ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-22-05-2022 થી તા-28-05-2022 સુધીનું રાશીફળ.

મેષ :- દશમાં સ્થાનમા મધ્યાહન સુધી ચંદ્રનું ભ્રમણ લોખંડ, ખનીજ અને બાંધકામના ક્ષેત્રમાં સારી આવક આપે, નોકરિયાત વર્ગને સારા સમાચાર મળે, શુક્રનું આપની રાશિમાં ભ્રમણઆનંદ-ઉત્સાહ વધારે.
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય, પ્રસંગો સાચવી શકો.

વૃષભ :- ભાગ્ય અને કર્મસ્થાન વચ્ચે ચંદ્રનું ભ્રમણ ધાર્મિક અને સમાજને લગતા કાર્ય પૂરા ઉમંગથી પૂરા થાય, ઉધ્યોગ-ધંધામાં સારું રહે, શુક્રનું બારમે ભ્રમણ તમારા અંગત જીવન માટે ખર્ચનું પ્રમાણ વધારે.
બહેનો :- ભાગ્યની દેવી કૃપા કરતી હોય તેવું થાય.

મિથુન :- આઠમા સ્થાને મધ્યાન સુધી ચંદ્ર શનિની રાશિમાં રહેતા ખાસ પાણીવાળી જગ્યાએ સાવધાની રાખવી, બહુ જરૂર પૂરતું બોલવું, શુક્રનું લાભસ્થાને આગમન સ્ત્રી-વર્ગથી ખુબજ સારો લાભ મળી શકે.
બહેનો :- દરેક બાબતમાં ધીરજ-કાળજી અને ચોકસાઇ રાખવી.

કર્ક :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દાંપત્ય-જીવન ભાગીદારીમાં ખૂબ સાચવીને નિર્ણય કરવા, સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર આઠમા સ્થાને રહેતા કોઈના જામીન-સાક્ષી થવું નહીં, શુક્રનું દસમે આગમન સ્ત્રી-પ્રસાધનો, સ્ત્રી-સૌદર્યના ધંધામાં લાભ રહે.
બહેનો :- નિર્ણયો લેવામાં બિલકુલ ઉતાવળ ન કરવી, શાંતિ રાખવી.

સિંહ :- છટ્ઠા સ્થાનમાં ચાલી રહેલ ચંદ્ર મધ્યાન પછી સાતમા સ્થાને આવતા ઘણી બધી શારીરિક-માનસિક રાહતનો અનુભવ કરાવશે, શુક્રનું ભાગ્યસ્થાનમા ભ્રમણ દૈવી કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે.
બહેનો :- આરોગ્ય બાબતની ફરિયાદ ધીમે-ધીમે ઓછી થાય.

કન્યા :- પાચમાં અને છઠા સ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના કાર્યમાં-મિત્રોના કાર્યોમાં વ્યસ્ત રખાવે, આરોગ્ય બાબત સારું રહે, શુક્રનું આઠમે આગમન સ્ત્રીઓથી વિવાદ ટાળવો.
બહેનો :- જૂના રોગોમાં આંશિક રાહત મળે, મુસાફરી થાય.

તુલા : સુખ-સગવડો માટેના તમારા પ્રયત્નોને વધુ મહેનત સાથે કરનાર ચંદ્ર સંતાનોના અભ્યાસ માટે વડીલો-મિત્રોનો સહયોગ મળે, શુક્રનું સાતમે આગમન લગ્નઇચ્છુકોની મનોકામના પૂરી થાય.
બહેનો :- અધૂરા રહેલા અભ્યાસક્રમને આગળ વધારવાની તક મળે.

વૃશ્ચિક : ત્રીજા સ્થાનમાથી સુખસ્થાનમા આવી રહેલ ચંદ્ર ભૌતિક સુખો ખાસ કરીને વાહનનું સુખ, જમીન-મકાન-સ્થાવર મિલકત આપે, શુક્ર છઠા સ્થાને આવતા ગુપ્તમાર્ગના રોગોમાં થોડું ધ્યાન રાખવું.
બહેનો :- ઇચ્છિત મનોકામનાની પૂર્તિનો આનંદ વધે.

ધન :- બીજા અને ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સાહસવૃદ્ધિ અને પરદેશ્ થી લાભ આપનાર અને સેવાકીય પ્રવૃતિને વેગ આપનાર બને, શુક્રનું પાંચમે આગમન વડીલ સ્ત્રીઓથી ખુબ સારો સહકાર મળે, નવા મિત્રો બંધાય.
બહેનો :-ધાર્મિકતા તરફનું તમારું પ્રયાણ સફળ બને.

મકર :- આપની રાશિમાંથી વિદાય લઇ બીજા સ્થાનમાં જઈ રહેલ ચંદ્ર ઘણા બધા પારિવારિક જીવન-કૌટુંબિક જીવનમાં તટસ્થ નિર્ણયો આપે, શુક્રનું ચોથા સ્થાનમાં આગમન સુખમાં વધારો કરે.
બહેનો :- પરિવારમાં તમારું આત્મસન્માન વધારી શકો.

કુંભ :- બારમાં વ્યય ભુવનમાંથી પસાર થઇ આપની રાશિમાં આવી રહેલ ચંદ્ર ખુબજ શાંત ચિત્તે કાર્ય કરવાની પ્રેરણા અને બળ આપે, શુક્રનું ત્રીજા સ્થાને ભ્રમણ વડીલ ભાઈ-બહેનથી સારું માર્ગદર્શન મળે.
બહેનો :- મનની એકાગ્રતામાં વધારો થાય, પ્રફુલીત્તતા વધે.

મીન:- લાભસ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર ધીમે-ધીમે વ્યય ભુવનમાં જતા થોડા-થોડા ખર્ચ માં વધારો થાય, મુસાફરીના યોગ આવે, શુક્ર બીજા સ્થાને તમારી વાણીનો પ્રભાવ વધતા ધનસુખ વધે.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્યની તકેદારી રાખવી.

વાસ્તુ:- શુક્ર જયારે જન્મકુંડળીમાં નબળો પડે ત્યારે ખાસ કુળદેવીની ઉપાસના-કુવારીકા પૂજન-ચંડી-પાઠ ના પાઠ અને ઓમ શુક્રાય નમઃ ના જાપ કરવા.

Related Posts