કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા-26-06-2022 થી તા-27-07-2022 સુધીનું રાશીફળ.
મેષ :- બીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ઉચ્ચરાશિમાં થતાં આવકની ચિંતા દૂર કરે, પરિવારમાં આનંદથી સમય વ્યતીત થાય, આપની રાશિમાં સ્વગૃહી મંગળ તટસ્થ નિર્ણયો-લગ્ન ઇચ્છુકો માટે ઉત્તમ સમય, બુધ ત્રીજે સૂર્ય સાથે આવતા દરેક કાર્ય જડપથી થાય.
બહેનો :- પરિવારમાં તમારું માન-સન્માન વધે, આનંદમાં વધારો થાય.
વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ મનને પ્રફુલ્લિત રાખનાર પતિ-પત્નીના સબંધોમાં પ્રેમ-મીઠસ અને હુંફ આપનાર, મંગળ બારમે રાહું સાથે આવતા દરેક કાર્યમાં સંભાળવું, બુધ બીજે આર્થિક રીતે સારું રહે.
બહેનો :- મનની ઈચ્છાઓ પૂરી થાય,સુંદર વિચારોથી તાજા રહી શકો.
મિથુન :- બારમાં સ્થાનમા ચંદ્ર પરિવારજનો-મુસાફરી-સ્ત્રીવર્ગ માટે ખર્ચનું પ્રમાણ વધે, મંગળનું લાભસ્થાને ભ્રમણ ખુબજ લાભ આપે, રાશિનો સ્વામિ બુધ સ્વગૃહી થઈ આપની રાશિમાં ભાગીદારીમાં શ્રેષ્ઠ રહે.
બહેનો :- બિનજરૂરી દોડ-ધામ થાકનો અનુભવ કરાવે.
કર્ક :- લાભસ્થાને ચંદ્રનું ભ્રમણ ધંધાકીય રીતે અને મિત્રવર્તુળથી ખૂબ સારો લાભ આપે, મંગળ દશમાં સ્થાને સરકારી-જમીન-મકાનથી ધનલાભ રહે, બુધ વ્યય ભુવનમાં રહેતા ખોટા નિર્ણયો ન લેવાય તે જોવું.
બહેનો :- અગાઉ કરેલા શુભકર્મનું ફળ પ્રાપ્ત કરી શકો,સંતાનથી સારું રહે.
સિંહ :- દસમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ઉચ્ચરાશિમાં ભ્રમણ નોકરિયાત વર્ગ ને બદલી-બઢતીના ચાન્સ વધારનાર, ધંધા માટે ઉત્તમ સમય આપનાર બને, ભાગ્યભુવનનો મંગળ પરદેશથી લાભ રહે, બુધરાશિના સ્વામિ સાથે લાભસ્થાનમાં ખૂબ સારા લાભ આપે.
બહેનો :- પિતૃપક્ષથી સારા સમાચાર મળે, ગૃહોધ્યોગમાં લાભ થાય.
કન્યા :- ભાગ્યસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેની તમારી પ્રતિક્ષા પુર્ણ થાય મંગળનું આઠમા સ્થાને આગમન દરેક રીતે શરીર-વાણી અને વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, બુધ દસમે ખૂબ સારી આવક આપે.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળે.
તુલા:- આઠમા સ્થાનમા ચંદ્ર પત્નીના પિયરપક્ષના ચાલતા પ્રશ્નો માટે તમારી મહેનત સફળ થાય, તમારી વાણીનો પ્રભાવ પડે, મંગળનું સાતમે ભ્રમણ દાંપત્યજીવનમા સંભાળવું, બુધ ભાગ્યસ્થાને દૈવીકાર્ય થાય.
બહેનો :- તમારી વાણીમાં ઉગ્રતાનો પ્રવેશ ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક : સાતમા સ્થાને ચંદ્ર અપરણિત યુવા વર્ગ માટે સારા સમાચાર લઈ આવે, દાંપત્યજીવનમાં સારું રહે, મંગળ છઠા સ્થાને શત્રુઓ ઉપર વિજય અપાવે, આરોગ્યની તકેદારી રાખવી, બુધ આઠમા સ્થાને શત્રુઓ ઉપર વિજય અપાવે, આરોગ્યની તકેદારી રાખવી, બુધ આઠમા સ્થાને બુદ્ધિપૂર્વક વિચારીને નિર્ણયો લેવા.
બહેનો :- સારા કાર્ય કરવાની અંદરથી પ્રેરણા મળતા શુભ કાર્ય થાય.
ધન :- છઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મોસાળપક્ષ-કોર્ટ-કચેરી કે અન્ય વ્યાવહારિક કાર્યો માટે દોડ-ધામ થાય, મંગળ પાચમાં સ્થાને સંતાનના કાર્ય પૂરા થાય, બુધ પાચમે લગ્ન-ભાગીદારી માટે સારો રહે.
બહેનો :- આરોગ્ય બાબતની ફરિયાદ ધીમે-ધીમે દૂર થાય.
મકર :- પાચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટેના રસ્તાઓ ખુલ્લા થાય, મંગલનું ચોથા સ્થાને ભ્રમણ સ્થાવર મિલકતનું સુખ વધારે, બુધ છટ્ઠે કોર્ટ-કચેરીના કાર્યમાં આસાની રહે.
બહેનો :- સખી-સહેલીથી દરેક કાર્યમાં સહકાર મળે.
કુંભ :- ચોથા સ્થાનમા ચંદ્ર માતૃસુખમાં વધારો કરનાર, ખેતીવાડીની જમીન કે અન્ય બાગ-બગીચા માટે ખરીદી થાય, મંગળ ત્રીજે આત્મબળ હિમ્મત વધારનાર , બુધ પાચમે શિક્ષણ ક્ષેત્રથી લાભ રહે.
બહેનો :- માતા-પિતા-મોસાળપક્ષથી શુભ સમાચાર મળે.
મીન:- ત્રીજા સ્થાનમા ચંદ્ર ધાર્મિક ક્ષેત્રે તમારા માન-સન્માન અને શ્રદ્ધામાં વધારો કરે, મંગળનું બીજે ભ્રમણ આવક મધ્યમ રખાવે, બુધનું ચોથા સ્થાને ભ્રમણ ભૌતિક સુખ-સગવડો અને સારી નામના વધારે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી પૂરતો સહયોગ દરેક કાર્યમાં મળે.
વાસ્તુ:- સૂર્યની પ્રસન્નતા મેળવવા માટે વડીલોનો આદર-સન્માન, સૂર્યનારાયણ ને અર્ધ અને સૂર્યનમસ્કાર કરવાથી જન્મકુંડળીમાં સૂર્યનું શુભફળ પ્રાપ્ત થાય છે.
Recent Comments