કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે I CITY WATCH NEWS
તા-23-01-2022 થી તા-29-01-2022 સુધીનું રાશીફળ.
મેષ :- છઠ્ઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આરોગ્યની બાબતમાં થોડી તકેદારી રાખવી, વાઇરલ બીમારીઓમાં સાચવવું, જરૂર પૂરતી દોડધામ કરશો તો સારું રહેશે, કારણ વગર ની મુસાફરીમાં ખર્ચ વધે અને થાક નો અનુભવ થાય.
બહેનો :- સ્ત્રી-રોગો કે અન્ય ચામડીના દર્દમાં સાચવવુ.
વૃષભ :- પાચમાં સ્થાને ચંદ્ર સંતાનોના શિક્ષણ કે અન્ય પરિક્ષાલક્ષી કાર્યોમાં તમારે સમયનું બલિદાન આપવું પડે, નાણાકીય વ્યવહારોમાં તમારી આવડત અને કુશળતાથી લાભ પ્રાપ્ત કરી શકો, મિત્રોને મળવાનું મન થાય.
બહેનો :- સખી-સહેલી મિત્રો થી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
મિથુન :- ચોથા સ્થાનમા રહેલ ચંદ્ર સ્થાવર મિલકત સબંધી અટવાયેલા તમામ પ્રશ્નોનું સમાધાન લાવનાર , સુખ-સંપતિ માં વધારો કરનાર અને જમીન-મકાન-ખેતીવાડી કે અન્ય મિલકત સાથે જોડાયેલ કામ થાય.
બહેનો : પિતૃપક્ષે જવાનો આનંદ રહે, સ્નેહીજનોને મળવાનું થાય.
કર્ક :- ત્રીજા સ્થાનમા ચંદ્ર ભાઈ-ભાંડુનો યોગ્ય સહકાર મળતા તમારી અંદર રહેલા સાહસવૃત્તિને જાગૃત કરવાનો અવસર મળે, દૂરદેશથી સારા સમાચાર મળતા તેનો પણ આનંદ લઈ શકો, હિમ્મત માં વધારો થાય.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું મન થાય.
સિંહ : બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ પરિવારજનો સાથે સારો સમય પસાર કરી શકવાનો આનંદ મળે, નાણાકીય સ્થિતિ સારી રહેતા ઘણીબધી મુશ્કેલીઓનો આપોઆપ અંત આવે.
બહેનો :- મધુર વાણીથી પરિવારમાં સન્માન વધારી શકો
કન્યા :- આપની રાશિમાં ચંદ્ર મનને એકદમ શાંત અને નિર્મળ રાખનાર, દરેક કાર્ય તટસ્થતા પૂર્વક પૂરા કરાવનાર , દાંપત્યજીવનમા ગુચવાયેલાપ્રશ્નોને બહુ સહજતાથી દૂર કરનાર સુંદર સમય રહે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં આનંદમાં ઉમેરો થાય.
તુલા: વ્યય ભુવનમાં ચંદ્ર આવક-જાવક બરાબર રાખે, પરંતુ ક્યારેય ઉતાવળમાં લેવાયેલ ખોટા નિર્ણયો તમારી જાવક વધારી ના દે તેનું ધ્યાન રાખવું, સાથે આરોગ્ય બાબત કાળજી લેવી.
બહેનો :- ખર્ચ પર કાબૂ નહીં રાખો તો પસ્તાવું પડે.
વૃશ્ચિક :- લાભસ્થાનમા બુધની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારભમાં અચાનક અટવાયેલ કે રોકાયેલ નાણાં પરત આવતા તમારા મનને શાંતિનો અનુભવ થાય, મિત્રોથી આનંદ વધે.
બહેનો :- સંતાનોની સફળતાનો આનંદ આપે, જૂની સહેલીની મુલાકાત થાય.
ધન :- દશમાં સ્થાને ચંદ્ર ઉધ્યોગ ધંધામાં ખુબજ સારો તેજીનો માહોલ ઊભો કરે, નોકરિયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાન્સ અને ઉપરી અધિકારી થી સારા સબંધોનું ફળ પ્રાપ્ત થાય.
બહેનો :- ગૃહ ઉપિયોગી કાર્ય થાય, ગૃહઉધ્યોગ ના ધંધામાં આવક વધે.
મકર :- ભાગ્ય ભુવનમાં ચંદ્ર નું ભ્રમણ તમારા માટે બુદ્ધિપૂર્વકના ધંધામાં ભાગ્યોદયની તક લાવનાર, ધર્મ-ધ્યાન-ભક્તિ ના કાર્યમાં પ્રવૃત રાખનાર, સામાજિક કાર્યમાં અગ્રેસર રહેવાનુ થાય.
બહેનો :- વડીલ-ભાઈ-ભાંડુ થી યોગ્ય સહકાર પ્રાપ્ત કરી શકો.
કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર ધન-સમૃદ્ધિ અને આવક વધારવામાં સફળતા આપે, પરિવારજનો સાથે નાની-મોટી પિકનિક પ્રવાસનો આનંદ મેળવી શકો, દરેક કાર્ય અને નિર્ણયો ધીરજ પૂર્વક કરવા.
બહેનો :- બિનજરૂરી વાદ-વિવાદમાં ક્યાય પડવું નહીં.
મીન : સાતમા સ્થાનમા ચંદ્ર ભાગીદારીના ધંધા માટે સારો સમય આપે, આવક પ્રત્યેની તમારી ચિંતાઓ દૂર થાય, નવા-નવા નિર્ણયો અમલમાં મૂકી શકો.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે મનોકામનાની પૂર્તિ થાય, ગૃહિણીને આનંદ વધે.
વાસ્તુ:- ગુરુવારે દક્ષિણ દિશામાં પ્રવાસ કરવો નહીં કારણકે અધવચ્ચેથી પરત આવવાનું થાય,જરૂરી બને તો વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરી જવું.
Recent Comments