fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-10-04-2022 થી તા-16-04-2022 સુધીનું રાશીફળ.

મેષ :-
ચંદ્ર- ચોથા સ્થાનમા ચંદ્ર ભૌતિકસુખ-માતાનું સુખ આપનાર, સારા કાર્ય થાય.
રાહુ- આપની રાશિમાં આવતા ધાર્મિક ધનલાભ- બિનજરૂરી ખર્ચ થી બચાવશે.
ગુરુ- ધાર્મિક કાર્ય પાછળ-સામાજિક કાર્યમાં ખર્ચ-પરિવારમાં પ્રેમ-નવા ધંધાનો
પ્રારંભ કરાવે.
સૂર્ય- આપની રાશિમાં આવતા આત્મબળ વધારનાર-અવિશ્વાસથી બચવું.
બહેનો :- તમામ સુખ-સગવડોનો આનંદ લઈ શકો.

વૃષભ :-
ચંદ્ર- ત્રીજા સ્થાનમા ચંદ્ર પરાક્રમમાં સાહસમાં વૃદ્ધિ કરાવનાર પ્રેરણા આપનાર બને.
રાહુ- બારમાં ભુવનમાં આવતા ફાયદો ઘણો આપે પરંતુ બિનજરૂરી ખર્ચ કોર્ટ કેસ આપી શકે.
ગુરુ- ધનલાભની અચાનક પ્રાપ્તિ થઈ શકે, વ્યવસાય ક્ષેત્રમાં સફળતા મળે.
સૂર્ય- વડીલોના આરોગ્ય બાબત ચિંતાઓ રહે.
બહેનો :- ધાર્મિક યાત્રાઓ પૂર્ણ કરવાનો અવસર મળે.

મિથુન :-
ચંદ્ર- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ રહેતા ધંધાકીય લાભ આપનાર.
રાહુ- નાણાકીય રોકાણો માટે સારો પરંતુ રાજકીય ક્ષેત્રથી સાચવીને રહેવું.
ગુરુ- સ્થાવર મિલકત સબંધિત ચિંતાઓ ગુરુમહારાજ દશમે આવતા દૂર થાય.
સૂર્ય- લાભસ્થાને આવતા જૂના ફસાયેલ નાણાં પરત આવે.
બહેનો :- પરિવારમાં તમારી વાણીની નમ્રતાનો ઉપિયોગ લાભ કરાવે.

કર્ક :-
ચંદ્ર- આપની રાશિમાં ચંદ્ર મનને શાંત-સુંદર-નિર્મળ બનાવે, સારા વિચારો આપે.
રાહુ- દશમાં સ્થાને રહેતા રાજકારણ-રાજનીતિથી સારું રહે,ધર્મ સાચવવો જરૂરી.
ગુરુ- લગ્નઇચ્છુકો માટે શ્રેષ્ઠ અને ધાર્મિક કાર્યમાં અગ્રેસર રખાવે.
સૂર્ય- દશમાં સ્થાને સૂર્ય પિતૃપક્ષથી ધનલાભની પ્રાપ્તિ થાય.
બહેનો :- દાંપત્યજીવનમાં પ્રેમ-હુંફ વધે.

સિંહ :-
ચંદ્ર- બિનજરૂરી ખર્ચ કે સ્ત્રી-વર્ગ માટે ખર્ચ કરાવનાર બને.
રાહુ- ભાગ્યભુવનમાં રાહુ અંતરાયો દૂર કરે, પરદેશથી લાભની પ્રાપ્તિ કરાવે.
ગુરુ- આરોગ્ય બાબત તકેદારી રાખવી, ધનપ્રાપ્તિ સારી રહે,પ્રવાસ થાય.
સૂર્ય- ભાગ્યસ્થાને આવતા ભાગ્યોદય માટે મહેનત સફળ થાય.
બહેનો :- ભાગ્યસ્થાને આવતા ભાગ્યોદય માટે મહેનત સફળ થાય.

કન્યા :-
ચંદ્ર- લાભસ્થાને ચંદ્ર સ્ત્રીવર્ગ-સ્ત્રી પ્રસાધનો થી ધનલાભ આપે.
રાહુ- આઠમા સ્થાને રાહુનું ભ્રમણ ઉચ્ચસત્તા સ્થાને બેસાડે,અહંકાર છોડવો.
ગુરુ- ઉત્તમ શરીરનું સુખ શારીરિક પીડામાથી મુક્તિ આપે.
સૂર્ય- આઠમા સ્થાને સૂર્ય વડીલોથી વિવાદ ટાળવો.
બહેનો :- સખી-સહેલી-સંતાનથી લાભ રહે, શિક્ષણથી ફાયદો.

