તા ૦૪-૦૯-૨૦૨૨ થી તા ૧૦-૦૯-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- આઠમા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ રહેતા દરેક કાર્યમાં ધીરજ અને શાંતીની જરૂર પડશે. તમારે ઉતાવળ તમને જ પરેશાન ના કરે તેનું ધ્યાન રાખવું પડે. પારિવારીક સબંધોમાં મર્યાદા જાળવવી.
બહેનો :- વાહન અને વિચારોને નિયંત્રણમાં રાખવા પડે.
વૃષભ :- સાતમાં ભુવનમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ રહેતા લગ્નજીવન અને ખાસ ભાગીદારીના વ્યવસાયમાં સપ્તાહના મધ્યભાગ સુધી સંભાળીને ચાલવું જેથી ગેરસમજણની સમસ્યા ઊભી ન થાય.
બહેનો :- મનના તરંગો ડામાડોળ રહેવાની શક્યતા વધે.
મિથુન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વધારે પડતાં કામનો બોઝ રાખશો તો શારિરીક પીડાનો સામનો કરવો પડશે એટલે બિનજરૂરી કાર્યમાં વિરામ આપવો. સપ્તાહના મધ્યભાગમાં સારા પરિણામો મળે.
બહેનો :- વાયરલ બીમારી કે અન્ય તકલીફોમાં સંભાળવું.
કર્ક :- પાંચમા સ્થાને રાત્રી સુધી પોતાની રાશીમાં રહેલ ચંદ્ર સંતાનો સ્નેહીજનો કે મિત્રોમાં વ્યસ્ત રખાવે. શિક્ષણ ક્ષેત્રના કાર્ય ધીમી ગતિએ આગળ વધે. સપ્તાહના મધ્યમાં આરોગ્ય ઉપર ધ્યાન દેવું.
બહેનો :- જૂના મિત્રો સ્નેહીઓ સાથેના સબંધો બગડે નહી તે જોવું.
સિંહ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર મિલકત, ભૌતિક સુખ સગવડો અને માતૃપક્ષ આ બધા કાર્ય ધીમી ગતીએ પૂર્ણ કરાવે. સપ્તાહના મધ્યભાગમાં દરેક કાર્ય આસાનીથી પૂરા કરી શકો. સારૂ રહે.
બહેનો :- માતૃપક્ષે પ્રસંગોચિત્ત જવાનું થાય. આનંદ રહે.
કન્યા :- ત્રિજા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ ધાર્મિક કાર્યમાં અગ્રેસર રાખનાર. ભાઈ-ભાંડુઓ તરફથી થોડો સહયોગ પ્રાપ્ત થતાં અધૂરા અને અટકેલાં કાર્ય પૂરા થાય. સપ્તાહના મધ્યમાં સુખ-સગવડ વધે.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ કે દેવદર્શનનો આનંદ વધે.
તુલા:- બીજા સ્થાનમાં ચંદ્ર આવકની નૌકા હાલક-ડોલક રહે પરંતુ તમારે વાણીમાં જરાપણ એની અસર ન થાય એનું ધ્યાન દેજો. વાહનની ગાતી ધીમી રાખવી પણ એટલી જ જરૂરી બનશે.
બહેનો :- પ્રવાસ, પર્યટન, પીકનિક કે પાણી વાળી જગ્યાએ ફરવાનો અવસર મળે.
વૃશ્ચિક :- આપની રાશીમાં રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ દરેક નિર્ણયો લેવામાં તકલીફ અને અંતરાયો ઊભા કરે. મનની ગતિ રોકેટગતિએ ચાલતા શું કરવું એ પ્રશ્ન આવે. સપ્તાહના મધ્યમાં સારું રહે.
બહેનો :- કોઈપણ જાતના પ્રશ્નો ઊભા થાય એવું વિચારવું નહી.
ધન :- વ્યયભુવનમાં રહેલ ચંદ્ર બિનજરૂરી ખર્ચાઓ વધારતા આપની બચત માથી ઓછા થાય. આવક-જાવકની સમાનતા તુટે. વ્યવહારો સાચવવામાં મુશ્કેલી આવે. મધ્યમાં ખુબજ સારૂ રહે.
બહેનો :- કારણ વગરનો ખર્ચ અને મુસાફરી ટાળવી.
મકર :- લાભ સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ સ્ત્રીવર્ગ, સ્ત્રીમિત્રો અને ઘરની સ્ત્રીઓનું માન-સમ્માન અને મર્યાદાઓ સાચવવી. સપ્તાહના મધ્યમાં ધર્મકાર્ય પાછળ ખર્ચ થવાની સંભાવના વધે.
બહેનો :- સંતાનો બાબતની ચિંતા થોડી ઓછી થાય.
કુંભ :- દશમાં સ્થાને રહેલ ચંદ્ર રાત્રી સુધી પોતાની નિચરાશીમાં રહેતા નોકરીયાત વર્ગને ખાસ ઉપરી અધિકારીઓએ સાથેના સબંધો સાચવવા. ઉધ્યોગ-ધંધામાં પણ ધ્યાન પૂર્વક બધુ ચલાવવું પડે. સપ્તાહના મધ્યમાં લાભ રહે.
બહેનો :- માતા-પિતા તરફથી શુભ સંદેશ મળે. ગૃહ ઉધ્યોગમાં સારું રહે.
મીન :- ભાગ્ય ભુવનનો ચંદ્ર સતત ધાર્મિક કાર્ય અને સમાજના કાર્યમાં ઓતપ્રોત રાખે. ધર્મ કાર્યનો સુંદર અવસર મળતા ખુશી વધે. સપ્તાહના મધ્યમાં આવક સબંધીત તમામ ચિંતા દૂર થાય.
બહેનો :- ભાગ્યની દેવીની કૃપાથી અટકેલાં કાર્ય પૂર્ણ થાય.
વાસ્તુ:- વિવાહ યોગ્ય દિકરા-દિકરી કે સંતાનની ઈચ્છાપુર્તી માટે ભગવાન ગણપતીને દૂર્વા અને મોદકનો પ્રસાદ નિત્ય ગણેશ ઉત્સવ દરમ્યાન ધરાવવાથી મનોકાનાની પુર્તી થાય છે.
Recent Comments