fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-30-01-2022 થી તા-05-02-2022 સુધીનું રાશીફળ.

મેષ :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા તમારા દરેક સામાજિક-ધાર્મિક કાર્યો આનંદથી પૂરા થાય, સપ્તાહના પ્રારંભમાં ધંધાના ક્ષેત્રમાં પણ સારી આવક થાય, સપ્તાહના અંતે સારો લાભ મળે.
બહેનો :- તીર્થયાત્રા-માનતા કે અન્ય દૈવીક કાર્યો થાય.

વૃષભ :- આઠમા સ્થાનમા આજે રાત્રિ સુધી ચંદ્રનું ભ્રમણ રહેતા વાહન અને વાણી ચલાવવામાં પૂરતું ધ્યાન રાખવું, બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું, સપ્તાહના પ્રારંભમાં ભાગ્યોદય માટેના કાર્યો સફળ થાય.
બહેનો :- દરેક કાર્યોમાં ધીરજની કસોટી થાય, શાંત રહેવું.

મિથુન :- સાતમા સ્થાનમા રહેલ ચંદ્ર દાંપત્યજીવન અને ભાગીદારીમાં ખુબજ સારો રહે, ધંધાકીય વિચારો અમલમાં મૂકવાની તક મળે, સપ્તાહના પ્રારંભમાં થોડું સંભાળીને ચાલો તો સારું રહેશે.
બહેનો : લગ્નઇચ્છુકો માટે સારા સમાચાર આનંદ આપે.

કર્ક :- છઠ્ઠા સ્થાનમા ગુરુની રાશિમાં ચંદ્ર જૂના રોગોમાં રાહત આપે પરંતુ તમારી આરોગ્ય પ્રત્યેની બેકાળજી તબિયત બગાડવાના સંકેત આપે, સપ્તાહના પ્રારમ્ભ્ માં સાતમે ભ્રમણ આવતા બધા પ્રશ્નોનો ઉકેલ મળે.
બહેનો :- શારીરિક તંદુરસ્તી સારી રહેતા આનંદમાં રહી શકો.

સિંહ : પાચમાં સ્થાને ચંદ્ર શિક્ષણ સાથે જોડાયેલા હોય તો સારો આર્થિક લાભ મેળવી શકશો, સંતાનો માટે પ્રગતિકારક સમય રહે, જૂના મિત્રોને મળવાનું થાય, સપ્તાહના પ્રારંભમાં આરોગ્ય બાબત સારું રહેતા રાહત.
બહેનો :- નવી દિશા તરફ પ્રયાણ કરવાનો આનંદ વધે.

કન્યા :- ચોથા અને પાચમાં સ્થાન વચ્ચે ચંદ્રનું ભ્રમણ આપનેખુબજ સારા ભૌતિક સુખ-સગવડો-સંતાનનું સુખ અને શિક્ષણ કાર્ય દ્વારા આનંદ આપનાર -માતૃપક્ષ થી પણ ખુબજસારા સમાચાર મળે.
બહેનો :- ગૃહિણી માટે આનંદદાયક સમય- મોસાળથી લાભ રહે.

તુલા: ત્રીજા સ્થાનમા ચંદ્ર સાહસ વૃદ્ધિ કરાવનાર અને ધાર્મિક યાત્રા-પ્રવાસ કરાવનાર બને, ભાઈ-ભાંડુ તરફથી ખુબજ પ્રોત્સાહન મળે, સપ્તાહના પ્રારંભે જમીન-મકાન-સ્થાવર મિલકતના કાર્ય પૂરા થાય.
બહેનો :- તમારી અંદર રહેલી સાહસવૃત્તિને પ્રગટ કરવાનું બળ મળે.

વૃશ્ચિક :- બીજા સ્થાનમા ચંદ્ર ગુરુની રાશિમાં રહેતા આર્થિક દ્રષ્ટિએ ખૂબ સારો લાભ રહે, આવક વધારવા માટે પરિવારજનો-કુટુંબનો સાથ સહકાર રહે, સપ્તાહના પ્રારંભમાં તમારી અંદર રહેલી હિમ્મતને જાગૃત કરી શકો.
બહેનો :- પરિવારજનોમાં તમારું માન-સન્માન વધારી શકો.

ધન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ રાશીસુધી રહેતા ખુબજ સારી વિચારધારા આપનાર-દામ્પત્યજીવનમાં પ્રેમ અને ખુશાલી આપનાર, દરેક વાતના નિર્ણયો સારા આવે, સપ્તાહના મધ્યમાં સારી આવક આનંદ આપે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં સારું રહે, સંતાન તરફથી સારું રહે.

મકર :- બારમાં સ્થાનમાં ચંદ્ર નું ભ્રમણ આવક-જાવકનું પલડું સમાંતર રાખે, કારણ વગરની મુસાફરી આવવાની શક્યતા રહે, સપ્તાહના પ્રારંભમાં આપની રાશિમાં ચંદ્ર ખુબજ ધીરજથી કામ કરવું.
બહેનો :- બિનજરૂરી ખર્ચ-ખરીદી પર કાપ મુકવો જરૂરી બને.

કુંભ :- લાભસ્થાન અને વ્યય ભુવનમાં આવી રહેલ ચંદ્ર મિત્રો-સ્ત્રી-વર્ગ-ગુરુજનો થી આર્થિક લાભ સારો આપે, સંતાનોથી મદદ મળે, સપ્તાહના પ્રારમ્ભમાં વ્યય ભુવનમાં ચંદ્ર મુસાફરી ટાળવા પ્રયત્ન કરવો.
બહેનો :- સંતાનોના શિક્ષણ અને પ્રસંગોની જવાબદારી વધે.

મીન : દશમાં સ્થાને ગોચરના ચંદ્ર નું ભ્રમણ રાત્રી સુધી રહેતા તમારા દરેક ધંધાકીય કાર્યોસફળ થાય, નાણાકીય કટોકટી હળવી બને, આર્થિક બચત કરી શકો, સપ્તાહની શરૂઆતમાં જુના મિત્રોનો સાથ-સહકાર માણવા મળે.
બહેનો :- પીતૃપક્ષેથી શુભ-આનંદદાયક સમાચાર મળે.

વાસ્તુ:- સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ શુભવાર છે, આ દિવસે નોકરીમાં હાજર થવું, નવો વ્યાપાર શરુ કરવો, નવીન કાર્ય અને યાત્રા-પ્રવાસ શુભ રહે.

Follow Me:

Related Posts