તા-03-04-2022 થી તા-09-04-2022 સુધીનું રાશીફળ.
મેષ :- આપની રાશિમાં ચંદ્ર નું ભ્રમણ આપના વિચારોમાં એક અનેરી ઉર્જા લાવનાર, લગ્નઇચ્છુકો માટે સારો સમય લાવનાર , બુધનું આપની રાશિમાં આગમન નવી ભાગીદારી , મંગળ લાભસ્થાને આવતા અનેક પ્રકારના લાભ આપનાર બને.
બહેનો :- દાંપત્યજીવનમાં ખુબજ સારી હુફ મળે, આત્મશક્તિ વધે.
વૃષભ :- વ્યયસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા જમીન-મકાન કે અન્ય સ્થાવર મિલકતો બાબત ખર્ચ વધારે થાય, બુધ પણ બારમે આવતા ખર્ચ વધારે , બુધ પણ બારમે આવતા ખર્ચ વધારે, મંગળનું દશમે આગમન રંગ-રસાયણ- કેમિકલમાં લાભ રહે.
બહેનો :- આપની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ખર્ચ થાય.
મિથુન :- લાભસ્થાને ચંદ્ર નું ભ્રમણ અનેક પ્રકારના લાભ આપનાર, નવા મિત્રોનો પરિચય આપનાર બને, મંગળનું ભાગ્યસ્થાને આગમન પરદેશથી સારો લાભ અપાવે, બુધ લાભસ્થાને આવતા ધનલાભ મળે.
બહેનો :- સંતાનોના શિક્ષણ પાછળ વધુ સમય આપવો પડે.
કર્ક :- દસમા સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરિયાત વર્ગ -જમીન-મકાનની લે-વેચ ના ધંધાદારી વ્યક્તિઓ માટે ખુબજ સારો સમય આપે, મંગળનું આઠમા સ્થાને આગમન વાહન ધીમું ચલાવવું, બુધ દશમે ઉધ્યોગમાં લાભ.
બહેનો :- પિતૃપક્ષે ધાર્મિક પ્રસંગોનો આનંદ મળે.
સિંહ :-ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ મંગળની રાશિમાં રહેતા આયાત-નિકાસ- ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના કાર્ય અને ધંધામાં સારું રહે, મંગળનું સાતમે ભ્રમણ દાંપત્યજીવનમાં સંભાળવું, બુધ ભાગ્યસ્થાને દૈવી કાર્યનું આયોજન થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસનો આનંદ લઈ શકો.
કન્યા :-આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વિલ-વારસના પ્રશ્નો ઊભા કરાવે, કુટુંબ- પરિવારમાં દરેક વાત-ચિતનો ઉકેલ શાંતિથી લાવવો, આવકનું પ્રમાણ જળવાય , મંગળનું છઠે ભ્રમણ શત્રુઓથી વિજય અપાવે, પરંતુ સાવધાની રાખવી, બુધ આઠમે નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું.
બહેનો :- દરેક કાર્યમાં મન શાંત રાખવું, વિશ્વાસે ન ચાલવું.
તુલા :- સાતમાસ્થાનમા ચંદ્ર દ્રઢ નિશ્ચયતા અને મક્કમ મનોબળ આપે, અંગત જીવનમાં અંગત નિર્ણયો લઈ શકો, મંગળ પાચમે સંતાનોના કાર્ય થાય, બુધ સાતમે ભાગીદારીના ધંધામાં પ્રગતિ કરાવી શકે.
બહેનો :- તમારી દરેક ઈચ્છાપૂર્તિ માટે સમય મળે.
વૃશ્ચિક :-છઠાભુવનમા ચંદ્ર મોસાળપક્ષના કાર્ય માટે વધુ સમય અને દોડધામ રહે ,આરોગ્ય બાબત થોડી તકેદારી રાખવી પડે, મંગળનું ચોથા સ્થાનમાં આગમન સ્થાવર મિલકતના કાર્ય પૂર્ણ થાય, બુધ છઠે ભ્રમણ કરાવે.
બહેનો :- જુના રોગોમાંથી મુક્ત થવાનો માર્ગ મળી શકે.
ધન :- પાચમાં સ્થાને ચંદ્ર જુના મિત્રોની અચનાક મુલાકાત કે સંદેશથી મન ખુબ પ્રફુલ્લિત બને, શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તો કામગીરી વધે, ત્રીજા સ્થાને ભાઈ-ભાંડું થી હુંફ અને બુધ સંતાનની શિક્ષણ સબંધિત ક્રિયાઓમાં મદદ કરે.
બહેનો :- જુના રોગોમાંથી મુક્ત થવાનો માર્ગ મળી રહે.
મકર :- ચોથાસ્થાનમાં ચંદ્ર આપની સુખ-સાહ્યબી વધારનાર ધંધા-ઉદ્યોગ વગેરેમાં સારી આવક આપે, મંગળનું બીજે ભ્રમણ પરિવારથી સારું,બુધ ચોથા સ્થાને ઘણીબધી ઈચ્છા પૂરી.
બહેનો :- માતા-પિતા તરફથી પૂર્ણ સહકાર મળે.
કુંભ :-ત્રીજા સ્થાને ચંદ્ર મંગળની રાશિમાં રહેતા સાહસ-પરાક્રમમાં વધારો કરનાર બને, ધાર્મિક આયોજનો થાય, મંગળનું આપની રાશિમાં ભ્રમણ મગજ શાંત રાખવો, બુધ ત્રીજે ધર્મયાત્રા ને વેગ આપવો.
બહેનો :-ભાઈ-ભાંડુ તરફથી પ્રેમમાં વધારો થાય, ધર્મકાર્ય પૂર્ણ થાય.
મીન : બીજાસ્થાનમા ચંદ્ર આપની આવક માન-સન્માન-કીર્તિમાં વધારો કરે, નવા-નવા વ્યક્તિઓ દ્વારા તમારા કાર્યમાં સહયોગ મળે, મંગળનું બારમે આગમન શત્રુ પર વિજય મળે, બુધ વાણીની તાકાતમાં વધારો કરે.
બહેનો :- પ્રવાસ-પર્યટન-પીકનીકનો આનંદ મળે, પરિવારથી સારું રહે.
વાસ્તુ:- જન્મકુંડળીમાં સુર્યની પીડા દુર કરવા માટે દરરોજ સૂર્યનારાયણને અર્ધ્ય આપવો, સુર્યનમસ્કાર કરવા પિતાની સેવા કરવી.
Recent Comments