ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૮ એપ્રિલ થી ૨૪ એપ્રિલ સુધી.

મેષ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનુ ભ્રમણ આપના દરેક સાહસમાં બુદ્ધિ પૂર્વક અને નિર્ણય શક્તિથી કરેલા કાર્યને સફળ કરે, ચંદ્ર મંગળની યુતિ ત્રીજે રહેટા પરદેશથી આર્થિક ધન લાભની શક્યતાઓ વધી જાય, ભાગ્યોદય થાય.
બહેનો :- ધાર્મિક અનુષ્ઠાનો સફળતા પૂર્વક પૂર્ણ કર્યાનો આનંદ રહે.

વૃષભ :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર મંગળની યુતિ પારિવારિક જીવનમાં આપનું મૌન અગત્યનું બને. દરેક વાત સમજી વિચારીને કરવાથી એ વાતની અસર થાય. આર્થિક દ્રષ્ટીએ ખુબ જ સારી આવક રહેવાના સંકેત બને.
બહેનો :- તમારી મીઠી વાણીથી તમારું દરેક કાર્ય સિદ્ધ થાય.

મિથુન :- આપની રાશિમાં ચંદ્ર મંગળનો વિજય લક્ષ્મી યોગ આપને સારી વિચારધારા, ભાગીદારી અને દામ્પત્ય જીવનમાં ખુબ જ સારી સહિષ્ણુતા અને સમજદારીના દર્શન કરાવે. રંગ, રસાયણ, કેમિકલનાં ધંધામાં સારું રહે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે યોગ્ય પાત્રની શોધ પૂરી થાય.

કર્ક :- બારમાં ભુવનમાં ચંદ્ર મંગળની યુતિ આવક તો આપે પરંતુ જાવકનું પ્રમાણ પણ એટલું જ રહે પરિવાર, સંતાનોની જરૂરિયાતો કે આરોગ્ય માટેની ચિંતા રહે અને એના માટે ખર્ચ પણ આવી પડે, તકેદારી રાખવી.
બહેનો :- બિનજરૂરી મુસાફરી આરોગ્ય ના બગાડે ટે જોવું.

સિંહ :- લાભ સ્થાને ચન્દ્ર મંગળની યુતિ બુધની રાશિમાં નાણાકીય સંકટ દુર કરનાર અને જુના નાણા, અટવાયેલા નાણા પરત લાવવાની મહેનત સફળ કરનાર બને. સ્ત્રી મિત્રોને મળવાથી આનંદ વધે.
બહેનો :- સંતાનોની મહેનત સફળ થતા ખુશી વધે.

કન્યા :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સુખ, સંપતિ અને ભૌતિકતામાં વધારો કરે. સ્થાવર મિલ્કત, અન્ય જમીન, મકાન, વાહનને લગતી કામગીરી પૂર્ણ થતા હળવાશ રહે, નાણાકીય રીતે સધ્ધરતા વધે.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં કે નોકરીયાત વર્ગને સારી પ્રગતિ થાય.

તુલા:- ભાગ્ય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આપનું યોગદાન વધુ મહત્વનું બની રહે. પરદેશ રહેતા સ્નેહી મિત્રોથી આપને સારા સમાચારો મળતા આનંદ રહે. નાણાકીય રીતે સધ્ધરતા વધે.
બહેનો :- ધર્મકાર્ય, યજ્ઞ, જપ, પાઠ, પૂજા આરામથી પુરા થાય.

વૃશ્ચિક :- આઠમા સ્થાને ચંદ્ર મંગળની યુતિ પત્નીના કે અન્ય પરિવારના વારસાઈ સંપતિના પ્રશ્નોનું સુખદ સમાધાન મળતા મન પરથી એનો ભાર હળવો થાય, પરિવારજનો સાથે તમારો મનમેળ વધારજો.
બહેનો :- વાહન અને વાણી ઉપર નિયંત્રણ જરૂરી બને.

ધન :- સાતમાં સ્થાને ચંદ્ર મંગળની યુતિ લગ્ન લાયક યુવાનો માટે નવા પાત્રની શોધ પૂરી કરવામાં સહાયરૂપ બને. દામ્પત્ય જીવનમાં પણ મીઠાશ વધે, ધંધાકીય પ્રશ્નોનો શાંતિથી ઉકેલ લાવી શકો.
બહેનો :- મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટેની પ્રતીક્ષા પૂર્ણ થાય.

મકર :- છઠા સ્થાને ચંદ્ર મંગળની યુતિ આપને મોસાળ પક્ષ કે સરકારી કાર્યમાં વ્યસ્ત રખાવનાર બનતી હોય આરોગ્યની બાબતમાં સભાનતા રાખવી પણ જરૂરી બનશે. છુપા શત્રુઓ ઉપર વિજય મળે પણ સંભાળવું.
બહેનો :- જુના રોગો ફરી ઉભા ના થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપની શિક્ષણ ક્ષેત્ર સાથેની ઓળખાણ અને આપનું લીધેલું શિક્ષણ ઉપયોગી બનાવે. સંતાનોના કામ પણ સહેલાઈથી પુરા થાય. નાણાકીય વ્યવસ્થા કરવામાં પણ સારું રહેશે.
બહેનો :- સુંદરતામાં વધારો કરવા સહેલીની સાથ મળે.

મીન :- ભૌતિક સગવડો અને નવી જમીન મકાન કે ખેતી લાયક જમીનની ખરીદી કરાવનાર ચોથા સ્થાનમાં ચંદ્ર મંગળની યુતિ ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી આવક વધારનાર ધનની કમી પૂરી કરનાર બને.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય, માતૃસુખ મળે.

વાસ્તુ :- રામનવમીના દિવસે રામરક્ષા સ્ત્રોતનાં ૧૧,૨૧,૫૧,૧૦૮ પાઠ કરવાથી દરેક કાર્યની સિદ્ધિ અને સંકટો દુર થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Related Posts