ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-13-02-2022 થી તા-19-02-2022 સુધીનું રાશીફળ.

મેષ :- ત્રીજા સ્થાનમા ચંદ્ર ભાઈ-ભાંડુ તરફથી આપના દરેક કાર્યમાં પૂર્ણ સાથ-સહકાર મળતા તમારી પરદેશ જવાની ઈચ્છા પૂરી કરી શકો, ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, સપ્તાહના મધ્યમાં સારી ભૌતિક સુખ-સગવડો પ્રાપ્ત થાય.
બહેનો :- આંતરિક આત્મશક્તિમાં વધારો થાય, ઈશ્વર કૃપા મળે.

વૃષભ :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ખૂબ સારા નિર્ણયો લેવડાવે, માન-સન્માન અને નાણાકીય રીતે સારો લાભ મળે, પરિવારજનો સાથે આનંદદાયક મુસાફરીનો લાભ મળે, પરિવારજનો સાથે આનંદદાયક મુસાફરીનો લાભ લઈ શકો, નવા-નવા સ્થળોનો લાભ મળે.
બહેનો :- પારિવારિક જીવનમાં તમારી મીઠી વાણીનો ઉપિયોગ લાભકર્તા બને.

મિથુન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ બુધની રાશિમાં રહેતા દરેક બાબતમાં આત્મવિશ્વાસ સાથે અને અડગતા સાથે નિર્ણયો લેવાનું બળ મળે, દાંપત્યજીવનમાં સારા કાર્યને વેગ આપી શકો.
બહેનો : મનના વિચારો શશ્રેષ્ઠ રહે, સમય ખૂબ સુંદર રહે.

કર્ક :- વ્યય ભુવનમાં મધ્યરાત્રિ સુધી ચંદ્ર અચાનક નાનીમોટી મુસાફરી પ્રવાસ આપનાર, નાણાકીય રીતે અને સમય બન્નેનો વ્યય થાય, સપ્તાહના મધ્યમાં ખુબજ સારો સમય આવતા પ્રસન્નતા વધે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ-ખરીદી કરવાનું વિચારતાહોય તો સંભાળવું.

સિંહ : લાભસ્થાનમા ચંદ્ર સ્ત્રી-વર્ગ-શિક્ષણ ક્ષેત્ર અને બુદ્ધિપ્રધાન ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો ખુબજ સારી નાણાકીય સ્થિતિ બની રહે, સપ્તાહના મધ્યભાગમા આકસ્મિક ખર્ચ આવી શકે.
બહેનો :- સખી-સહેલી-સ્નેહીજનોનો વ્યવહાર સાચવી શકો.

કન્યા :- દશમાં સ્થાનમા ચંદ્ર ઉધ્યોગ-ધંધા કે નોકરિયાત વર્ગ માટે પ્રગતિ-બદલી- બઢતી ની નવી આશાઓ સાકાર કરનાર બન ધીમે-ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતાં દરેક સમસ્યા પૂર્ણ થતી જાય.
બહેનો :- પિતૃપક્ષેથી આનંદદાયક સમાચાર આવે.

તુલા: ભાગ્યસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદયના પ્રયાસોમાં સારી સફળતાઓ તરફ લઈ જાય, સમયની સાથે તમે ધંધાકીય પ્રગતિનું પણ સારું બેલેન્સ કરી શકો, એકંદરે આ સપ્તાહમાં ઘણા કાર્યક્રમો પૂરા થશે.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસ-દેવદર્શન ના કાર્ય થાય, ઉત્સાહ વધે.

વૃશ્ચિક :- રાત્રિ સુધીમાં આઠમા સ્થાનમા ચંદ્ર તમારી વાણી ઉપર બને ત્યાં સુધી મૌન નું લેબલ લગાવીને રાખવું, બિનજરૂરી વાણી-વિલાસ કે કોઈના જગડા થી દૂર રહેશો તો સારું રહેશે, નાણાકીય રીતે સમય સારો રહેશે.
બહેનો :- વાહન ચલાવવામાં અને દરેક કાર્યમાં ધીરજ રાખવી પડે.

ધન :- સાતમા સ્થાનમા ચંદ્ર મનને શીતળ રાખનાર, ઉત્તમ કક્ષાના વિચારો અને ઉતમ કાર્ય કરાવવામાં નિમ્મિત બનાવનાર બને, લગ્નઉત્સુક યુવા વર્ગ માટે સારી વાત-ચિત આગળ વધતાં આનંદિત રહે.
બહેનો :- તમારી અંદર રહેલી રચનાત્મક પ્રવૃતિ ને બહાર લાવી શકો.

મકર :- છઠ્ઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબતની નાની-મોટી ફરિયાદ અને વાઇરલ ઇન્ફેકશન થી બચવું પડે, કોર્ટ-કચેરીના કાર્યો કે અન્ય મોસાળ પક્ષ માટેના કાર્યમાં આરોગ્ય સંભાળવું.
બહેનો :- સ્ત્રી-રોગો કે અન્ય જૂની બીમારીમાં રાહત રહે.

કુંભ :- પાચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણ માટે તમારે વધુ સમય આપવો પડે, સાથે-સાથે રોકાયેલા નાણાં માટે પણ પ્રયત્ન કરવો જરૂરી બને, જૂના મિત્રોનો સહયોગ મળતા દરેક કાર્યો પૂરા થઈ શકે.
બહેનો :- નવા-નવા મિત્રોનો પરિચય થતાં સારું રહે.

મીન : ચોથા સ્થાનમા ચંદ્ર ખેતીવાડી-બાગ-બગીચા-ફાર્મહાઉસ કે અન્ય સ્થાવર મિલકતનું સુખ મેળવી શકો, નાણાકીય દ્રષ્ટિએ સમય સારો રહે, સપ્તાહના મધ્યમાં મિત્રોને મળવાનું થતાં ખુશીમાં વધારો થાય.
બહેનો :- ગૃહઉધ્યોગ સાથે સંકળાયેલ હોય તો ખૂબ સારું રહે, ગૃહિણીને માતૃપક્ષેથી શુભ સંદેશ મળે.

વાસ્તુ:- શુક્લપક્ષની બીજના દિવસે પ્રયાણ કરવાથી દરેક મુશ્કેલીનો નાશ થાય છે.

Related Posts