તા-06-03-2022 થી તા-12-03-2022 સુધીનું રાશીફળ.
મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વિચારોમાં ક્રાંતિ લાવનાર, દરેક વસ્તુમાં જંપલાવવાનું મન થાય પરંતુ શાંત રહેવું, બુધનું લાભસ્થાને આગમન સૂર્ય-ગુરુ સાથે રહેતા વડીલ વર્ગથી યોગ્ય સહાય-સૂચન મળે.
બહેનો :- મનના તરંગો શાંત રાખવા-ક્રોધથી બચવું.
વૃષભ :- બારમાં વ્યય ભુવનમાં ચાલી રહેલ ચંદ્ર આપને નાણાકીય રીતે વધુ ખર્ચ કરાવનાર બને, આકસ્મિક ખર્ચમાં વધારો કરનાર અને પ્રવાસ કરાવનાર બને, બુધનું દશમે આગમન ઉધ્યોગ-ધંધામાં લાભ રહે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ અને મુસાફરી ખર્ચ ટાળવા.
મિથુન :- લાભસ્થાનમા રહેલ ચંદ્ર આપના જૂના મિત્રો અને જૂના રોકાયેલા નાણાંથી લાભ આપનાર બને, ધંધાકીય રીતે સારા સબંધોનો તમે લાભ લઈ શકો, બુધનું ભાગ્યસ્થાને આગમન દેવિકૃપાની પ્રાપ્તિ કરાવે.
બહેનો : અધૂરા રહેલા શિક્ષણ કે અન્ય કાર્યો પૂરા થઈ શકે.
કર્ક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાતવર્ગ-રંગ-રસાયણ-કેમિકલ અને ઉધ્યોગ-ધંધામાં સારી આવકઆપનાર બને, નાણાકીય રીતે આઠમા સ્થાને સૂર્ય-બુધ-ગુરુની યુતિ વારસાઈ સંપતિના કાર્ય કરાવે.
બહેનો :- પિતૃપક્ષથી આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય.
સિંહ : ભાગ્યસ્થાન માં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેની મહેનત રંગ લાવે, દૂરના દેશથી આપને સારા સમાચાર મળવાની પૂરી શક્યતાઓ રહે, સાતમા સ્થાને બુધનું આગમન ભાગીદારીમાં તટસ્થ નિર્ણયો લઈ શકો.
બહેનો :- ધર્મકાર્ય અને તીર્થ-યાત્રા, દેવ-દર્શનની ઈચ્છા પૂરી થાય.
કન્યા :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ મંગળની રાશિમાં રહેતા જમીન-મકાનના પત્નીના વારસાના પ્રશ્નો લાવનાર અને ધંધાકીય રીતે સારું રહે, સૂર્ય-બુધ-ગુરુની છ્ઠે યુતિ શત્રુઓ ઉપર વિજય આપવાનું કાર્ય કરે.
બહેનો :-દરેક કાર્યમાં સાવચેતી રાખવી,વાહન ધીમે ચલાવવું.
તુલા: સાતમા સ્થાને ચંદ્ર આપની માનસિક સ્થિરતામાં વધારો કરે, પરંતુ છતાં દરેક નિર્ણયો લેવામાં શાંતચિત્ત થી વિચાર કરવો, સૂર્ય-બુધ-ગુરુની પાચમે યુતિ સંતાનોના કાર્ય બહુજ સરળતાથી પૂરા કરાવે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં આવકારદાયક નિર્ણયો આવે.
વૃશ્ચિક :-છઠ્ઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબતની ફરિયાદ દૂર કરાવે છતાં પણ બિનજરૂરી દોડધામ ન કરવાની સલાહ છે, શત્રુઓ પર વિજય મળે બુધનું ચોથા સ્થાને આગમન નોકરી-ધંધામાં સારું વળતર રહે.
બહેનો :- આર્થિક જરૂરિયાત અને ધાર્મિક કાર્યની ઈચ્છા પૂરી થાય.
ધન :-પાચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સ્નેહસબંધોમાં વધારો કરનાર નવા-નવા મિત્રોનો પરિચય કરાવનાર-સંતાનોના શિક્ષણ માટેના યોગ્ય વિકલ્પો શોધવામાં મદદ કરનાર બને, સૂર્ય-બુધ-ગુરુ ત્રીજે ખુબજ સારી તક લાવે.
બહેનો :-સખી-સહેલીઓ સાથે ખુબજ આનંદની ક્ષણ વિતાવી શકો.
મકર :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સ્થાવર મિલકત -જમીન-મકાન અને ખાસ બાંધકામને લગતા ધંધામાં સારું રહેશે, મોસાળપક્ષથી સારું રહેશે, બુધનું બીજા સ્થાને આગમન નાણાકીય રીતે સારી પરિસ્થિતિ આપે.
બહેનો :- ગૃહુપીયોગી કાર્ય અને ગૃહઉદ્યોગમાં લાભ રહે.
કુંભ :ત્રીજા સ્થાનમાં ચંદ્ર સાહસ અને પરાક્રમમાં વધારો કરાવનાર ધાર્મિક કાર્ય, સેવાકીય પ્રવૃત્તિ અને બીજાને સહાયરૂપ થવાના કાર્ય થાય, સૂર્ય-બુધ-ગુરુની યુતિમાં અગત્યના નિર્ણયો તત્કાલ લેવાય.
બહેનો :- ભાઈ-ભાંડું તરફથી ખુબજ સારો પ્રેમ મળે.
મીન : બીજા સ્થાનમાં ચંદ્ર પારિવારિક જીવનમાં સારું રહે, પરિવાર સાથે નાના-મોટા હરવા-ફરવાના પ્રસંગો ઉભા થાય,આર્થિક દ્રષ્ટિએ સારું રહે,બુધનું બારમાં સ્થાને આગમન અચાનક ધનલાભ મળી રહે.
બહેનો :- પરિવારમાં તમારું આત્મસન્માન-કીર્તિ વધે.
વાસ્તુ:- પાંચમના દિવસે પ્રયાણ કરવાથી વિજયની પ્રાપ્તિ અને સાતમ ના દિવસે પ્રવાસ કરવાથી
ઘણા લાભની પ્રાપ્તિ થાય છે.
Recent Comments