કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૧૩-૧૧-૨૦૨૨ થી તા ૧૯-૧૧-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રના ભ્રમણ સાથે શરૂ થતું સપ્તાહ ભાગ્યોદય માટે સારી તક લાવે. આઠમા સ્થાને શુક્રનું ભ્રમણ આવતા પત્નિ-સ્ત્રી સબંધી વારસાઈ પ્રશ્નો આવે. મંગળનું બીજે ભ્રમણ આવક અને પરિવારમાં સંભાળવું પડે. સૂર્ય આઠમે વડીલો પાર્જીત સંપતી માટે વિવાદ ટાળવો.
બહેનો :- ધાર્મિક યાત્રા પ્રવાસના કાર્ય થઈ શકે. પરદેશથી લાભ રહે.
વૃષભ :- બીજા અને ત્રીજા સ્થાન વચ્ચે ચંદ્ર પારિવારીક કાર્યમાં વ્યાસતા રખાવે. શુક્રનું સાતમે ભ્રમણ દાંપત્ય જીવનમાં સારૂ રહે. લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ પાત્ર મળે. મંગળ આપની રાશીમાં દરેક કાર્ય શાંતચિત્તે કરવું. મંગળ સાતમે ભાગીદારીમાં સહજતાથી કાર્ય કરવું.
બહેનો :- પરિવારમાં તમારૂ માન-સન્માન વધારવાનો અવસર મળે.
મિથુન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ બુધ્ધિ પૂર્વકના નિર્ણયો લાભકર્તા બને. શુક્રનું છઠ્ઠે ભ્રમણ આવતા ગુપ્તભાગના રોગોમાં સંભાળવું પડે. મંગળ બારમાં સ્થાને આવતા દરેક કાર્યમાં વિલંબ થાય. સૂર્ય-મંગળની પ્રતિયુતિ બારમે વડીલોની તબિયત ચિંતા રખાવે.
બહેનો :- દાંપત્યજીવનમાં પ્રસન્નતાનો અનુભવ થાય.
કર્ક :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા હજી મન ડામાડોળ રહી શકે, શુક્રનું પાંચમે ભ્રમણ નવા સ્ત્રી મિત્રોનો પરિચય કરાવે. મંગળનું લાભ સ્થાને હબરમાં જૂના નાણાં પરત આપાવે. સૂર્ય પાંચમે સંતાનોની સફળતા આનંદ આપાવે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકશો તો સારૂ રહેશે.
સિંહ :- લાભ સ્થાને વ્યયભુવનમાં ચંદ્ર સપ્તાહના મધ્યભાગ સુધી આવક અને જાવક સમતોલ રખાવે. શુક્રનું ચોથા સ્થાનમાં ભ્રમણ ભૌતિક સુખ-સગવડ વધારે મંગળનું દશમે ભ્રમણ ઉદ્યોગ-ધંધા માટે સારો રહે. સૂર્ય ચોથા સ્થાનમાં સ્થાવર મિલકતના કાર્ય થાય.
બહેનો :- સખી-સહેલીઓના પ્રસંગો સાચવવામાં સમય વ્યતીત થાય.
કન્યા :- દશમાં સ્થાને સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું ભ્રમણ ધંધાકિય ક્ષેત્રે સારા લાભ આપનાર બને. શુક્રનું ત્રીજે ભ્રમણ દેવીઓના દર્શન-પુજનનો આનંદ આપે. મંગળનું ભાગ્ય સ્થાને આગમન ભાઈ-ભાંડુનું સુખ વધારે. ત્રીજે આત્મબળ મજબૂત બનાવે.
બહેનો :- પિતૃપક્ષ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થાય.
તુલા:- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા પરદેશની તૈયારી કરતાં હોય તો સમય સુંદર રહેશે. શુક્ર બીજા સ્થાને પરિવારથી લાભ, આવક વધારશે. મંગળનું આઠમે ભ્રમણ વાહન ધીમે ચલાવવું સૂર્ય બીજે ધન-સમૃધ્ધિ માટેના કાર્ય થાય.
બહેનો :- ભાગ્યની દેવીની કૃપા આપની ઉપર વરસતી જણાય.
વૃશ્ચિક :- આઠમા અને નવમા સ્થાને ચંદ્ર વિશેષ સાવચેતી અને વાણીમાં મૌન રાખવું. શુક્ર આપની રાશીમાં આનંદ-પ્રમોદ વધારે. મંગળ સાતમે દાંપત્ય જીવનમાં વિવાદ ટાળવા. સૂર્ય આપની રાશીમાં મનને મક્કમ બનાવે. જીદ્દી સ્વભાવ છોડવો.
બહેનો :- દરેક કાર્યમાં સાવધાની અને ધિરજ રાખવી જરૂરી બનશે.
ધન :- સાતમા સ્થાને ચંદ્ર દાંપત્ય જીવનમાં પ્રેમ વધારનાર, ભાગીદારો સાથે ચર્ચા નિર્ણાયક રહે. શુક્રનું બારમે ભ્રમણ ખર્ચ-ખરીદી વધે. મંગળ છઠ્ઠે ભ્રમણ જૂના રોગોમાં રાહત આપે. સૂર્ય બારમે પારિવારીક જીવનમાં ખર્ચ વધે.
બહેનો :- મનની મનોકામનાની પુર્તી થાય. ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ શક્ય બને.
મકર :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું આરોગ્ય બાબત થોડી સાવધાની રાખવી. શુક્રનું લાભ સ્થાને ભ્રમણ સ્ત્રીવર્ગ સ્ત્રીશ્રુંગાર કે સ્ત્રી મિત્રોથી સારો લાભ અપાવે. મંગળનું પાંચમે આગમન સંતાનલક્ષી કાર્ય અને સૂર્યનું લાભ સ્થાને ભ્રમણ વડીલ વર્ગથી ધનલાભ આપે.
બહેનો :- પેટ, કમર અને પગના દૂ:ખાવામાં રાહત થાય.
કુંભ :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જૂના મિત્રોને મળવાનો આનંદ રહે. શુક્રનું દશમે આગમન અનેક પ્રકારાના સુખ વધારનાર. મંગળનું ચોથા સ્થાને ભ્રમણ જમીન-મકાનના કાર્ય પૂરા થાય. સૂર્ય દશમે રહેતા રાજકારણ સરકારથી લાભ થાય.
બહેનો :- સંતાનોના ભવિષ્ય માટેના કાર્ય, નિર્ણયો લઈ શકો.
મીન :- ચોથા સ્થાનમાં ચંદ્ર ઉદ્યોગ-ધંધા નોકરી કે ખેતીવાડીમાં લાભ સારો રહે. શુક્રનું ભાગ્યભુવનમાં ભ્રમણ દૈવી કાર્ય સંપન્ન થાય. પરદેશથી શુભ સમય રહે. મંગળનું ત્રીજે ભ્રમણ સાહસ-પરાક્રમમાં વધારો થાય. સૂર્ય ભાગ્ય સ્થાને ભાગ્યોદય માટે ઉત્તમ સમય આપાવે.
બહેનો :- ભૌતિક સુખ-સગવડ વધે. નવા-નવા પરિચય થાય.
વાસ્તુ:- સૂર્ય પીડા નિવૃતિ માટે દરરોજ સૂર્ય નારાયણને અર્ધ્ય, સૂર્ય નમસ્કાર લાભકર્તા બને.
Recent Comments