કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા૧૭-૦૭-૨૦૨૨ થી તા૨૩-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :-
લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શનિની રાશિમાં રહેતા, સપ્તાહના પ્રારંભમાં લોખંડ, ખનીજ, જૂની વસ્તુના કાટમાળ, જૂની વસ્તુની લે વહેચના ધંધામાં સારો લાભ આપનાર, મિત્રો સાથે સેમય વિતાવી શકો.
બહેનો :- સખી-સહેલી, સંતાનોના કાર્યમાં આનંદ વધે.
વૃષભ :-
દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગ – ધંધા સાથે કે અન્ય નોકરીયાત વર્ગ માટે ધીમી છતાં સારી કામગીરી થાય. આર્થિક રીતે ઘણા બધા ફાયદાઓ થઈ શકે. વડીલોથી યોગ્ય સાથ સહકાર, સલાહ ઉપયોગી બને
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય – ગૃહીણીઑ માટે વ્યસ્તતા વધે.
મિથુન :-
ભાગ્યસ્થાનમાં ચંદ્ર ભાગ્યોદયની ગતિ મક્કમ મને આગળ વધે. ધાર્મિક કાર્ય-સેવાકીય પ્રવૃતિ અને દૂર દેશના સ્નેહીજનોના કાર્ય કરવાનું બને. પરદેશને લગતા કાર્યમાં પ્રશ્નનોના હલ મળે.
બહેનો :- ઈશ્વર પ્રત્યેની તમારી શ્રદ્ધામાં વધારો થાય. ધર્મ-કાર્ય કરી શકો.
કર્ક :-
આઠમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ચાલતું હોય ખાસ કરીને પાણી વાળી જગ્યાએ સાવધાની પૂર્વક વર્તવું જરૂરી બને. વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી. કોઇપણના સાક્ષી બનવામાં વિચાર કરીને આગળ વધવું.
બહેનો :- પાડવા-વાગવાથી શરીરેને સંભાળવું પડે – ધ્યાન રાખવું.
સિંહ :-
સાતમા સ્થાને શનિ ભાગીદારીના જૂના પ્રશ્નો ફરી ઊભા થવાની સંભવાનાઓ વધે, દાંપત્ય જીવનમાં પણ અવનવા પ્રશ્નોનો સામનો કરવો પડે પરંતુ ધિરજ અને શાંત મન રાખવાથી સારૂ રહેશે.
બહેનો :- બિનજરૂરી વાતોમાં પ્રશ્નો ઊભા ન થાય એનું ધ્યાન રાખવું.
કન્યા :-
છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જૂના રોગોમાં આંશિક રાહત આપનાર. મોસાળપક્ષ ના કે અન્ય કોર્ટ-કચેરીના કાર્યમાં દોડધામ રહે. મુસાફરી દરમ્યાન થોડી સાવધાની રાખવી હિતાવહ રહેશે.
બહેનો :- શારીરિક રીતે તંદુરસ્તી સારી રહે. વાયરલ બીમારીમાં સંભાળવું.
તુલા:-
પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ શિક્ષણ સાથેના જૂના સંબધો ફરી જાગૃત થાય- જૂના મિત્રોને મળવાનું બને. સાથે સંસ્મરણોને વાગોળવાનું અને તાઝા કરવાનું મન બને – મિત્રો સાથે આનંદ રહે.
બહેનો :- સંતાનોના શિક્ષણની ચિંતા હળવી થાય – શિક્ષણથી લાભ રહે.
વૃશ્ચિક :
ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા કોન્ટ્રાકટર જમીન-મકાનની દલાલી સાથે સંકળાયેલા જાતકો માટે આર્થિક રીતે સારૂ, રાજકીય ક્ષેત્રની નવી ઓફરો આવે , માતૃપક્ષથી લાભ મળે.
બહેનો :- ભોતિક સુખ-સગવડ કે વાહન સુખમાં વધારો થાય.
ધન :-
ત્રીજા સ્થાનમાં ચંદ્ર આપના સાહસ-પરાક્રમમાં વધારો કરે પરંતુ આંધળું કે સમજણ વગરનું સાહસ ન કરવાની સલાહ પણ આપે, ભાઈ-ભાંડુ તરફથી સમયે-સમયે ઉચિત સાથ મળે.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ, દેવ-દર્શન નો આનંદ મળે.
મકર :-
બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં નાના-મોટા પ્રવાસ, પર્યટન, પીકનીક કે પ્રસંગોનો માહોલ સર્જાય. આવકની દ્રષ્ટીએ સારૂ રહેતા નાણાકીય ભીડ ઓછી કરી શકો.
બહેનો :- પરીવારમાં તમારૂ યોગ્ય વર્તન માન-સમ્માન વધારે.
કુંભ :-
આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ વિચારોની સ્થિતી મજબૂત રાખવા પ્રયત્નશીલ રહેવું પડે, બિનજરૂરી વાતોથી કોઈ વીવાદ ન સર્જાય એનું ખાસ ધ્યાન લગ્ન-જીવન ભાગીદારીમાં રાખવું.
બહેનો :- ધર્મ, ધ્યાન, મૌન અને ધાર્મિક વાંચનમાં મન રાખવું.
મીન:-
બારમાં વ્યયભુવનમાં ચંદ્ર રહેતા આવક-જાવકનો હિસાબ બરાબર રાખે પરંતુ પ્રવાસ, મુસાફરી બાબતે ખર્ચનો ખ્યાલ રાખવો પડે. પરિવાર કે અન્ય જૂની વસ્તુ લેવા પાછળ પણ ખર્ચ થાય.
બહેનો :- દરેક સ્થિતીમાં સંભાળીને ખર્ચ કરવો જરૂરી.
વાસ્તુ:- જન્મકુંડળીમાં મંગળદોષ હોય કે લગ્ન બાબત વિલંબ, સંતાનમાં વિલંબ થતો હોય તો મંગળવારનું વ્રત ગણપતી ઉપાસના અંગારક સ્ત્રોતનો પાઠ અને ખાસ ભૂમી દેવીની પૂજા કરવી.
Recent Comments