તા-1-05-2022 થી તા-7-05-2022 સુધીનું રાશીફળ.
મેષ :- આજ રાત્રી સુધી ગ્રહણના પ્રભાવમાં રખાવનાર ચંદ્ર સ્મરણશક્તિ અને નિર્ણયો લેવામાં તકલીફ આપે, અગત્યના કાર્ય બહુ જરૂરી હોય તે કરવા, સપ્તાહના મધ્યમાં સારું રહે, સપ્તાહના અંતમાં તમારા બળે નિર્ણયો આવે.
બહેનો :- દામ્પત્યજીવન અને દરેક કાર્યમાં સંભાળીને ચાલવું.
વૃષભ :- બારમાં સ્થાનમાં ચાલી રહેલ સૂર્ય-ચંદ્ર-રાહુની યુતિ આવક કરતા જાવકનું પ્રમાણ વધારે, બિનજરૂરી ખર્ચ કે મુસાફરીના પ્રસંગો ઉભા થાય, સપ્તાહના મધ્યભાગમાં યોગ્ય રસ્તાઓ નીકળતા રાહત રહે.
બહેનો :- મુસાફરી દરમિયાન ખુબજ કાળજી રાખવી પડે.
મિથુન :-લાભસ્થાનમાં ચંદ્ર મંગળની રાશિમાં રહેતા જુના મિત્રો સાથેના સબંધો ખરાબ ન થાય આ વાતનું ખાસ ધ્યાન રાખવું, નાણાકીય રીતે થોડી ઓછી ચિંતા રહે, સંતાન બાબતના પ્રશ્નોમાં વડીલોથી મદદ મળે.
બહેનો :- સંતાનોના અભ્યાસ બાબત વધુ કાળજી રાખવી, ધ્યાન આપવું.
કર્ક :-દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય બાબત અને ઉદ્યોગ ક્ષેત્રના પર્શ્નોમાં થોડી ઉલજન રહે પરંતુ સપ્તાહના પ્રારંભ પછી દરેક કાર્ય આસાનીથી પુરા થાય, પીતૃપક્ષેથી પૂરો સહકાર મળી શકે તેમ છે.
બહેનો :- શુભ પ્રસંગે સ્વજનોની મુલાકાત આનંદ આપે.
સિંહ :- ભાગ્યભુવનમાં ચાલી રહેલી સૂર્ય-ચંદ્ર-રાહુની યુતિ પરદેશથી તમારા માટે ભાગ્યોદયની તક લાવનાર, સપ્તાહના મધ્યમાં નોકરિયાત વર્ગ માટે સારું પ્રમોશન અને ધંધામાં આવક આપે.
બહેનો :- ધાર્મિક સંસ્થાઓ , સામાજિક કાર્યમાં મન-સન્માન વધે.
કન્યા :-આઠમાં સ્થાને સૂર્ય-ચંદ્ર-રાહુની યુતિ આપની વાણી અને વિચારો ઉપર પ્રભાવ આપતી હોય બધાજ કાર્ય શાંત ચિત્તે અને એકગ્રતાથી પૂર્ણ કરવા , સપ્તાહના મધ્યભાગમાં ખુબજ સારા સમાચાર મળે.
બહેનો :- વાહન ચલાવવામાં અને હાલતા-ચાલતા સંભાળવું.
તુલા :-સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવન લગ્નજીવન અને ભાગીદારીમાં તમારા શબ્દોનું મહત્વ વધારે રહેશે, એટલે શું બોલવું, શું કહેવું એ બાબતે વિચારવું,મધ્યમાં સમય સુધરે.
બહેનો :- લગ્નવિષયક નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી.
વૃશ્ચિક :-છઠા સ્થાનમાં સૂર્ય-ચંદ્ર-રાહુની યુતિ મોસાળપક્ષના કાર્ય માટે કે કોર્ટ-કચેરી અન્ય બાબતમાં કાર્યમાં વ્યસ્ત રખાવે,થાકનો અનુભવ થાય, સપ્તાહના મધ્યમાં દરેક કાર્ય બહુજ આસાનીથી પુરા કરી શકો, સપ્તાહના અંતમાં સારું.
બહેનો :- સ્ત્રી-રોગો- હરસ-મસા કે અન્ય રોગોમાં સંભાળવું.
ધન :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મંગળની રાશિમાં રહેતા સંતાનોના અભ્યાસ અર્થે નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી થાય, સપ્તાહના મધ્યમાં દરેક કાર્ય બહુજ આસાનીથી પુરા કરી શકો, સપ્તાહના અંતમાં સારું.
બહેનો :- જુના મિત્રો-સખી સહેલી સાથે સમય વિતાવી શકો.
મકર :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સુખસ્થાનમાં દસ્તાવેજ, બાનાખત કે અન્ય સ્થાવર મિલકતના કાર્યમાં થોડું વિચારી ને પછી કરવા, સપ્તાહના મધ્યમાં અચાનક દરેક કાર્ય પુરા થાય.
બહેનો :- માતા-પિતા તરફથી સારા સમાચાર મળે.
કુંભ :- ત્રીજા સ્થાનમાં સૂર્ય-ચંદ્ર-રાહુ સાથે રહેતા આપના સાહસ-પરાક્રમમાં વધારો થાય, પરદેશને લગતી કામગીરીમાં વેગ આવે, સપ્તાહના મધ્યમાં ભૌતિક સુખ-સગવડો અને ઇચ્છાઓની પૂર્તિ થાય.
બહેનો :- ધાર્મિકયાત્રા-પ્રવાસ-દેવદર્શનનો લાભ મળે.
મીન:- બીજા સ્થાનમાં ચંદ્ર આવક અંગેની અનિશ્ચિતતા ક્યારેક વધારે ક્યારેક ઓછી આવક આપે, પરિવારજનો સાથે પ્રવાસ- પર્યટન થાય, આપની વિનમ્ર વાણીનો ઉપયોગ સમાજમાં નવી છાપ ઉભી કરે.
બહેનો :- પરિવારજનો સાથે આનંદ અને ઉલ્લાસથી સમય પસાર થાય.
વાસ્તુ:- કુંડળીમાં મંગલદોષ કે મંગલ અશુભ થતો હોય તો ગણપતિ ઉપાસના મંગલ સ્ત્રોત અને અંગારક સ્ત્રોતનો પાઠ કરવો, ગાય ને ગોળ-રોટલી હાથમાં રાખી ખવડાવવા.
Recent Comments