fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૧૬-૧૦-૨૦૨૨ થી તા ૨૨-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અને ત્રિજા સ્થાનમાં આવી રહેલ મંગળ સાહસ પરાક્રમમાં વધારો કરે. સાતમા સ્થાને પોતાની નિચરાશીમાં સૂર્ય રહેતા દાંપત્યજીવનમાં સાવધાની રાખવી. શુક્ર સાતમે સ્વગૃહી લગ્નઈચ્છુકો માટે ઉત્તમ સમય લાવશે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી તમારા દરેક કાર્યમાં સહકાર મળે.

વૃષભ :- બિજા સ્થાને ચંદ્રનું ભ્રમણ અને મંગળ આવતા આવકમાં ખુબ જ સારો વધારો થાય. સૂર્યનું છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ આરોગ્ય બાબત મધ્યમ રહે. શુક્ર પણ છઠ્ઠે આવતા ગુપ્ત માર્ગના રોગોમાં સાચવવું.
બહેનો :- પારિવારીક જીવનમાં તમારૂ વર્ચસ્વ વધારવામાં સફળ થાઓ.

મિથુન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ ઘણા બધા નિર્ણયો ત્વરિત લેવાના થાય. મંગળનું પણ આગમન હોય ક્રોધ ઉપર અને બોલવામાં કાળજી લેવી. સૂર્ય પાંચમા સ્થાને સંતાનો માટે કાર્ય અને શુક્ર પાંચમે નવા-નવા મિત્રોનો પરિચય કરાવે. પ્રેમ સબંધો મજબૂત થાય.
બહેનો :- મનમાં સુંદર અને સ્વસ્થ વિચારો આનંદ આપે.

કર્ક :- વ્યય ભુવનમાં ચંદ્ર અને સાથે મંગળનું આગમન સ્થાવર મિલ્કત જમીન, મકાન, વાહન માટે ખર્ચ કરાવનાર. સૂર્ય ચોથા સ્થાને પૈતૃક સંપત્તિના કાર્ય કરવામાં અને શુક્ર ચોથા સ્થાને આવતા મોસાળપક્ષ તરફથી સુખ વધે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરવામાં સંભાળવું. આરોગ્ય સાચવવું.

સિંહ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ સાથે મંગળનું આગમન થતાં ખુબ જ સારો ધન લાભ આપનાર. સૂર્ય ત્રિજા સ્થાને પરદેશને લગતા કાર્ય કરાવનાર. શુકરનું ત્રીજે ભ્રમણ દેવી-ઉપાસના, સામાજીક કાર્ય કરાવે.
બહેનો :- સંતાનો તરફથી ખુબજ સારા સમાચાર મળે.

કન્યા :- દશમાં કર્મભૂવનમાં ચંદ્ર આપને વ્યાવસાયિક ક્ષેત્રમાં સારી આવક આપે. મંગળનું દશમે આગમન રંગ, રસાયણ, કેમિકલથી સારૂ રહે. સૂર્ય શુક્રનું બીજે ભ્રમણ આવતા પરિવારમાં સારા કાર્ય થઈ શકે.
બહેનો :- ગૃહ ઉપયોગી ધંધામાં સારૂ રહે. નોકરિયાત વર્ગ માટે ઉત્તમ સમય.

તુલા:- ભાગ્યભુવનમાં ચંદ્ર-મંગળની યુતી આપના માટે ભાગ્યોદયની ઉત્તમ અને શ્રેષ્ઠ તક લાવનાર બની શકે. સૂર્યનું આપની રાશીમાં આગમન થોડી અસમંજસ આપે પરંતુ શુક્ર ખૂબ જ શ્રેષ્ઠ આનંદ આપે.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોનો લાભ મળે. ધર્મકાર્ય પૂરા થાય.

વૃશ્ચિક :- આઠમા સ્થાને ચંદ્ર-મંગળની યુતિ ધન સ્થાન ઉપર દ્રષ્ટિ કરતાં ધંધાકિય આવક વધારવામાં સફળ થાશો પરંતુ વાણી ઉપર નિયંત્રણ જરૂરી બનશે. બારમાં વ્યયભુવનમાં સૂર્ય-શુક્ર ખર્ચમાં વધારો કરી શકે.
બહેનો :- દરેક કાર્યમાં ધિરજ અને શાંત ચિત્તની જરૂર પડશે.

ધન :- સાતમા સ્થાનામાં ચંદ્રનું ભ્રમણ મન ઉપર શાંતીનો અનુભવ થાય. મંગળ સાતમે દાંપત્યજીવન – ભાગીદારીમાં સંભાળીને વર્તવું. સૂર્ય અને શુક્ર લાભ સ્થાને ભ્રમણ આવતા અચાનક ધન લાભ આપી શકે.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે આગામી સમય ઉત્તમ રહે.

મકર :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર શારિરીક રીતે થોડી પરેશાનીનો અનુભવ કારાવે. મંગળ છઠ્ઠે આવતા શત્રુઓ ઉપર વિજય મેળવી શકો. સૂર્ય દશમાં સ્થાને ધંધાકીય નિર્ણયો સાવધાનીથી લેવા. શુક્ર દશમે અનેક પ્રકારના સુખ આપે.
બહેનો :- જૂના રોગો ફરીથી ઊભા ન થાય એનું ધ્યાન રાખવું.

કુંભ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ મંગળની યુતિમાં રહેતા સ્પ્તાહના પ્રારંભમાં શિક્ષણ, સંતાનો વગેરેના કાર્યમાં સફળતા મળી શકે. સૂર્ય-શુક્રની ભાગ્યભુવનમાં યુતિ દૂર દેશથી સારા સમાચાર આપે.
બહેનો :- સખી-સહેલીઓના કાર્યમાં કે પ્રસંગમાં વ્યસ્ત રખાવે.

મીન :- ચોથા સ્થાનમાં જમીન, મકાન, વાહન અને સ્થાવર મિલકતનું સુખ વધારનાર. ચંદ્ર-મંગળની યુતિ ધંધાકિય રીતે સારા લાભ આપી શકે. સૂર્ય-શુક્રનું આઠમે ભ્રમણ વાણી-વર્તનથી આવકમાં વધારો કરવામાં સફળ બનો.
બહેનો :- ભૌતિક સુખ-સગવડો વધતાં આનંદ વધે. માતૃપક્ષથી સારૂ.

વાસ્તુ:- દિપાવલીના પર્વમાં પાંચ દિવસ ઘરમાં સ્થાપન – અખંડદિપ અને ધૂપ-દિપ કરવાથી મહાલક્ષ્મીની કૃપા વરસે છે.

Follow Me:

Related Posts