તુલા :-
ચંદ્ર- દશમાં ભુવનમાં ચંદ્ર પાણીને લગતા-સફેદ વસ્તુના ધંધામાં ધનલાભ આપે.
રાહુ- દાંપત્યજીવનમાં ખાસ સંભાળવું, કોઈના સાક્ષી કે જામીન થવામાં ધ્યાન રાખવું.
ગુરુ- છઠા સ્થાને ગુરુ જૂના પ્રશ્નોનું નિવારણ લાવે, મોસાળથી મદદ મળે.
સૂર્ય- સાતમે સૂર્ય ભાગીદારીમાં વિશેષ ધ્યાન રાખવું.
બહેનો :- સ્નેહીસ્વજનોના કાર્યમાં સહભાગી થવાનું બને.

વૃશ્ચિક :-
ચંદ્ર- ભાગ્યસ્થાનમાં સ્વરાશિમાં રહેતા ભાગ્યોદયની તક આપે.
રાહુ- છઠા સ્થાને શત્રુઓ ઉપર વિજય અપાવે, ધર્મ-ધ્યાન-દાન-પુણ્ય જરૂરી.
ગુરુ- કોઈપણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરશો તો ભોગવવું પડશે.
સૂર્ય- દરેક પક્ષે આપનો વિજય થાય, નોકરિયાત વર્ગ-રાજકારણમાં સાચવવું.
બહેનો :- ધાર્મિક કાર્ય-પરદેશની ઈચ્છા પૂરી થાય.

ધન :-
ચંદ્ર- આઠમા સ્થાનમા ચંદ્ર વારસાઈ કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન મળે.
રાહુ- બીજા ઉપર ભરોસો રાખવા કરતાં જાત પર ભરોસો રાખી આગળ વધવું.
ગુરુ- વર્ષોથી અધૂરી રહેલી સ્થાવર મિલકતની ઈચ્છા પૂરી કરી શકો.
સૂર્ય- સંતાનોના શિક્ષણ અંગે વડીલોની સલાહ મળે.
બહેનો :- પાણીવાળી જગ્યાએ ખુબજ સાવધાની રાખવી.

મકર :-
ચંદ્ર- દાંપત્યજીવન-ભાગીદારીમાં શાંતિ રહે નવા કાર્યને વેગ મળે.
રાહુ- ચોથા સ્થાને રાહુનું આગમન તમારી સાવધાની આટલી સલામતી વધારે.
ગુરુ- ત્રીજા સ્થાને ગુરુ ભાગ્યોદય માટેની મહેનત સફળ થાય.ઈશ્વરમાં શ્રદ્ધા વધે.
સૂર્ય- સંપત્તિ વિષયક કાર્યમાં ધીમી છતાં સારી પ્રગતિ રહે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે સારી વાતચીત આવવાની શક્યતાઓ વધે.

કુંભ :-
ચંદ્ર- છઠા સ્થાનમા ચંદ્ર વાતાવરણની અસરથી બચવું.ધ્યાન રાખવું.
રાહુ- ત્રીજસ્થાનમાં પરદેશથી સારા સમાચાર, પરાક્રમ-સાહસમાં વધારો થાય.
ગુરુ- બીજસ્થાને જતાં પરિવારિક આર્થિક બાબતોમાં સમજદારી વાપરવી.
સૂર્ય- ત્રીજે ધર્મકાર્યનું આયોજન સમૂહના સાથ-સહકારથી પૂર્ણ થાય.
બહેનો :- આરોગ્ય બાબતની બેદરકારી છોડવી, શરીર સાચવવું.

મીન :
ચંદ્ર- પાચમાં સ્થાને ચંદ્ર નવા સ્ત્રી-મિત્રોનો પરિચય કરાવે,સંતાનથી સારું રહે.
રાહુ- બીજાસ્થાનમા આવતા દરેક પરિસ્થિતિમાં મૌન રહેવાનો પ્રયત્ન ઉત્તમ રહે.
ગુરુ- આપની રાશિમાં આવતા તમારા વ્યવસાય ઉપરજ ધ્યાન આપવું, અન્ય લાલચથી દૂર રહેવું.
સૂર્ય- પરિવારમાં તમારું માન-સન્માન વધે તેવા કર્યો થાય.

ચંદ્ર-કર્ક
રાહુ-મેષ
કેતુ-તૂલા
ગુરુ-મીન
સૂર્ય-મેષ

વાસ્તુ:-ગ્રહોની ખરાબ પરિસ્થિતિમાં ઇષ્ટમંત્ર-ગુરુમંત્ર-શિવઉપાસના કરવાથી શાંતિ મળે છે.

Follow Me:

Related Posts