fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૦-૧૧-૨૦૨૨ થી તા ૨૬-૧૧-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ખાસ કરી આરોગ્ય બાબત વિશેષ ધ્યાન આપવું. બિનજરૂરી દોડધામ થાકનો અનુભવ કરાવે. કોર્ટ-કચેરીના કાર્યમાં થોડી રૂકાવટના સંકેતો મળે. ધીમું ચાલે.
બહેનો :- કારણ વગરની મુસાફરીનો ત્યાગ કરવો.

વૃષભ :- પાંચમા સ્થાને ચંદ્ર આપનાં સંતાનો માટે અભ્યાસની આગામી સમયની યોજનાઑ પૂર્ણ કરવા માટે સારો સમય રહે. મિત્રો-વિદ્વાનો કે અન્ય તજજ્ઞોનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણને પૂર્ણ કરવાનો અવસર મળે.

મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્ર બુધની રાશીમાં માતૃ સુખ વધારનાર. ભૌતિક સુખ-સગવડોની ખરીદી માટે સારી મદદ આપનાર ધંધા-રોજગાર કે અન્ય વ્યવસાયીક ક્ષેત્રના કાર્ય પૂરા થાય.
બહેનો :- માતૃપક્ષે જવાનું થાય. પ્રસંગોના આનંદ લઈ શકો.

કર્ક :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરદેશથી સારા સમાચાર લાવે. ધર્મકાર્ય, દૈવ દર્શન કે અન્ય સામાજીક કાર્યમાં વ્યસ્ત રહેવાનુ બને. દરેક કાર્યમાં સાહસ-પરાકરમની વૃધી થાય.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફ તમારી લાગણીઓ વધે. યોગ્ય દિશા આપી શકો.

સિંહ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારીવારીક જીવનમાં અગત્યના નિર્ણયો લેવડાવનાર, પરિવારમાં તમારા જ્ઞાન-આવડત માટે માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. આવક સબંધીત સારા પરિણામો આવે.
બહેનો :- પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ પર્યટનનું આયોજન થાય.

કન્યા :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ માનસિક રીતે મજબૂત બનાવનાર ભાગીદારીના ધંધામાં કે અન્ય વિવાહિક જીવનના તમામ પ્રશ્નો માટે સારા નિર્ણયો અને નવા ધંધા માટેની ચર્ચા કરાવે.
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે અમે અનુકૂળ રહે.

તુલા:- બારમાં વ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ ખર્ચમાં વધારો કરાવનાર. પરિવારજનો વ્યાપાર કે અન્ય ધંધાકીય બાબતમાં અચાનક ખર્ચ આવવાની સંભાવનાઓ વધતી જણાય. દરેક રીતે સાચવવું.
બહેનો :- આરોગ્ય બાબતની બેદરકારી નુકશાની કરાવે.

વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્ર બુધની રાશીમાં રહેતા શૈક્ષણીક સંસ્થાઓ – ધાર્મિક સંસ્થાઓના કાર્યથી લાભ – ધંધાકીય વર્ગ માટે સારા ઓર્ડર આવે. સમાજ શ્રેષ્ઠી અને સારા વ્યક્તિથી લાભ મળે.
બહેનો :- સખી-સહેલીઓના પ્રસંગો સચવાય. સંતાન વર્ગથી સારૂ.

ધન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ-ઉદ્યોગ-ધંધામાં રહેલા માટે આવક વધારનારા કામની વ્યસ્તતા આપનાર પિતૃપક્ષથી કે વડીલ વર્ગથી ખૂબ જ સારા સહકારની ભાવના આપનાર બને.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં આવક સારી વધે.

મકર :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર સહોદર ભાઈ-ભાંડુથી સારો રહે. તમારા કાર્યમાં વડીલ ભાઈ-બહેનનો પૂરતો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નવા-નવા સાહસો માટે અંદરથી તત્પરતા વધે.
બહેનો :- ધાર્મિક વિધી-વિધાનો પૂર્ણ કરવાનો અવસર મળે.

કુંભ :- આઠમા સ્થાનમાં વાણીના કારક બુધની રાશીમાં ચંદ્રનું ભ્રમણ તમારી વાણીમાં જેટલી મીઠાસ-મધુરતા અને મૃદુતા વાપરશો એટલા જ તમારા આવકના ક્ષેત્રમાં સફળતા મળશે.
બહેનો :- બિનજરૂરી વાદ-વિવાદ અને ચર્ચાઓથી દૂર રહેવું.

મીન :- સાતમા સ્થાને ચંદ્ર તમારા માટે ખૂબ જ સારા નિર્ણયો અને મનની એકાગ્રતા, શાંતી અને બુધ્ધિપૂર્વકના કાર્ય કરાવે. ધંધાકીય મુસાફરીના યોગ ઊભા થાય. નવી દીશામાં આગળ વધી શકો.
બહેનો :- જીવનના અધૂરા સ્વપ્ન પુર્ણા કરવાની તક મળે.

વાસ્તુ:- ચંદ્રગ્રહની નબળી અસર દૂર કરવા દર સોમવારે શિવજીને ગાયનું દૂધ સાકર નાખી અભિષેક કરવાથી ચંદ્ર પીડા દૂર થાય છે.

Follow Me:

Related Posts