તા-13-03-2022 થી તા-19-03-2022 સુધીનું રાશીફળ.
મેષ :- મદ્યાન પછી ચોથા સ્થાનમા આવી રહેલ ચંદ્ર આપના ભૌતીક સુખ-સગવડમાં વધારો કરનાર બને, માતા તરફથી ખુબજસારો પ્રેમ-સહકાર મળે, બારમાં સ્થાને સૂર્ય વડીલોની બાબતમાં થોડી ચિંતાનો અનુભવ કરાવે.
બહેનો :- વાહનસુખ-મકાનસુખમાં વધારો થાય.
વૃષભ :- ત્રીજા સ્થાનમા ચંદ્રનું આગમન દૂરદેશથી તમારા માટે ભાગ્યોદયની તક લાવનાર બને,ધાર્મિક યાત્રા પૂર્ણ કરાવનાર બને, સાહસમાં વધારો થાય, સૂર્ય લાભસ્થાને આવતા આર્થિક બાબતે લાભદાયી રહે.
બહેનો :- દેવદર્શન-તીર્થયાત્રા અને ધર્મકાર્ય માટે ઉત્તમ રહે.
મિથુન :– બીજા સ્થાને ચંદ્ર પરિવારિક જીવન અને આર્થિક રીતે જીવન અને આર્થિક રીતે તમારી બધી મનોકામના પૂર્ણ કરનાર બને, પરિવાર કે કુટુંબીજનો સાથે સારો વ્યવહાર રહે, સૂર્ય દશમાં સ્થાને આવતા રાજકીય ક્ષેત્ર થી તમારા દરેક કાર્ય થાય.
બહેનો : તમારી વાણીની વિનમ્રતાનો સારો લાભ લઈ શકો.
કર્ક : આપની રાશિમાં ચંદ્રનું મદ્યાન પછી આગમન શાંત વિચારો અને શુભ સંકલ્પો કરાવનાર, દાંપત્યજીવનમાં મધુરતા અને ભાગીદારીમાં પણ સારું પ્રોત્સાહન આપે, સૂર્ય ભાગ્ય-ભુવનમાં રહેતા પરદેશથી લાભ વધે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે ખુબજ સારો સમય આવી શકે.
સિંહ : વ્યયભૂવનમા આવી રહેલ ચંદ્ર આવક-જાવકનું પલડું સમાન રાખનાર, સ્ત્રીવર્ગ ના કાર્યમાં કે મુસાફરી માં ખર્ચ થાય, સૂર્યનું આઠમે આગમન વિલ-વારસના પ્રશ્ન માં સંભાળવું.
બહેનો :- બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ રાખી ખર્ચ ટાળવો.
કન્યા :- લાભસ્થાનમા ચંદ્રનું આગમન તમારા દરેક કાર્યમાં મિત્રો-સ્નેહીઓ અને સ્ત્રીવર્ગનો સાથ સહકાર મળે, નાણાકીય રીતે ખુબજ સારું રહે, સૂર્યનું સાતમે આગમન દાંપત્ય-ભાગીદારીમાં અહંકારનો ત્યાગ રાખવો.
બહેનો :- સખી-સહેલી અને સંતાનોનો વિશેષ સાથ-સહકાર મળે.
તુલા: દશમાં સ્થાને ચંદ્ર સરકારી ક્ષેત્ર અને ઉધ્યોગ ધંધાથી દરેક કાર્ય માં સફળતા સુધી પહોચવાનો રસ્તો અને સાથ-સહકાર મળતા કાર્ય પૂરા થાય, સૂર્યનું છઠ્ઠા સ્થાને આગમન કોર્ટ-કચેરીમાં વિજય મળે.
બહેનો :- પિતૃપક્ષેથી શુભ સમાચાર આનંદમાં વધારો કરે.
વૃશ્ચિક :- ભાગ્યસ્થાનમા ચંદ્ર ભાગ્યની દેવીની કૃપા તમારા પર ઊતરતી જણાય, આયાત-નિકાસના ધંધામાં તેજીનો માહોલ ઊભો થઈ શકે, સૂર્યનું પાચમાં સ્થાને ભ્રમણ આવતા સંતાનો માટે સારી પ્રગતિ લાવે.
બહેનો :- ભાઈ-ભાંડુંના કાર્ય માટેના પ્રત્યનો સફળ થાય.
ધન :- આઠમાં સ્થાનમાં ચંદ્ર વાણી-વર્તન અને વ્યવહાર ખુબજ સારી રીતે રાખવા પ્રયત્ન કરશો તો જરૂર સફળ થશે, નાણાકીય ચીંતા હળવી રહે, સૂર્યનું ચોથા સ્થાનમાં આગમન સ્થાવર મિલકતનું સુખ વધારનાર બને.
બહેનો :- દરેક બાબતમાં તમારી કાળજી તમારું રક્ષણ કરશે.
મકર :- સાતમાં સ્થાને સ્વગૃહી ચંદ્ર દાંપત્યજીવનમાં અગત્યના નિર્ણયો લેવામાં સરળતા આપે, નવા વિચારોને અમલમાં મૂકી શકો, સૂર્યનું ત્રીજે આગમન આત્મવિશ્વાસથી ભરપુર બનાવે.
બહેનો :- મનોકામનાની પૂર્તિ થાય,વિચારો શ્રેષ્ઠ રહે.
કુંભ :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ જુના રોગોમાંથી મુક્ત થવાનો અવસર મળે પરંતુ છતાં કાળજી રાખવી પડે, મોસાળના કાર્ય થાય, સૂર્યનું બીજે ભ્રમણ પારિવારિક જીવનમાં શાંતિપૂર્વક વર્તન રાખવું.
બહેનો :- સ્ત્રી-રોગો અને અન્ય બીમારીમાં સાચવવું.
મીન : પાંચમાં સ્થાને આવી રહેલ ચંદ્ર સંતાનો માટેના કાર્ય-શિક્ષણ ને લગતી કામગીરી અને નવા નવા સબંધો બનાવવામાં મદદરૂપ બને, આપની રાશિમાં સૂર્ય અંદર રહેલી ઉર્જા મજબુત થતા સારા નિર્ણયો લેવામાં સહાયરૂપ બને.
બહેનો :- નવી ઓળખાણોનો ભવિષ્યમાં સારો લાભ મળે.
વાસ્તુ:- દશમી તિથિએ યાત્રા-પ્રવાસ-પ્રયાણ કરવાથી માર્ગ શત્રુરહિત અને સર્વ રીતે અનુકુળ રહે છે.




















Recent Comments