તા-08-05-2022 થી તા-14-05-2022 સુધીનું રાશીફળ.
મેષ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પોતાની સ્વગૃહી રાશિમાં રહેતા ખુબજ સારી ભૌતિક સુખ-સગવડો વધારનાર, માત્રુસુખ આપનાર બને, સૂર્યનું બીજે ભ્રમણ પારિવારિક જીવનમાં વડીલોની સલાહ સૂચનનું પાલન કરવું જરૂરી.
બહેનો :- માતૃપક્ષ-મોસાળપક્ષે જવાનું થાય-પ્રસંગો સચવાય.
વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ વૃદ્ધિ કરાવનાર, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આપનું મહત્વનું યોગદાન કરાવનાર બને, સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ આવતા નિર્ણયો લેવામાં ઝડપ આવે.
બહેનો :-ધાર્મિક યાત્રા-પ્રવાસનો આનંદ લઇ શકો, દેવ દર્શન થાય.
મિથુન :-બીજાસ્થાનમાં ચંદ્ર સ્વગૃહી રહેતા સપ્તાહના પ્રારંભમાં સારી આવક આપે, સપ્તાહના મધ્યમાં સ્વબળે આગળ વધવાની પ્રેરણા આપે, સૂર્યનું વ્યય સ્થાનમાં આગમન વડીલોની બાબતમાં ચિંતા રહે.
બહેનો :- પરિવારમાં તમારી વ્યવહાર કુશળતાના વખાણ થાય.
કર્ક :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ ખુબજ સુંદર વિચારો, સારા કર્યો અને દામ્પત્યજીવનમાં મધુરતા વધારનાર બને, ભાગીદારીના કર્યો પુરા થાય, સૂર્યનું લાભસ્થાને આગમન શુક્રની રાશિમાં થતા અચાનક ધનલાભ આપે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે યોગ્ય પાત્રની પસંદગી થાય, ગૃહિણીને લાભ.
સિંહ :- વ્યયસ્થાનમાં ચંદ્ર જળમાર્ગ કે અન્ય બાબતમાં ખર્ચનું પ્રમાણ વધે, પ્રવાસ-મુસાફરી કરવામાં પણ નાણા નો વ્યય થાય, સૂર્યનું દશમે આગમનપિતૃપક્ષ-રાજનીતિ-સરકારી કાર્યનો લાભ મળે.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્યની કાળજી લેવી.
કન્યા :-લાભસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અગાઉ રોકાયેલા નાણાનું હવે પૂરું થાય, સંતાનોના કાર્યો પણ સરળતાથી પુરા થાય, સૂર્યનું ભાગ્યસ્થાને આગમન પરદેશથી સારી તક આવે.
બહેનો :- સખી-સહેલી-મિત્રો ની અચાનક મુલાકાત ખુશી વધારે.
તુલા :-દસમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નોકરિયાત વર્ગ માટે ઉચ્ચસ્થાનની અપેક્ષાઓ પૂર્ણ કરાવે, બદલી-બઢતીના ચાન્સ વધે, સૂર્યનું આઠમાં સ્થાને આગમન દરેક નિર્ણય સાવચેતીપૂર્વકના લેવા.
બહેનો :- ગૃહઉપીયોગી ધંધામાં કાર્યક્ષેત્રનો વિકાસ થાય.
વૃશ્ચિક : ભાગસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યદેવીની કૃપા વરસતી રહે, ધાર્મિક સામાજિક કાર્યમાં આપનું યોગદાન આપવાનો આનંદ વધે, સાતમાં સ્થાને સૂર્ય-ભાગીદારી-દામ્પત્યજીવનમાં અહમ ત્યાગવો.
બહેનો :- નાના ભાઈ-બહેનોને હિંમતમાં વધારો કરી શકો.
ધન :- આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવારજનો સાથે નાના-મોટા પ્રવાસ-પર્યટન નું આયોજન અત્યારથી કરી શકો, નદી-સરોવર કે અન્ય પાણીવાળા સ્થળની મુલાકાત થાય, સૂર્ય છઠે શત્રુજીત બનાવે.
બહેનો :-દરેક કાર્યમાં શાંતિ ધીરજ એકાગ્રતા રાખવી.
મકર :- સાતમાં સ્થાનમાં સ્વગૃહી ચંદ્ર દરેક કાર્ય બહુજ આસાનીથી પુરા થાય, મનની શાંતિ અને નિર્ણયો લેવામાં ઝડપ આવે, સૂર્યનું પાંચમે આગમન વડીલ મિત્રોથી મુલાકાત થાય.
બહેનો :- લગ્નજીવનમાં પ્રેમ-હૂફ અને સારા પરિણામો આવે.
કુંભ :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જુના રોગોમાંથી થોડી-થોડી મુક્તિ મળતી જણાય છતાં વાતાવરણ પ્રમાણે ધ્યાન રાખવું પડે, સૂર્ય ચોથા સ્થાને સ્થાવર મિલકતો સબંધિત તમામ કાર્ય આસાન બને.
બહેનો :- સ્ત્રી-રોગો આંખના રોગોમાં થોડું સંભાળવું.
મીન:- પાંચમાં સ્થાને ચંદ્ર સંતાનોના અભ્યાસ અંગેની ચિંતાની હળવી થાય, જુના મિત્રોની મુલાકાત અચાનક આનંદ આપે, આર્થીક રીતે સારી આવક રહે, સુર્યનું ત્રીજે આગમન સાહસવૃદ્ધી કરાવે.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણકાર્યને પુરા કરવાની તક મળે.
વાસ્તુ:- જન્મકુંડળીમાં બુધ નબળો રહેતો હોય તો બુધમંત્રના જાપ, ગાયને લીલું ઘાસ અને લીલીવસ્તુનું દાન કરવું.
Recent Comments