તા-05-06-2022 થી તા-11-06-2022 સુધીનું રાશીફળ.
મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સ્વગૃહી રાશિમાં થતા માતૃપક્ષ-મોસાળ ખેતીવાડીથી ખુબ સારો લાભ આપનાર સુખ-શાંતિ માટેના આપના પ્રયત્નો સફળતા આપનાર, પરિવર્તન માટેના નિર્ણયો લેવડાવનાર બને.
બહેનો :- પિયરપક્ષથી સારા સમાચાર આનંદ વધારનાર બને.
વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરદેશથી શુભ-સમાચાર આપનાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સફળ બનાવનાર, નવી દિશા તરફ લઇ જવામાં મદદરૂપ થનાર, અંદરથી આત્મવિશ્વાસ વધારનાર બને.
બહેનો :- સહોદર ભાઈ-બહેનોને મળવાનો અલૌકિક આનંદ રહે.
મિથુન :- બીજા સ્થાનમાં ચંદ્ર આવકની દ્રષ્ટિએ ખુબજ સારા પરિણામો આપે, પરિવાર સાથે પ્રવાસ-પર્યટન નાના-મોટા પિકનિકનું આયોજન થાય, ધંધાકીય ક્ષેત્રમાં તમારી વાણીનો ઉપયોગ કરીને સિફતથી ધંધો થાય.
બહેનો :- તમારી નમ્રતાનો ગુણ પરિવારમાં કીર્તિ વધારે.
કર્ક :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સ્વગૃહી ચંદ્ર મનની શીતળતા અને શાંતિનો અનુભવ કરાવે, પતિ-પત્નીના સબંધો માં મધુરતા અને પ્રેમ વધે, ભાગીદારો સાથે ઘણા બધા ધંધાકીય નિર્ણયો લઇ શકાય.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થાય.
સિંહ :- વ્યયભુવનમાં ચંદ્ર થોડીક નાણાકીય કટોકટી આપે પરંતુ તમારાજ પરિવાર-કુટુંબ માટે ખર્ચ થવાથી એ ખર્ચનો ભાર ન રહે , મુસાફરી કે અન્ય વસ્તુની ખરીદી થાય, આરોગ્ય બાબત થોડી હળવાશ રહે.
બહેનો :- પાણીવાળી જગ્યાએ જવાનું થાય, ખર્ચ વધે.
કન્યા :- લાભસ્થાનમાં ચાલી રહેલ ચંદ્ર સ્ત્રી-વર્ગ, સ્ત્રી-મિત્રો કે અન્ય સ્ત્રી-પત્ની-પુત્રી-માતૃપક્ષથી ખુબ સારા લાભદાયક સમાચાર મળે, મિત્રોથી સારું રહે, નવી-નવી ઓળખાણનો લાભ મળે.
બહેનો :- સખી-સહેલી અને શ્વસુર પક્ષથી સારું રહે.
તુલા:- દશમાં કર્મભુવનમાં ચંદ્ર વેપાર-ધંધા કે નોકરિયાત વર્ગ માટે શુભ બનતા તમારી પ્રગતિના દ્વાર ખોલનાર- વડીલવર્ગ કે અન્ય વિદ્વાન વર્ગનો પૂર્ણ સહયોગ મળતા સારો લાભ મળે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં મજબૂતી આવે.
વૃશ્ચિક : છઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ હજી બપોર સુધી રહેતા હિતશત્રુઓ ઉપર આપ વિજય મેળવી શકો,શત્રુઓની ચાલ ઊંધી પડે, સાતમા સ્થાને ચંદ્રનું ભમણ આવતા પત્ની અને ભાગીદારો સાથે સુમેળભર્યું કામ થાય.
બહેનો :- પિતૃપક્ષે જવાનો આનંદ રહે,સ્નેહીજનોથી સારું રહે.
ધન :- આઠમાં સ્થાને જળતત્વની ચર રાશિમાં રહેલ ચંદ્ર ખાસ તો પાણી વાળી જગ્યાએ જાઓ તો બહુ જ સાવધાની રાખવી, બિનજરૂરી વાદ-વિવાદ ટાળવો.
બહેનો :- કોઈ પણ કાર્ય ધીરજ અને શાંતિથી પૂર્ણ કરવું.
મકર :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પતિ-પત્નીના સબંધોમાં પ્રેમ વધારનાર, આનંદ-પ્રમોદ અને મન ને શાંત રાખનાર બને, સુંદર ને સ્થિર વિચારોના માધ્યમ થી આગળના નિર્ણયો થાય.
બહેનો :- એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરી શકો.
કુંભ :- છઠા સ્થાનમાં ચંદ્ર રોગ-શત્રુ સ્થાનમાં રહેતા થોડી ધીમી ગતિએ દરેક કાર્ય પુરા થશે, હિતશત્રુઓ કે જુના રોગોમાં રાહતનો શ્વાસ લઇ શકશો, કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મેળવી શકો.
બહેનો :- જુના રોગોમાં રાહત થાય, મુસાફરીનો યોગ બને.
મીન:- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ તમારા સ્નેહ-સબંધોમાં આગળ વધી શકો, સ્ત્રી-મિત્રો-જુના મિત્રોની મુલાકાત કરવાનો આનંદ રહે, સંતાનો માટેની શિક્ષણની જવાબદારી હળવી બનતા સારું રહે.
બહેનો :- અધુરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન સફળ થાય.
વાસ્તુ:- જન્મકુંડળીમાં રાહુની પીડા હોય તો ભગવાન ભૈરવ અને શિવજીની ઉપાસના કરવી, કાળા કુતરાને ભોજન કરાવવું, રાહુમંત્ર ઓમ રામ રાહવે નમઃ ના જાપ કરવા, બુધવારે કાળા તલનું સેવન કરવું.
Recent Comments