ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-27-03-2022 થી તા-02-04-2022 સુધીનું રાશીફળ.

મેષ :- દશમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ શનિ મહારાજ સાથે રહેતા ઉધ્યોગ-ધંધામાં કે લોખંડ ના ધંધામાં સાવધાનીપૂર્વકના નિર્ણયો કરવા, નાણાં નું રોકાણ સમજી-વિચારીને કરવું , સપ્તાહના અંતમાં શુક્ર લાભસ્થાને આવતા સ્ત્રી-વર્ગથી લાભ મળે.
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય-નોકરિયાત વર્ગને સંભાળવું.

વૃષભ :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિકવૃત્તિઓ અને ધર્મકાર્યમાં પ્રર્વૃત રાખે, સામાજિક અને સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા મળે, પરદેશથી સારું કાર્ય થાય, શુક્રનું દશમાં સ્થાને આગમન આગામી સમયમાં દૈવી કાર્ય થાય.
બહેનો :-ધર્મકાર્ય દ્વારા અંદરની ઉર્જા જાગૃત કરવાનું બળ મળે.

મિથુન :- આઠમા સ્થાને ચંદ્ર-શનિ ની યુતિ રહેતા વાણી ઉપર બહુજ નિયંત્રણ રાખવાની જરૂર પડશે, બિનજરૂરી વાદ-વિવાદ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું, શુક્રનું ભાગ્યભુવનમા આગમન આગામી સમયમાં દૈવી કાર્ય થાય.
બહેનો :- આપના વાણીનો પ્રભાવ સાચવીને રાખવો-મૌન રહેવું.

કર્ક :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન અને ભાગીદારીમાં બહુજ સમજી-વિચારીને વર્તન કરવું, આપનું દરેક કાર્ય શાંત ચિત્તે પૂર્ણ કરવું, શુક્રનું આઠમા સ્થાને આગમન સ્ત્રી-વર્ગથી વાદ-વિવાદથી બચવું જરૂરી.
બહેનો :-બિનજરૂરી ચિંતાઓ મનમાંથી દૂર રાખવી-શાંત રહેવું.

સિંહ :-છઠ્ઠા સ્થાને ચંદ્ર-શનિની યુતિ કોર્ટ-કચેરી, મામા-માસીના કામ માટે વ્યર્થ દોડ-ધામ કરાવનાર હોય આરોગ્ય બાબત તકેદારી રાખવી, શુક્રનું સાતમે આગમન પત્નીથી ખુબજ સહકાર મળે.
બહેનો :-સ્ત્રી-રોગો કે અન્ય બીમારીઓમાં સાવધાની રાખવી.

કન્યા :-પાચમાં સ્થાને ચંદ્રનુ ભ્રમણ સંતાનોના અભ્યાસ અંગેની થોડી ચિંતાઓ રખાવે પરંતુ જૂના મિત્રોનો સહયોગ મળતા તે ચિંતા દૂર થાય, શુક્રનું છઠે આગમન ગુપ્તમાર્ગના રોગો પરેશાની આપે.
બહેનો :-સખી-સહેલીઓના સંતાનો માટે સમય આપવો પડે.

તુલા :- ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભૌતિકસુખો માટેની ઈચ્છાપૂર્તિ કરનાર- ખેતીવાડી-બાગ-બગીચા કે પાણીને લગતા કાર્ય થાય, શુક્રનું પાચમે આગમન નવા-નવા સ્નેહસબંધો-સ્ત્રી-મિત્રો આપે.
બહેનો :- માતૃપક્ષે શુભ પ્રસંગોનું આયોજન થાય-આનંદ વધે.

વૃશ્ચિક :-ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભાઈ-ભાંડુ તરફથી તમારા કાર્ય માટે હિમ્મત અને સાહસ વધારવાનું બળ મળે, પરદેશને લગતા કાર્યો થાય, શુક્રનું ચોથા સ્થાને આગમન ભૌતિક સુખ-સગવડ વધારે.
બહેનો :- વર્ષોથી અધૂરી રહેલી દેવ-દર્શનની ઈચ્છા અચાનક પૂર્ણ થાય.

ધન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવન અને કૌટુંબિક જીવનમાં કોઈપણ વાત-ચિતમાં ઉગ્રતાનો ત્યાગ કરવો, આવકમાં મધ્યમ રહે, શુક્રનું ત્રીજે આગમન વડીલ બહેનોથી પ્રેમ અને સહકાર મળે.
બહેનો :- તમારી અંદર રહેલી ધૈર્યશક્તિની પરીક્ષા થાય.

મકર :- આપની રાશિમાં શનિમહારાજ સાથે ચંદ્રની યુતિ રહેતા બહુજ સાચવીને સમય પસાર કરવા પ્રયત્ન કરવો, લગ્નજીવનમાં સારું રહે શુક્રનું બીજા સ્થાનમાં આગમન આવક વધારવામાં મદદ મળે.
બહેનો :-શાંતચિત્તે દરેક કાર્ય કરવું, દરેક વાત સમજી વિચારીને જવાબ આપવો.

કુંભ :-બારમાં વ્યયભુવનમાં ચંદ્ર આવક કરતા જાવક વધારી શકે એટલે ધ્યાન રાખવું, બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું, ધંધાકીય પ્રવાસની પૂરી શક્યતા રહે, શુક્ર આપની રાશિમાં દાંપત્યજીવનમાં મીઠાશ-લગ્નઇચ્છુકો માટે ખુબ સારી વાત લાવે.
બહેનો :-કોઈપણ વસ્તુની ખરીદી ખર્ચ કરવામાં સંભાળવું.

મીન : લાભસ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપનાર, જુના રોકાયેલ કે ફસાયેલ નાણાપરત લાવનાર, સ્ત્રી-વર્ગ-વડીલ-બુજુર્ગ વર્ગથી સારો લાભ રહે, શુક્રનું બારમે ભ્રમણ ભૌતિકતા માટે ખર્ચ થાય.
બહેનો :- અધુરી રહેલી મનોકામના અને આકાંશા પૂર્ણ થાય.

વાસ્તુ:-દર બુધવારે કપાસિયા તેલનો દીવો કરી કેતુ સ્ત્રોતનો પાઠ કરવાથી ઘરમાં રહેલ દોષો દુર થાય છે.

Related Posts