તા ૦૯-૧૦-૨૦૨૨ થી તા ૧૫-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- બારમાં વ્યયભુવનમાં ચંદ્રનું ભ્રમણ જલમાર્ગ, પ્રવાસ, મુસાફરી વગેરે કાર્યમાં ખર્ચમાં વધારો કરનાર બને. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્ર આપની રાશીમાં રહેતા દરેક બાબતે સારૂ પરિણામ આપનાર બને.
બહેનો :- બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી બનશે.
વૃષભ :- લાભ સ્થાનમાં ચંદ્ર ગુરૂની રાશીમાં આપની પાસે રહેલ જ્ઞાનનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારૂ રહેશે. સંતાનોના કાર્ય અને શિક્ષણ બાબત પણ સમય સારો રહે. મધ્યમાં ખર્ચમાં વધારો થાય.
બહેનો :- નવા-નવા મિત્રોનો પરિચય, સખી સહેલીથી આનંદ રહે.
મિથુન :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વ્યાપાર વૃદ્ધી, ઉદ્યોગ ધંધા માટે સારો સમય આપનાર રહે. નોકરીયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાંસ વધે. સ્થાન પરીવર્તન માટે યોગ્યદીશા નક્કી કરી શકો.
બહેનો :- ગૃહઉદ્યોગના ધંધામાં સારી પ્રગટી. પિતૃપક્ષથી લાભ.
કર્ક :- ભાગ્યભુવનમાં રહેલ ચંદ્ર આપના માટે ભાગ્યોદયની ઉત્તમ તક લાવનાર બને. ગુરૂજનો, બ્રાહ્મણો કે વડીલ વર્ગના આશીર્વાદથી અટકેલાં કામ પૂરા થાય. ધાર્મિક ક્ષેત્રે સારૂ યોગદાન રહી શકે.
બહેનો :- પુજા-પાઠ,વ્રત, જપ અને સામાજીક કાર્યમાં સહભાગી બની શકો.
સિંહ :- આઠમા ભુવનમાં ચંદ્રનું ભ્રમણ વાણીની તાકાતમાં વધારો કરે. પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ-પર્યટનનું આયોજન અને ધંધાકીય બાબતમાં સારી આવક ઉભી કરવાનો શ્રેય મળે.
બહેનો :- ધીરજ અને શાંત ચિત્તે કરેલું કાર્ય સફળ થાય.
કન્યા :- સાતમા સ્થાનમાં ચંદ્ર ગુરૂની રાશીમાં રહેતા પતિ-પત્નિના સબંધોમાં એકબીજાને સમજવાનો અને સમાધાન વૃતિ કરવાનો મોકો મળે. ભાગીદારીમાં નવા-નવા વિષયોની ચર્ચા સફળ થાય.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે યોગ્ય પસંદગીની તક મળે.
તુલા:- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત સુધારો લાવનાર. છુપા શત્રુઓથી સાવધાન કરાવનાર. મોસાળપક્ષ માટેના કાર્યમાં અગ્રેસર રખાવનાર બને. સપ્તાહના મધ્યમાં સારા કાર્ય થાય.
બહેનો :- આરોગ્ય બાબત બેદરકારી ન જરૂરી બને.
વૃશ્ચિક :- પાંચમા સ્થાનમાં ચંદ્ર સંતાન લક્ષી અને શિક્ષણ ક્ષેત્રને લગતી દરેક બાબતમાં અનુકૂળ સમય આપે. વડીલ, મિત્રો કે સ્નેહી સ્વજનોથી પૂરતો લાભ મળતા તમારા દરેક કામ પૂરા થઈ શકે.
બહેનો :- સંતાનો, મિત્રો કે સગા-સબંધી દ્વારા શુભ સમાચાર મળે.
ધન :- ચોથા સ્થાનમાં ચંદ્ર જલતત્વની રાશીમાં રહેતા ખેતીવાડી, બાગ-બગીચા, ફાર્મ હાઉસ, સ્થાવર મિલકતના કાર્ય બહુ જ ઝડપથી પૂર્ણ કરી શકો. નોકરીયાત વર્ગ કે વ્યાપારી વર્ગ માટે સુખમાં વધારો થાય.
બહેનો :- ભૌતિક સુખ સગવડો, મકાન વાહન કે અન્ય સુખ વધે.
મકર :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ, પરાક્રમ અને હિંમતમાં વધારો કરનાર બને. નવી-નવી પ્રેરણાઓ અંદરથી ઉત્પન્ન થાય અને ઇનો લાભ ભવિષ્યમાં સારી રીતે પ્રાપ્ત કરી શકો.
બહેનો :- ભાઈ-ભાંડુ, સહોદરના પ્રેમમાં વધારો થાય. ધર્મકાર્ય થાય.
કુંભ :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવારજનો સાથે આનંદ અને ભવિષ્યના કોઈ કાર્ય માટે ચર્ચા વિચારણા કરી શકો અને સુંદર આયોજન થઈ શકે. આવકની દ્રષ્ટીએ સમય ખૂબ સારો રહે.
બહેનો :- કુટુંબ-પરિવારમાં તામારૂ આત્મ-સમ્માન વધે.
મીન :- આપની રાશીમાં ચંદ્ર દરેક રીતે આપના માટે અનુકૂળ સમય આપે. ધંધાકિય ક્ષેત્રમાં તમારી નામના અને પ્રતિષ્ઠામાં વધારો થાય. દાંપત્ય જીવનમાં પત્નિનો પૂર્ણ સાથ સહકાર મળે.
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે અને પરણિતાઓ માટે ખૂબ સુંદર સમય રહે.
વાસ્તુ:- પૂર્ણિમા (શરદ પૂનમ) ની રાત્રે જન્મ કુંડળીમાં ચંદ્ર નબળો હોય મન સ્થિર ન હોય – ચંચળતા વધુ હોય તો ૐ સોમાય નમઃ મંત્રની ૧૧૧ માળા ચંદ્ર પ્રકાશમાં બેસી કરવાથી ખુબ જ સારો લાભ રહે છે.
Recent Comments