ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૮-૦૮-૨૦૨૨ થી તા 03-૦૯-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના અટકેલા કાર્ય પૂરા કરવામાં સરળતા રહે. વડીલ વર્ગનો પુરતો સાથ-સહકાર મળી રહે. પાંચમે શુક્રનું આગમન નવા સ્ત્રી મિત્રોનો પરિચય કરાવે.
બહેનો :- શિક્ષણ ક્ષેત્રથી અણધાર્યો લાભ પ્રાપ્ત થાય.

વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડ વધારનાર. સ્થાવર મિલકત સબંધીત અટકેલાં કાર્ય પુરા થાય. મોસાળથી સારૂ રહે. શુક્રનું ચોથે ભ્રમણ માતૃપક્ષ તરફથી સહયોગ મળે.
બહેનો :- નવી વસ્તુની ખરીદી તમારી ખુશી વધારનાર બને.

મિથુન :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સૂર્યની રાશીમાં રહેતા અંદરથી આત્મવિશ્વાસ અને હિંમતમાં વધારો થાય. પરદેશથી સારૂ રહે. શુક્રનું પણ ત્રિજે આગમન ધાર્મિક કાર્ય કરાવે.
બહેનો :- ભાઈ-ભાંડુને મદદરૂપ થવાનો અવસર મળે.

કર્ક :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવકમાં વધારો કરી શકે. પરિવારજનો સાથે નાના-મોટા પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. શુક્રનું બિજે ભ્રમણ આર્થિક રીતે ખૂબ સારૂ કાર્ય થાય.
બહેનો :- તમારી આવડત – કલાની પ્રશંસા માન-સમ્માન વધારે.

સિંહ :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ રહેતા પૂર્ણ વિશ્વાસ અને અડગ મનથી તમામ નિર્ણયો લઈ શકો. ભાગીદારીના કાર્ય થાય. શુક્રનું પણ આપની રાશીમાં આગમન આનંદિત રાખનાર બને.
બહેનો :- પતિ-પત્નિના સંબંધોમાં પ્રેમ વધે. લગ્ન ઈચ્છુકો માટે શ્રેષ્ઠ સમય.

કન્યા :- વ્યય ભુવનમાં સૂર્યની રાશીમાં ચંદ્ર વડીલો, પિતા કે અન્ય બુજુર્ગ માટે ખર્ચમાં વધારો થાય. સરકારી કાર્યમાં દોડાદોડી રહે. શુક્રનું બારમે ભ્રમણ આવતા ખર્ચ ઉપર કાબુ રાખવો પડે.
બહેનો :- બિનજરૂરી મુસાફરી ટાળવી. આરોગ્ય સાચવવું.

તુલા:- લાભ સ્થાનમાં ચંદ્ર આપને અનેક પ્રકારના લાભની પ્રાપ્તી કરાવે. નાણાકિય મુશ્કેલીઓ ઓછી થાય. મિત્રોથી લાભ રહે. શુક્ર લાભ સ્થાને આવતા સ્ત્રી પ્રસાધનો – સ્ત્રી વર્ગથી ધન વધે.
બહેનો :- સખી-સહેલી, સંતાનો કે વડીલ સ્ત્રીઓથી સારું રહે.

વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ-ધંધા કે નોકરીયાત વર્ગ માટે સારૂ રહે. પ્રગતિદાયક સમય સરકારી કાર્યથી લાભ રહે. દશમે સૂર્ય-શુક્રની યુતિ ધન પ્રાપ્તિ માટે ખૂબ સારા રહી શકે.
બહેનો :- પિતૃપક્ષથી શુભ કાર્યમાં જોડાવાનો આનંદ રહે.

ધન :- ભાગ્યભુવનમાં ચંદનું ભ્રમણ ભાગ્યની દેવીની કૃપા વરશે. પરદેશને લગતા કાર્યમાં અચાનક વેગ આવે. ધાર્મિક કાર્ય થાય. શુક્ર ભાગ્ય સ્થાને દૈવી ઉપાસનાના કાર્ય કરી શકો.
બહેનો :- ધર્મકાર્ય, તીર્થયાત્રા, દેવદર્શનનો લાભ મળે.

મકર :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર નિયંત્રણ રાખવું પડે. વાદ-વિવાદ કે કોઇની જામીનગીરીથી દુર રહેવું. શુક્ર આઠમે પત્નિનાં વારસાઈ સબંધી પ્રશ્નો ઊભા થાય.
બહેનો :- દરેક કાર્યમાં મૌન અને ધીરજની જરૂર પડે.

કુંભ :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવનમાં થોડો અક્ષ તકરાય પરંતુ શાંતચિત્તે નિર્ણય લેવા. ભાગીદારીમા ખોટા નિર્ણય ના લેવાય તે જોવું. શુક્ર સાતમે લગ્નઈચ્છુકોની ઈચ્છા પૂરી થાય.
બહેનો :- મનની મનોકામના પૂર્ણ થતાં આનંદ વધે.

મીન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શત્રુઓ ઉપર વિજય અપાવે. કોર્ટ-કચેરી કે રાજકારણને લગતા કામ સારી રીતે થાય. શુક્રનું છઠ્ઠે ભ્રમણ રહેતા ગુપ્ત માર્ગના રોગોમાં સંભાળવું.
બહેનો :- આરોગ્ય સાચવીને દરેક કાર્યમાં જોડાવું.

વાસ્તુ:- મનોકામનાની સિધ્ધી માટે ગણેશ ચતુર્થીથી લઈ દશ દિવસ ઘરમાં ગણપતી ઉપાસના કરવાથી દરેક કાર્યની સિધ્ધી મળે.

Related Posts