ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 11 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી.
મેષ :- બારમાં સ્થાને ચંદ્રનુ ભ્રમણ જળમાર્ગ થી ખર્ચ વધારનાર-અચાનક મુસાફરી આપનાર બને. સૂર્ય આપની રાશીમાં ઉચ્ચના થતા આત્મવિશ્વાસ વધારે, મંગળ ત્રીજે સાહસવૃતિ અને બુધ આપની રાશીમાં અગત્યના નિણૅયો લેવાય.
બહેનો :- વધુ પડતા કામમાં આરોગ્ય સાચવવું જરૂરી.
વૃષભ :- લાભ સ્થાને ચદ્રનું ભમણ સ્ત્રીમિત્ર – સ્ત્રીવર્ગ થી ખુબ સારા લાભ આપે, સૂર્ય અને બુધનું બારમાં સ્થાને આગમન થતું હોય વઙીલ વર્ગ માટે કે અન્ય રીતે ખર્ચમાં સંભાળવું. બીજા સ્થાને પરિવારજનોની આવક સારી રહે.
બહેનો :- અભ્યાસનો અનુભવ ખુબજ ઉપયોગી બને.
મિથુન :- દશમાં સ્થાને ચંદ્રનુ ભમણ વેપાર ધંધામાં નવા-નવા પ્રયોગો સફળ થાય. સૂર્ય બુધનું લાભ સ્થાને આઞમન અને ગુરૂની પાંચમી નજરમા રહેતા ન ધાર્યા હોય એવા લાભ આપે.
બહેનો :- પિતૃપક્ષ થી સુંદર સહયોગ પાપ્ત થઈ શકે.
કર્ક :- ભાગ્ય સ્થાનમા ચંદ્રનુ ભ્રમણ તમારી અંદર ધર્મ પ્રત્યેની ભાવના વધુને વધુ મજબુત કરે. સૂર્ય-બુધનુ દસમાં સ્થાને ભ્રમણ રાજકીય અને સહકારી ક્ષેત્રેનો લાભ મેળવાવામાં અુનુકુળતા રહે. મંગળ બારમાં સ્થાને બિનજરૂરી ખર્ચ વધારનાર.
બહેનો :- ધાર્મિક કાયઁકમની ઈચ્છા પૂર્ણ થાય, આનંદ રહે.
સિંહ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આપની વાણી કયાંય વિવાદનું કારણ ન બને એનું ધ્યાન રાખવું. સૂર્ય-બુધ ભાગ્ય સ્થાને તમારા ભાગ્યના દરવાજા ખોલનાર, મંગળ લાભ સ્થાને જૂના નાણાં પરત લાવવામાં સહયોગ કરે.
બહેનો :- વાહન ચલાવવામા અને પરિવારમાં શાંતિ રાખવી.
કન્યા :- સાતમા સ્થાને ચંદ્રનું દામ્પત્ય જીવન અને ભાગીદારીના ક્ષેત્રે અટકેલી તમામ
પ્રક્રિયા આગળ વધે. સૂર્ય-બુધનું આઠમા સ્થાને વારસાઈ-સંપતિના કાયૅ પૂરા થાય. મંગળ દશમા સ્થાને રંગ-રસાયણના ધંધામાં સારૂં.
બહેનો :- વિચારોની સુંદરતામાં વધારો થાય, ધાર્યા કામ થાય.
તુલા:- છઠ્ઠા સ્થાને ચંદ્ર આરોગ્યની જાળવણી કરશેા તો સારૂં રહેશે. જુના રોગોમાં સંભાળવું. સૂર્ય-બુધ સાતમા સ્થાને આવતા ધણા બધા તટસ્થ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. મંગળ ભાગ્ય સ્થાને ભાઈ-ભાંડુનો પુરતો સહયોગ મળે.
બહેનો :- મોસાળ પક્ષ થી સારો સમય, મોસાળના લોકોને મળવાનું થાય.
વૃશ્ચિક :- પાંચમાં સ્થાને ચંદ્ર આપના શિક્ષણ સબંધી કાયૅ ત્વરીત પૂણૅ થાય. સંતાનો માટે સારૂં રહેશ સૂર્ય. બુધ સાતમા સ્થાને રહેતા રેાગ, શત્રુ ઉપર વિજય મળી શકે, મંગળનું આઠમા સ્થાને આગમન વાહન ચલાવવામાં કાળજી લેવી જરૂરી બને.
બહેનો :- સંતાનો માટે પુરતો સમય ફાળવી શકો. શિક્ષણ ક્ષેત્રેથી સારું રહે.
ધન :- ચોથા સ્થાનેમાં ચંદ્રનું આઞમન ભૌતિક સુખ, સમુંધ્ધિમાં વધારે કરનારે ખેતી,વાડી, બાગ, બગીચાના કાર્ય થાય. સૂર્ય-બુધનું પાંચમે આગમન થાય મિત્રો થી ખૂબ સારો લાભ રહે. મંગળ સાતમે દામ્પત્ય જીવનમાં નવી ઉર્જા લાવે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે શુભ સમાચાર, ગૃહિણીઓને સારું રહેશે.
મકર :- ત્રીજા સ્થાને ચંદ્ર સામાજીક-સેવાકિય અને ધાર્મિક પ્રવૃત્તિમાં આપને યોગ્ય સમય ફાળવી શકો, સૂર્ય-બૂધ ચોથા સ્થાને મિલ્કતની ખરીદી કે લે વેચમાં મદદ મળે. મંગળ છઠ્ઠા સ્થાને આવતા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો.
બહેનો :- ભાઈ-ભાંડુને યોગ્ય સહકાર આપી શકો. ધર્મકાર્ય થાય.
કુંભ :- બિજા સ્થાને ચંદ્ર આવક અને ઘન સમૃદ્ધિનાં કાયૅને વેગ મળે, નાણાકિય પરિસ્થિતી માં સુઘારો આવે, સૂર્ય-બૂધ આપને ત્રિજે આત્મબળ પુરૂ પાડે, મંગળ પાંચમા સ્થાને સંતાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળતા રાહત થાય.
બહેનો :- પરિવારમાં તમારૂં આત્મ સન્માન વધારવામાં સફળ થશો.
મીન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ અનેક સમસ્યાઓનો શાંત ચિતે ઉકેલ લાવવામાં મદદ મળશે. સૂર્ય-બૂધ બીજા સ્થાને આવક બાબતની ચિંતા હળવી થાય. નિર્ણયો સારા આવે. મંગળ ચોથા સ્થાને ભૈાતીકતામાં વઘારો કરનાર બને.
બહેનો :- દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા વઘે, મન પ્રફૂલિત રહે.
વાસ્તુ :-ગુરુ દોષો અને ગુરુપીડાની શાંતી માટે દરરોજ શિવપુજા, શિવજીને જળ ચડાવવા થી દરેક ગુરુની પીડામાં રાહત થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386
Recent Comments