કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૨૫-૦૯-૨૦૨૨ થી તા ૦૧-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- પાંચમા સ્થાનમાથી છઠ્ઠા સ્થાનમાં આવી રહેલા ચંદ્ર આરોગ્ય બાબત કાળજી લેવી. હિત શત્રુઓથી સાવધાન રહેવું. જરૂરીયાત પૂરતી દોડધામ રાખશો તો સારૂ રહેશે. કોર્ટ-કચેરી બાબત કામ ધીમું રહી શકે.
બહેનો :- ખાસ કરીને શરીરના દૂ:ખાવા બાબત સાચવવું.
નવરાત્રી :- ભગવતીની ઉપાસના ૐ મહા દેવ્યે નમઃ મંત્ર કરવા.
વૃષભ :- પાંચમા ભુવનમાં ચંદ્રનું આગમન રહેતા સંતાનોના અભ્યાસ અને આગળના ભવિષ્ય માટેના કાર્ય અત્યારથી હાથમાં લેવા પડે. જૂના મિત્રોના સલાહ સૂચન અને સહકારથી સારો લાભ થાય.
બહેનો :- નવા-નવા સબંધો દ્વારા પરિચયમાં વધારો થાય.
નવરાત્રી :- નર્વાણ મંત્રના જય અને શકાદય સ્તુતિના પાઠ કરવા.
મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું આગમન તમારા ભૌતિક સુખ અને સ્થાવર મિલકતના સુખમાં આંશિક વધારો કરનાર બને. માતૃપક્ષ તરફથી સારો સહકાર ધંધા માટે આગળ વધારનાર બને.
બહેનો :- ગૃહ ઉપયોગી વસ્તુની ખરીદીનો આનંદ રહે.
નવરાત્રી :- નવરાત્રીમાં કુળદેવીના મંત્રોના જાપ ભવાની અષ્ટકના પાઠ કરવા.
કર્ક :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું આગમન થતાં સૂર્ય ચંદ્રની યુતિ પરદેશથી સારા સમાચાર આપે. આયાત-નિકાસના ધંધામાં નવો વેપાર શરૂ થઈ શકે. ધાર્મિક અનુષ્ઠાન-યાગાઠીમાં લાભ મળે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી દરેક કાર્યમાં સાથ મળે.
નવરાત્રી :- ૐ દૂં દુર્ગાય નમઃ મંત્રના જપ અને દેવી સુક્તના પાઠ કરવા.
સિંહ :- પહેલા અને બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આર્થિક ક્ષેત્રે અને પારિવારીક કે કૌટુંબીક જીવનમાં સારૂ રહે. પરંતુ નાની-નાની બાબતોમાં કોઈ ગેર સમજણ ન ઊભી થઈ જાય એનું ધ્યાન રાખવું.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન વધારવાનો અવસર મળે.
નવરાત્રી :- ગાયત્રી મંત્ર, સૂર્ય ઉપાસનાના મંત્ર, ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.
કન્યા :- આપની રાશીમાં આવી રહેલ ચંદ્ર સૂર્ય સાથે રહેતા પહેલા બે ત્રણ દીવસ કોઈ અગત્યના નિર્ણયો કરવાના હોય તો બહુ વિચારીને કરવા. દાંપત્ય જીવનમાં ચર્ચાઓથી દૂર રહેવું.
બહેનો :- મનની સ્થિતીને સ્થિર રાખવા પ્રયત્ન કરવો જરૂરી.
નવરાત્રી :- ૐ હીં નવદુર્ગાયે નમઃ મંત્રના જાપ દેવી કવચનો પાઠ કરવો.
તુલા:- બારમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવતા આકસ્મિક ખર્ચમાં વધારો થવાની સંભાવનાઓ વધે. શિક્ષણ-મુસાફરી કે અન્ય વ્યાપાર વૃધ્ધી માટેના ખર્ચમાં નાણાં વપરાય. આરોગ્ય જાળવવું.
બહેનો :- સ્ત્રી રોગો, ચામડીના રોગોની સમસ્યા રહેવાની સંભાવના.
નવરાત્રી :- ૐ વિશ્વ દુર્ગાયે નમઃ મંત્રના જાપ દેવી અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો.
વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્રનું આગમન આપણે વડીલ મિત્રો, સ્ત્રી મિત્રો સ્થાવર મિલકત સબંધીત અગાઉ કરેલું રોકાણ લાભ કરાવે. સંતાનો બાબતની સમસ્યાનો પણ ઉકેલ આવતા શાંતી રહે.
બહેનો :- ઘણા સમય પછી સખી સહેલી, મિત્રોને મળવાનો આનંદ વધે.
નવરાત્રી :- ૐ મહિષાસુર મર્દિન્યૈ નમઃ મંત્રના જપ દેવી અથર્વ શિર્ષનાં પાઠ કરવા.
ધન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગ-ધંધા બાબત વિચારતા હોય તો ધીમી ગતિએ નિર્ણયો લેવા. બહુ ઉતાવળથી નુકષાણ રહે. નોકરીયાત વર્ગને ખાસ ઉપરી અધિકારીથી સારૂ વર્તન રાખવું.
બહેનો :- ગૃહ ઉધ્યોગના ધંધામાં સારી આવક રહે.
નવરાત્રી :- ૐ હીં મહાલક્ષ્મીયે નમઃ મંત્રના જાપ, શ્રી સૂક્તયના પાઠ કરવા.
મકર :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ આવતા દૂર દેશથી તમારા માટે સારી ભાગ્યોદય ખોલનાર તક આવી શકે તો સમય સૂચકતા રાખી ઝડપી લેવા. માતાજીનાં કાર્ય બાકી હોય તો પુરા થઈ શકે.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાનોનો આનંદ લઈ શકો.
નવરાત્રી :- ૐ મહા કાલ્યૈ નમઃ મંત્રના જાપ, દેવી કિલક સ્તોત્રનો પાઠ કરવો.
કુંભ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેવાથી દરેક કાર્યમાં ધીરજની કસોટી થતી હોય એવું લાગે. વાહન ચલાવવામાં પણ ખાસ એકાગ્ર બુધ્ધિ રાખવી. ધ્યાન, ધારણા, પ્રાણાયામ કરવાથી લાભ થાય.
બહેનો :- વાણી ઉપર નિયંત્રણ રાખશો તો સબંધો જળવાશે.
નવરાત્રી :- ૐ કાલરાત્ર્યૈ નમઃ મંત્રના જાપ, સિધ્ધ કુંજીકા સ્તોત્રના પાઠ કરવા.
મીન :- સાતમા સ્થાને ચંદ્ર દાંપત્ય અને ભાગીદારી બંનેમાં સમાધાન વૃત્તિને પ્રાધાન્ય આપશો તો દરેક બાબતના તટસ્થ નિર્ણયો લેવામાં સાનુકુળતા રહેશે. મન સારા અને ખરાબ બંને વિચારોમાં રહે.
બહેનો :- મનની ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અવસર મળે.
નવરાત્રી :- ૐ ઐ હીં કલીં નમઃ મંત્રના જાપ, ગાયત્રી મંત્ર અને ચંડીપાઠના પાઠ કરવા.
વાસ્તુ:- નવરાત્રીમાં નવ દિવસ શક્ય હોય તો અખંડ ઘીનો દિવો અથવા તેલનો દિપક ઈચ્છીત ફળની અપેક્ષા પૂર્ણ થાય છે.
Recent Comments