તા ૧૧-૦૯-૨૦૨૨ થી તા ૧૭-૦૯-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- વ્યયભુવનમાં બારમે ચંદ્રનું ભ્રમણ ગુરૂ સાથે રહેતા ધાર્મિક કાર્ય, સામાજીક કાર્ય, દાન-પુણ્ય અને સદ્કાર્ય માટે ધન ખર્ચ થાય. સૂર્યનું છઠઠે ભ્રમણ આવતા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો.
બહેનો :- નાણાનો યોગ્ય સદુપયોગ થાય. મુસાફરી થાય.
વૃષભ :- લાભ સ્થાને ચંદનું ભ્રમણ અનેક પ્રકારના આર્થિક લાભ આપે. જુના મિત્રોથી અચાનક કોઈપણ રીતે વાત થતાં હળવા થવાનો અવસર મળે. સૂર્યનું પાંચમે આગમન દરેક કાર્ય સુંદર રીતે પૂરા થઈ શકે.
બહેનો :- સંતાનોના કાર્યમાં સફળતાનો યશ મળે.
મિથુન :- દશામાં કર્મભૂવનમાં ગજકેસરી યોગનું નિર્માણ ધંધાકીય રીતે તથા નોકરીયાત વર્ગ માટે નાણાકિય દ્રષ્ટીએ પણ સારું રહે. સૂર્યનું ચોથા સ્થાનમાં આગમન આગામી સમયમાં સ્થાવર મિલકતનું સુખ વધારે.
બહેનો :- પિતૃપક્ષેથી ખુબ જ સારો સહયોગ મળતા કાર્ય સરળ બને.
કર્ક :- ભાગ્યભુવનમાં ચંદ્ર-ગુરૂની યુતિ તમારા માટે અચાનક નવી ભાગ્યોદયની તક લાવનાર, આયાત-નિકાસ, જલમાર્ગથી સારૂ. સૂર્યનું ત્રીજે ભ્રમણ આર્થિક સંકડામણમાથી બહાર નીકળી શકો.
બહેનો :- ધાર્મિક કાર્યમાં, સેવાકિય કાર્યમાં જોડાવાનો મોકો મળે.
સિંહ :- આઠમા સ્થાને ચંદ્ર્નું ભ્રમણ રહેતા વડીલો બાબત કે આની પારિવારીક બાબતમાં નાની મોટી ગેરસમજણો વધે પરંતુ જલ્દી માર્ગ નીકળે. સૂર્યનું બીજે ભ્રમણ પરિવારમાં યશ વધારે.
બહેનો :- દરેક બાબતમાં શાંતીની જરૂર પડશે. મૌનથી લાભ.
કન્યા :- સાતમા સ્થાને સુંદર ચંદ્ર-ગુરૂની યુતી થતાં દાંપત્યજીવન, ભાગીદારી અને ધંધાકિય રીતે સારી સફળતાનું સૂચન કહે. સૂર્યનું આપની રાશીમાં આગમન ત્વરીત નિર્ણય શક્તિ આપે.
બહેનો :- લગ્ન જીવન અને લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ સમય.
તુલા:- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ શારિરીક રીતે વધારે પડતો શ્રમ કે દોદધામનો થાક લાગે એટલે બિનજરૂરી દોડધામ ટાળવી. સૂરિ વ્યયભૂવનમાં રહેતા પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રખાવે.
બહેનો :- કારણ વગરનો મુસાફરી કે કાર્યમાં જોડાવો નહી.
વૃશ્ચિક :- પાંચમા સ્થાને ચંદ્ર-ગુરૂની યુતી શિક્ષણ ક્ષેત્ર સાથેના તમારા સબંધોમાં વધુ મજબુતાય, નવી દિશા અને સંતાનો માટેની મહેનત સફળ કરાવે. સૂર્ય લાભ સ્થાને વડીલ વર્ગથી સારો લાભ મળે.
બહેનો :- નવા-નવા મિત્રોની ઓણખાણ થાય. સંતાનાથી સારૂ રહે.
ધન :- ચોથા સ્થાનમાં ચંદ્ર-ગુરૂની યુતિ અનેક પ્રકારના બૌતિક સુખ અને સ્થાવર-જંગમ મિલકતના સુખ વધારનાર બની શકે. સૂર્યનું દશમે ભ્રમણ સરકારી કાર્યમાં દરેક કાર્ય પૂરા થાય.
બહેનો :- મનની ઈચ્છાઓની પૂર્તિ કરવાનો સમય મળે.
મકર :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર લાંબા સમયથી અટવાયેલા કારી હવે પૂરા થતાં હોય એનું સુખ મેળવી શકો. ધર્મકાર્ય, પિતૃકાર્યનું આયોજન થાય. સૂર્યનું ભાગ્ય સ્થાનમાં ભ્રમણ પરદેશથી સારૂ રહે.
બહેનો :- ભાઈ-ભાંડુ અને સહોદરના સહકારથી દરેક કાર્ય સારા થાય.
કુંભ :- બીજા સ્થાનમાં ચંદ્ર આવક સબંધીત-નાણાકીય બધી જ બાબતો માટે સારો સમય આપશે. પરિવારમાં સારા નિર્ણયો આવે. સૂર્ય આઠમે વડીલોની પૂર્ણ મર્યાદા જાળવવી જરૂરી.
બહેનો :- નાના-મોટા પ્રવાસ-પર્યટનના આયોજન થાય.
મીન :- આપની રાશીમાં ચંદ્ર-ગુરૂનો ગજકેસરી યોગ દરેક કાર્યમાં માન-સન્માન અને કિર્તી વધારનાર. દરેક નિર્ણયો સારી રીતે લેવાય. સૂર્ય સાતમે આત્મશક્તિમાં વધારો કરે.
બહેનો :- મનની પ્રસન્નતા અને ઉત્તમ વિચારો પ્રાપ્ત થાય.
વાસ્તુ:- શ્રાધ્ધ પક્ષમા પિતૃઓના શ્રાધ્ધના દિવસે ગાયોને, સાધુ-બ્રાહ્મણ, અતિથી, બહેનો, ભાણેજને ભોજન કરાવવાથી પિતૃદોષ શાંત થાય છે.
Recent Comments