fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૦૭-૦૮-૨૦૨૨ થી તા ૧૩/૦૮/૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ પર્યટન કરાવનાર બને. શુક્રનું ચોથા સ્થાને ભ્રમણ ભૌતિક સુખ વધારનાર અને મંગળ બીજે જતાં આવકના સાધનો વધારનાર બને.
બહેનો :- વાહન અને વાણી બંને ને નિયંત્રણમાં રાખવા.

વૃષભ :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા દાંપત્ય જીવન કે ભાગીદારીમાં અગત્યના નિર્ણયો ટાળવા. રાશીનો સ્વામી શુક્ર ત્રીજે રહેતા ભાઈ-ભાંડુ ભાગીનીથી પ્રેમ મળે. મંગળ આપની રાશીમાં આવતા નવા સંબધો બનાવે.
બહેનો :- લગ્ન જીવનમાં કોઈપણ જાતના નિર્ણયો ઉતાવળમાં ના લેવા.

મિથુન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રોગ-શત્રુ ઉપર નિયંત્રણ રાખવું. બિનજરૂરી દોડધામ ન કરવી. શુક્રનું બીજે ભ્રમણ આર્થીક ઉન્નતિ તરફ લઈ જાય પરંતુ મંગળ બારમાં સ્થાને હોય દરેક બાબતા જોવું.
બહેનો :- આરોગી બાબત જાગ્રત રહેવું જરૂરી. જૂના રોગોમાં સંભાળવું.

કર્ક :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનો કાર્યમાં સમય વધારે ફાળવવો પડે. શિક્ષણના કાર્ય વિલંબથી થાય. શુક્ર આપની રાશીમાં લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠ સમય આપે. મંગળ લાભ સ્થાને ખૂબ સારા લાભ થાય.
બહેનો :- ગમતા મીત્રો સખી-સહેલીઓથી મુલાકાત થાય.

સિંહ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સ્થાવર મિલકત ખેતીવાડી વગેરે બાબત ચોકકસાઈથી કાર્ય કરવું. શુક્રનું બારમે ભ્રમણ સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ વધે. મંગળ દશમે રંગ-રસાયણ કેમીકલથી આવક વધે.
બહેનો :- માતૃપક્ષે પ્રસંગોચિત જવાનું થાય. આનંદ રહે.

કન્યા :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દૂર દેશથી આપના માટે શુભ સંદેશ લાવનાર બને. શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રી પ્રસાધનો – સ્ત્રી સૌંદર્યોના દાનધામાં લાભ. મંગળનું ભાગ્ય સ્થાને ભ્રમણ ભાગ્યોદય માટે મહેનત ફળે.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસની ઈચ્છા પૂરી થાય.

તુલા:- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવક બાબત થોડી ધીમી ગતિ રહેવાની સંભાવના છે પરંતુ પરિવારનો સાથ મળે. શુક્રનું દશમે ભ્રમણ સારા સુખ આપે. મંગળ આઠમે વાહન ધીમે ચલાવવું.
બહેનો :- પરિવારમાં તમારૂ સન્માન અને કિર્તી વધે.

વૃશ્ચિક :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ વિચારોના વંટોળ અવનવા દ્વંદો ઉત્પન્ન કરે. નિર્ણય લેવામાં થોડી ગડમથલ થાય. શુક્રનું ભાગ્ય સ્થાનમાં ભ્રમણ ભાગ્યોદયની તક લાવે. મંગળ સાતમે તટસ્થ રહેવું જરૂરી બને.
બહેનો :- બિનજરૂરી વિચારો છોડી મન સ્થિર રાખવું.

ધન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર આવક કરતાં જાવકનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહે. શુક્ર આઠમે શ્વસુરપક્ષના પ્રશ્નો આવે. મંગળ છુપા શત્રુઓ ઉપર તમે નજર રાખવામા સફળ થાવ.
બહેનો :- કારણ વગરનો ખર્ચ કે મુસાફરી ટાળવી.

મકર :- લાભ સ્થાને ચંદ્ર આપને મિત્રો – શિક્ષણ સંસ્થા કે અન્ય જૂના રોકાયેલા નાણાંથી લાભ રહે. શુક્ર સાતમે દાંપત્ય જીવનમાં નવી ઉર્જા વધારે. મંગળ પાચમે સંતાનો માટે સમય આપી શકો.
બહેનો :- અધુરા રહેલા શિક્ષણનાં સપનાઓ સાકાર થાય.

કુંભ :- દશામાં ભુવનમાં ચંદ્ર નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર અને સ્થાન પરિવર્તનના યોગ ઊભા કરે. શુક્ર છ્ઠ્ઠે પથરી-ગુપ્ત માર્ગના રોગોથી સંભાળવું. મંગળ સ્થાવર મિલકતના તમામ કાર્ય થાય.
બહેનો :- ગૃહ ઉધ્યોગના ધંધામાં ખુબજ સારી આવક વધે.

મીન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ પરદેશથી તમારા માટે અચાનક સારા સમાચાર આવે. શુક્રનું પાંચમે ભ્રમણ સ્ત્રી મિત્રો અને નવા મિત્રોથી મુલાકાત આનંદ આપે. મંગળ ત્રીજે સાહસ વૃધ્ધિ કરાવે.
બહેનો :- દેવદર્શન – તીર્થયાત્રા – ધાર્મિક કાર્યક્રમોનો લાભ રહે.

વાસ્તુ:- શ્રાવણ માસમાં બીજા સોમવારે ભગવાન શિવને નાળિયેરના જળ – સાકરવાળું જળ કે સફેદ તલ વાળું જળ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તી થાય.

Follow Me:

Related Posts