તા-02-01-2021 થી તા-08-01-2021 સુધીનું રાશીફળ.
મેષ :- ભાગ્યસ્થાનમા સૂર્યની સાથે ચંદ્ર-શુક્રની યુતિ વડીલ સ્ત્રી-વર્ગથી તમારા માટે ખૂબ સારીભાગ્યની તક આવે, દૈવીકાર્યની ઈચ્છા પુરી કરવામાં ભાઈ-ભાંડુનો સહયોગ મળે, સપ્તાહના મધ્યમાં આવક વૃદ્ધિ થાય.
બહેનો :- પરદેશથી ખુબજ સારા સમાચાર ભાગ્ય ખોલનાર બને.
વૃષભ :- આઠમા સ્થાને ચંદ્ર-શુક્ર સાથે સૂર્યની યુતિ રહેતા ખાસ કરીને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને, સ્ત્રી-વર્ગથી વાદ-વિવાદ કરવાથી દૂર રહેશો આજ તમારી ભલાઈ રહેશે, નાણાંકીય ચિંતા હળવી રહેશે.
બહેનો :- મનની એકાગ્રતાને ટકાવી રાખવી જરૂરી બને.
મિથુન :- સાતમા સ્થાને ચંદ્ર દાંપત્યજીવનમાં પ્રેમ અને હુફ વધારે પરંતુ તમે ભાગીદારીના ધંધામાં હોય તો હાલમાં કોઈ નિર્ણય લેશો નહીં, અને જરૂરી હોય તો સમજી-વિચારી આગળ વધશો તો સારું રહેશે.
બહેનો : દરેક વાત અને વસ્તુ સમજી-વિચારીને વાપરવી, મન સ્થિર રાખવું.
કર્ક :- છઠ્ઠા સ્થાનમા સૂર્ય-ચંદ્ર-શુક્રની યુતિ રહેતા આરોગ્યની નાની-મોટી ફરિયાદ ધીમે-ધીમે ઓછી થાય છતાં પણ બિનજરૂરી મુસાફરી કે દોડ-ધામ ટાળવાનો પ્રયાસ કરવો, હિત-શત્રુઓથી સાવધાની રાખવી પડે.
બહેનો :- ખાસ કરીને વાઇરલ બીમારીમાં જાળવવું પડે.
સિંહ : પાચમાં સ્થાનમા ચંદ્ર સંતાનો માટે ખુબજ સારો રહેશે, આપ એના ઉત્સાહમાં વધારો થાય તેવા પ્રયાસ કરશો તો વધુ સારું રહેશે, તમારા અંગત મિત્રોને મળવાનું થાય તેનો આનંદ વધે. લાભદાયક સમય રહે.
બહેનો :- નવા-નવા પરિચયો લાંબા ગાળે ઉપયોગી બને.
કન્યા :- ચોથા સ્થાનમા સૂર્ય-ચંદ્ર-શુક્રની યુતિ સ્થાવર મિલકતો જમીન-મકાન-વાહનો અને ખેતીવાડી માટે ખુબજ સારા નિર્ણયો લેવામાં મદદ કરે, નોકરિયાત વર્ગ અને સરકારી ક્ષેત્ર થી ધીમો છતાં સારો લાભ મળી શકે.
બહેનો :- સુખ-સગવડ અને ભૌતિક સુખોમાં વધારો થાય.
તુલા: ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સૂર્ય-શુક્ર સાથે રહેતા અચાનક તમારા માટે દુરથી ભાગ્યોદય ની તક કે સમાચાર આનંદ આપે,સાહસ અને પરાક્રમમાં વધારો કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય, ધર્મ વધે.
બહેનો :- દેવ-દર્શન-યાત્રા-પ્રવાસ કે ધર્મ સબંધિત કાર્ય થાય.
વૃશ્ચિક :- બીજા સ્થાને ચંદ્ર નાણાકીય સ્થિતિ બરાબર જળવાય, પરિવાર સાથે નાના-મોટા પ્રવાસપર્યટનનો લાભ અને આનંદ મેળવી શકો, કૌટુંબિક વારસાઈ સંપતિના પ્રશ્નો હોય તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારવું.
બહેનો :- તમારી વાણીમાં મીઠાશ તમારા સન્માનમાં વધારો કરે.
ધન :- આપની રાશિમાં સૂર્ય-ચંદ્રની યુતિ થોડી માનસિક ગડમથલ નો સામનો કરવો પડે, પરિવારમાં, ધંધામાં કે ભાગીદારીમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં તકલીફ પડે, પત્નીનો પૂર્ણ સહયોગ રાહત આપે.
બહેનો :- વિવાહયોગ્ય વ્યક્તિ માટે સારી વાત આવે, ગૃહિણીને સારું.
મકર :- વ્યય ભુવનમાં ગત સપ્તાહના અંતમાં અને સપ્તાહના પ્રારંભમાં રહેલ ચંદ્ર ઘણીબધી વિટંબનાઓ નાણાકીય ભીડ અને પરિવાર-મુસાફરી કે ધંધામાં નાણાનો વ્યય કરાવે,સપ્તાહના મધ્યમાં રાહતનો શ્વાસ લઇ શકો છો.
બહેનો :- બિનજરૂરી ખર્ચ તમારી બચતમાં ઘટાડો કરાવશે.
કુંભ :- લાભસ્થાને ચંદ્ર -શુક્રની યુતિ માતૃવર્ગ-સ્ત્રી વર્ગ કે અન્ય સ્ત્રી મિત્રોથી ખુબજ સારા કાર્ય અને લાભ આપનાર બને,સંતાનોના શિક્ષણની પ્રગતી માટે પણ તમને મિત્ર ઉપયોગી થતા ચીંતા દુર થાય.
બહેનો :- વર્ષોથી અધુરી રહેલ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો અવસર મળે.
મીન :દશમાં સ્થાને ચંદ્રનું સૂર્ય-શુક્ર સાથે ભ્રમણ સરકારી અધિકારી-રાજકીય નેતા કે અન્ય સરકારી કાર્યમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરે, આવક વધવાની ઈચ્છાઓ પૂરી થાય, સારી પ્રગતી કરી શકે.
બહેનો :- પિતૃપક્ષે શુભ પ્રસંગો કે સ્નેહીજનોને મળવાનું થાય.
વાસ્તુ:- મંગળવાર તથા બુધવાર ના દિવસે ઉત્તર દિશા તરફ ક્યારેય પ્રયાણ કરવું નહિ, કાળને નિમંત્રણ આપવા જેટલું કષ્ટ આપી શકે.
Recent Comments