ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-12-06-2022 થી તા-18-06-2022 સુધીનું રાશીફળ.

મેષ :- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ માનસિક આનંદની અનુભૂતિ કરાવનાર દાંપત્યજીવનમાં પ્રેમ વધારે, સૂર્યનું ત્રીજે આગમન આત્મબળ વધારે, પરદેશથી સારા સમાચાર મળે, શુક્રનું બીજે આગમન આર્થિક રીતે સારું રહે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટેની મનોકામના પૂર્ણ થાય.

વૃષભ :- છઠા સ્થાનમાં ચંદ્ર થોડીક શારીરિક તકલીફોમાંથી આંશિક રાહતનો અનુભવ કરાવનાર બને, સૂર્યનું બીજે ભ્રમણ આવતા ધંધાકીય રીતે મધ્યમ સમય રહે, શુક્રનું આપની રાશિમાં આગમન લગ્નઈચ્છિત યુવાનો અને પરણિત વ્યક્તિઓ બંને માટે સારું રહે.
બહેનો :- સ્ત્રી-રોગો માંથી મુકત થવાનો આનંદ લઇ શકો.

મિથુન :- પાંચમાં સ્થાનમાં સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણના કાર્યને બહુજ સહેલાઇથી પુરા કરે, સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ આવતા સારા કાર્ય પુરા થાય, શુક્રનું બારમે આગમન ખર્ચ વધારે.
બહેનો :-આરોગ્ય બાબત ખુબજ કાળજી લેવી જરૂરી બનશે.

કર્ક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ભૌતિક સુખોમાં વધારો કરે, તમારા સ્વપ્નો પુરા થતા જણાય, સૂર્ય વ્યયભુવનમાં રહેતા વડીલો પાછળ ખર્ચ વધે,શુક્રનું લાભસ્થાને આગમન સ્ત્રી-વર્ગથી લાભ રહે.
બહેનો :-માતા-પિતા તરફથી પૂર્ણ રીતે આનંદ મળે.

સિંહ :- ભાગ્યભુવનમા હજી બપોર સુધી રહેલ ચંદ્ર ભાગ્યોદયની ઉત્તમ તક પૂરી પાડે, અગાઉ કરેલી મહેનતનુ હવે પરિણામ મળતું જણાય, દશમે ચંદ્રનું આગમન ધંધા માટેના કાર્યો પૂરા કરી શકો.
બહેનો :- ધાર્મિકયાત્રા-પ્રવાસ સુખદ્તા થી પૂર્ણ થાય.

કન્યા :- આઠમા સ્થાનમા ચંદ્ર મંગળની રાશિમાં રહેતા વાણી ઉપર નિયંત્રણ ગુમાવશો તો ભવિષ્યમાં એનું પરિણામ ભોગવવું પડે ઍટલે શાંત રહેવું.
બહેનો :- દરેક કાર્યો અને નિર્ણયોમાં સમજણશક્તિ રાખવી.

તુલા:- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ હજી ચાલુ હોય યોગ્ય જીવનસાથીની પસંદગીની શોધ કરતાં હોય તો તે હવે પૂર્ણ થઈ શકે, આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ થોડું સ્ત્રી-વિષયક વિવાદોથી દૂર રહેવું.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં મજબૂતી આવે.

વૃશ્ચિક : છઠા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ હજી બપોર સુધી રહેતા હિતશત્રુઓ ઉપર આપ વિજય મેળવી શકો,શત્રુઓની ચાલ ઊંધી પડે, સાતમા સ્થાને ચંદ્રનું ભમણ આવતા પત્ની અને ભાગીદારો સાથે સુમેળભર્યું કામ થાય.
બહેનો :- સ્ત્રી-રોગો કે અન્ય નાની-મોટી બીમારીમાં રાહત રહે.

ધન :- પાચમાં સ્થાનમા ચંદ્ર સંતાનોના ભવિષ્ય અંગે સારા નિર્ણયો લેવામાં મદદ કરે, જૂના મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થતાં આપની તીવ્ર નિર્ણયશક્તિ જાગૃત થાય, થોડી દોડ-ધામ થાકનો અનુભવ કરાવે.
બહેનો :- શિક્ષણક્ષેત્રથી લાભદાયક સમાચાર મળતા આનંદ વધે.

મકર :- સુખસ્થાનમા મંગળની રાશિમાં ચંદ્ર સ્થાવરમિલકત-જમીન અને મકાનના અટવાયેલા પ્રશ્નોનું સમાધાન મળે, સુખ-સગવડમાં વધારો થાય, જૂના મિત્રોને મળવાનો અને જૂની યાદ તાજી કરવાનો અવસર મળે.
બહેનો :- માતૃપક્ષમાં કે મોસાળપક્ષમાં પ્રસંગોચિત જવાનું થાય.

કુંભ :- બીજા સ્થાનમા ચંદ્ર સાહસ-પરાક્રમ અને આત્મશક્તિમાં વધારો કરે, નવા-નવા સાહસ કરવા માટે મન ઉત્સુક બને, પરદેશથી પણ તમારી ઈચ્છાશક્તિને વેગ મળે, ધાર્મિક કાર્યક્રમો સહજતાથી થાય.
બહેનો :- મનની એકાગ્રતામાં વધારો થાય, પ્રફુલીત્તતા વધે.

મીન:- લાભસ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર ધીમે-ધીમે વ્યય ભુવનમાં જતા થોડા-થોડા ખર્ચ માં વધારો થાય, મુસાફરીના યોગ આવે, શુક્ર બીજા સ્થાને તમારી વાણીનો પ્રભાવ વધતા ધનસુખ વધે.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્યની તકેદારી રાખવી.

વાસ્તુ:- શુક્ર જયારે જન્મકુંડળીમાં નબળો પડે ત્યારે ખાસ કુળદેવીની ઉપાસના-કુવારીકા પૂજન-ચંડી-પાઠ ના પાઠ અને ઓમ શુક્રાય નમઃ ના જાપ કરવા.

Related Posts