થા તેમજ સખીમંડળ જેવા ક્ષેત્રથી સારો ધનલાભ મળે.

ધન :- દશમાં સ્થાને ચંદ્ર ધંધાકીય પ્રગતિ માટે તમારા માતા-પિતા કે અન્ય વડીલ વર્ગથી સારી સહાય અને સૂચનો મળે. લઘુઉધ્યોગમાં સારું રહે. બુધ બીજે આર્થિક લાભ આપે. શુક્ર આપની રાશિમાં લગ્નઇછુકો માટે ઉત્તમ સમયઆપે.
બહેનો :- માતૃપક્ષે જવાનું થાય. નોકરિયાત વર્ગ માટે સારું રહે.

મકર :- ભાગ્ય ભુવનમાં આવી રહેલ ચંદ્ર ધાર્મિક કાર્યની સાથે સામાજિક કે સેવાકીય કાર્યમાં પ્રવૃત રાખે, જલમાર્ગથી સારો લાભ થાય, બુધનું બારમી રાશિમાં આગમન મહત્વના નિર્ણયો લેવામાં સફળતા આપે, શુક્રનું બારમે ભ્રમણ સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ થાય.
બહેનો :- વર્ષોથી અધૂરી રહેલી ધર્મકાર્યની ઈચ્છા પૂરી થાય.

કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર શનિની રાશિમાં રહેતા વડીલવર્ગ કે અન્ય વૃદ્ધ લોકો ની મર્યાદા જાળવવી, વાણી પર નિયંત્રણ રાખવું, બુધ નું બારમે ભ્રમણ અચાનક લાભદાયક રક્ષણ આપી શકે, શુક્રનું લાભસ્થાને ભ્રમણ ના ધાર્યા હોય એવા લાભ મળે.
બહેનો :- દરેક કાર્ય માટે ધીરજ અને એકાગ્રતાની જરૂર પડે.

મીન :સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન-ભાગીદારી અને ધંધાકીય ક્ષેત્રમાં ખુબજ સારું પડે, મનની પ્રફુલ્લિતતા વધે, બુધનું લાભસ્થાને ભ્રમણ જૂના નાણાં છૂટા થાય, સંતાન માટે સારું, શુક્રનું દશમાં સ્થાને ભ્રમણ રાજયોગ જેવુ સુખ આપે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે જલ્દી માંગલિક કાર્ય પૂરા થાય, ગૃહિણીને સારું રહે.

વાસ્તુ:- સોમવાર તથા શનિવારે પૂર્વ દિશામાં યાત્રા-પ્રવાસ કરવો નહીં, અવરોધ જણાય.

Related Posts