તા-20-03-2022 થી તા-26-03-2022 સુધીનું રાશીફળ.
મેષ :- સાતમા સ્થાનમા આવી રહેલ ચંદ્ર આપના માટે નવી ભાગીદારીના દ્વાર ખિલાવનાર, આનંદ-પ્રમોદ અને દાંપત્યજીવનમા પ્રેમ આપનાર, બુધનું સૂર્ય સાથે બારમાં સ્થાનમા આગમન આકસ્મિક ખર્ચ આપી શકે.
બહેનો :-લગ્નઇચ્છુકો માટે સુંદર પાત્રની પસંદગી શક્ય બને.
વૃષભ :- છઠ્ઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ શુક્રની રાશિમાં થતાં ગુપ્તરોગો-પથરી-મૂત્રમાર્ગના રોગોમાં સાચવવું,બિનજરૂરી દોડધામ અટકાવવી,
સૂર્ય-બુધનું લાભ સ્થાને આગમન ધનપ્રાપ્તિના યોગો ઊભા કરાવનાર બને.
બહેનો :- આરોગ્ય બાબતમાં બેદરકાર ન રહેતા આરોગ્ય સાચવવું.
મિથુન :– પાચમાં સ્થાને ચંદ્રનું આગમન નવા-નવા સ્ત્રી-મિત્રોનો પરિચય કરાવનાર, સંતાનોના શિક્ષણ માટેયોગ્ય સલાહ-સૂચન પ્રાપ્ત કરાવે, બુધનું દશમાં સ્થાને ભ્રમણ આવતું હોય આર્થિક રીતે સારું બળ મળે.
બહેનો : જૂનામિત્રો-સખી-સહેલી થી વાતચીત કે મળવાનો આનંદ રહે.
કર્ક : ચોથા સ્થાને શુક્રની રાશિમાં આવી રહેલ ચંદ્ર સુખ-સગવડ અને આનંદ-પ્રમોદ આપનાર, વાહનસુખ કે અન્ય ભૌતિક સુખમાં વધારો કરનાર, બુધનું ભાગ્યભુવનમાં આગમન ભાગ્યની દેવી કૃપા કરે.
બહેનો :-માતા-પિતા તરફથી પૂર્ણ સહયોગ કાર્યની સિદ્ધિ આપે.
સિંહ : ત્રીજસ્થાનમાં આવી રહેલ ચંદ્ર નું ભ્રમણ સપ્તાહના પ્રારંભમાં અંદર રહેલી આત્મશક્તિ અને હિમ્મત અને પરાક્રમને પ્રગટ કરવાનું બળ આપે, સૂર્ય-બુધનું આઠમે ભ્રમણ લખાણ કે સાક્ષી થવામાં સાચવવું.
બહેનો :- ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થાય.
કન્યા :- બીજાસ્થાનમાં આપની રાશિમાંથી જઈ રહેલ ચંદ્ર પરિવારિક જીવનમાં આનંદ-હરવા-ફરવાનો ઉત્સાહ અને નાણાકીય રીતે પણ સારી સગવડ આપે, બુધનું સાતમે આગમન ભાગીદારોમાં અગત્યના કોઈ નિર્ણયો ન લેવા.
બહેનો :- પ્રવાસ-પર્યટન અને પરિવારજનો થી આનંદ વધે.
તુલા: આપની રાશિમાં ચંદ્રનું આગમન આપના વ્યક્તિત્વ અને આકર્ષણને વધારનાર , લગ્નઇચ્છુકો માટે સારો સમય લાવનાર બને, બુધનું છઠે નીચરાશિમાં આગમન કોર્ટ-કચેરીની બાબતમાં તકેદારી રાખવી.
બહેનો :- મનની શાંતિ અને સુંદર વિચારો પ્રાપ્ત થાય.
વૃશ્ચિક :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્રનું આગમન બિનજરૂરી ખર્ચ-ખરીદી પર કાપ મુકશો તો થોડું હળવું રહેવાનુ બનશે, પરિવાર માટે ખર્ચ વધે, સૂર્ય-બુધની યુતિ પાચમાં સ્થાને શિક્ષણ સબંધિત સારા લાભ આપે.
બહેનો :- જરૂર પૂરતી ખરીદી અને ખર્ચ કરવા.
ધન :- લાભસ્થાને આવી રહેલ ચંદ્ર સપ્તાહના પ્રારંભમાં ખુબજ સારા લાભ આપી શકે, જૂના ફસાયેલા કે રોકાયેલા નાણાં પરત લાવવામાં પણ મદદ મળે, સૂર્ય-બુધ ચોથા સ્થાને આગમન ઉધ્યોગ-ધંધામાં સારી પ્રગતિ કરાવનાર બને.
બહેનો :- શિક્ષણને લગતી સમસ્યા દૂર કરી શકો.
મકર :- દશમાં સ્થાને ચંદ્ર નોકરિયાત વર્ગ-ગૃહઉધ્યોગ ના ધંધામાં સારી આવક વધારે, રાજકીયક્ષેત્રથી પણ ધંધાકીય કાર્યને પ્રોત્સાહન મળે, સૂર્ય-બુધ ત્રીજે અધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ મળે.
બહેનો :-તમારી અંદર રહેલી કલાત્મક શક્તિને પ્રગટ કરવાનો અવસર મળે.
કુંભ :-આઠમા સ્થાને ચંદ્રનું આગમન વાણી-વર્તન પર મીઠાસ રાખી દરેક ક્ષેત્રમાં આગળ વધવું,વાદ-વિવાદથી બચવું, ધંધાકીય ક્ષેત્રમાં આવક સારી રહેતા સારું સૂર્ય-બુધની યુતિ આપની રાશિમાં અગત્યના નિર્ણયો લેવડાવે.
બહેનો :-ભાઈ-ભાંડુ તરફથી દરેક કાર્યમાં સાથ-સહકાર મળે.
મીન : ચોથા સ્થાનમા ચંદ્ર ખેતીવાડી-બાગ-બગીચા-ફાર્મહાઉસ કે અન્ય સ્થાવર મિલકતનું સુખ મેળવી શકો, નાણાકીય દ્રષ્ટિએ સમય સારો રહે, સપ્તાહના મધ્યમાં મિત્રોને મળવાનું થતાં ખુશીમાં વધારો થાય.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી-કોઈના વિશ્વાસમાં ન આવવું.
વાસ્તુ:-એકાદશીના દિવસે પ્રયાણ-પ્રવાસ કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે અને યાત્રા-પ્રવાસ શાંતિથી પૂર્ણ થાય છે.
Recent Comments