ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૧૪-૦૮-૨૦૨૨ થી તા ૨૦-૦૮-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- બારમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સ્ત્રી વર્ગ, પત્નિ , માતા માટે ખર્ચ વધારનાર બને. સપ્તાહના મધ્યમાં સૂર્ય પાંચમે સંતાનો માટે વધુ સમય ફાળવવો પડે. સપ્તાહના અંતે બુધ છઠ્ઠા સ્થાનમાં કોર્ટ-કચેરીના કરી પૂરા કરાવે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકવો. યાત્રા પ્રવાસમાં સંભાળવું.

વૃષભ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ ચાલુ હોય જલમાર્ગ કે સ્ત્રી વર્ગથી ખુબ જ સારા લાભ પ્રાપ્ત કરી શકો. સૂર્યનું ચોથા સ્થાને આગમન સ્થાવર મિલકત પૈતૃક સંપતિમાં વધારો કરે. બુધ પાંચમે શિક્ષણ સબંધીત લાભ વધારે.
બહેનો :- સખી સહેલીઓને મળવાનું થાય. સંતાનોથી સારું રહે.

મિથુન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગ-ધંધા માટે સારો સમય આપે. આવકના સાધનો વધારવામાં મદદ થાય. સૂર્યનું ત્રીજે ભ્રમણ આવતા ભાગ્યોદયમાં વડીલોનો સાથ મળે. બુધ ચોથા સ્થાને સુખ વધારનાર બને.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગોચિત જવાનું થાય. ગૃહઉધ્યોગથી લાભ મળે.

કર્ક :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જલતત્વની રાશીમાં રહેતા જલમાર્ગ પરદેશ કે અન્ય પ્રવાહી વસ્તુના ધંધામાં સારો ભાગ્યોદય આપે. સૂર્યનું બીજે ભ્રમણ પારિવારીક કાર્યમાં તટસ્થ નિર્ણયો આવે. બુધ ત્રીજે દેવી કૃપાના અધિકારી બનાવે.
બહેનો :- ધાર્મિક ઉત્સવોનો ખૂબ સારો લાભ પ્રાપ્ત થઈ શકે.

સિંહ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા વાણીની શક્તિ દ્વારા તમારું માન-સમ્માન વધારવામાં સફળ થશો. સૂર્ય આપની રાશીમાં સ્વગૃહી થતાં ખુબ જ સારા પરિણામો આપે. બુધ બીજે આવક વધારે.
બહેનો :- બિનજરૂરી વાણી બોલવાથી નુકશાની થાય. પરિવારથી સારૂ રહે.

કન્યા :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવનમાં પ્રેમ, મધુરતા અને હુંફ વધારનાર. સૂર્યનું બારમે ભ્રમણ સ્વગૃહી વડીલોની સેવાનો અવસર મળે. બુધ આપની રાશીમાં સ્વગૃહી થતાં નવી ભાગીદારી બને.
બહેનો :- પતિ-પત્નિના સબંધોમાં મીઠાસ વધે. સુંદર વિચારો મળે.

તુલા:- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગી બાબત નરમ-ગરમ રહી શકે. બિનજરૂરી દોડધામ ટાળવી. સૂર્ય લાભ સ્થાને આવતા જૂના રોકાયેલા નાણાં છુટા થાય. બુધ બારમે નિર્ણયો લેવામાં ધીરજ રાખવી.
બહેનો :- આરોગ્ય સારૂ સહે પરંતુ પરેજી જરૂરી બને.

વૃશ્ચિક :- પાંચમા સ્થાને ચંદ્ર નવા-નવા પરિચાયો વધારનાર. મિત્રો, પરિવારોજનોથી લાભ આપનાર. સૂર્ય દશમે સરકારી ક્ષેત્રથી ખુબ સારૂ આર્થિક યોગદાન મળે. બુધ લાભ સ્થાને અચાનક ધન લાભ આપી શકે.
બહેનો :- જૂના મિત્રો સખી સહેલીને મળવાનો આનંદ વધે.

ધન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડો વધારનાર નવી વસ્તુની ખરીદી કરાવનાર બને. સૂર્યનું ભાગ્ય સ્થાને ભ્રમણ દૂર દેશથી લાભ રહે. બુધનું દશમે આગમન ઉધ્યોગ-ધંધા માટે સારૂ રહે.
બહેનો :- ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિનો અલૌકિક આનંદ મળે.

મકર :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર ભાઈ-ભાંડુ તરફથી પ્રેમ વધારનાર. સાહસ અને પરાક્રમમાં વધારો કરાવનાર બને. સૂર્ય આઠમે ભ્રમણ પૈતૃક સંપતિના વારસાઈ પ્રશ્નો લાવે. બુધ ભાગ્યસ્થાને ઉત્તમ ભાગ્યોદય લાવે.
બહેનો :- સહોદર ભાઈ-બહેનોને મળવાનો આનંદ મળે.

કુંભ :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવકમાં વધારો – પરિવારજનો સાથે નાના-મોટા પ્રવાસ પર્યટન અને હરવા-ફરવાના પ્રસંગો આપે. સૂર્ય સાતમા સ્થાને દાંપત્ય અને ભાગીદારીમાં અહંકારનો ત્યાગ કરવો. બુધ આઠમે વાણીમાં મીઠાસ વધારવી.
બહેનો :- પરિવારજનોએ સાથે આત્મીયતામાં વધારો કરી શકો.

મીન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ સુંદર, શિતલ વિચારો, ધર્મકાર્યમાં ઓતપ્રોત રખાવનાર, સમાજ સેવાના કાર્યો કરાવે. સૂર્યનું છઠ્ઠે સ્વગૃહી ભ્રમણ છુપા શત્રુઓ ઉપર વિજય અપાવે. બુધ સાતમે તટસ્થ નિર્ણયો લેવડાવે.
બહેનો :- દરેક કાર્ય ધિરાજ અને સુંદર રીતે પૂરા થાય. યશ મળે.

વાસ્તુ:- શ્રાવણ માસના ત્રીજા સોમવારે શેરડીનો રસ, મધ, સરસવાનું કે અન્ય સુગંધીત તેલ અને દુર્વાથી ભગવાન શિવને અભિષેક – પુજા કરવાથી દરેક પીડામાં શાંતી મળે છે.

Related Posts