તા ૦૪-૧૨-૨૦૨૨ થી તા ૧૦-૧૨-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- આપની રાશીમા ચંદ્ર આત્મવિશ્વાસ વધારનાર, દરેક નિર્ણયો તટસ્થ રીતે લેવડાવનાર, લગ્નઈચ્છુકો માટે શુભ સમાચાર લાવનાર અને શુક્ર ભાગ્યસ્થાને આવતા આયાત-નિકાસના ધંધામાં ખુબ જ સારો ભાગ્યોદય આપે.
બહેનો :- મનની અંદર પ્રસન્નતા અને ચિત્તની વૃતિ સ્થિર બને.
વૃષભ :- વ્યયભુવનામાં ચંદ્રનું ભ્રમણ આપણે બિનજરૂરી ખર્ચ, યાત્રા-પ્રવાસ અને પારિવારિક કાર્યમાં ખર્ચ કરાવનાર. આરોગ્ય બાબત થોડી સાવધાની રાખવી. શુક્ર આઠમે પત્નીના વારસાઈ પ્રશ્નો આવી શકે.
બહેનો :- વિચારોની દુનિયામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો.
મિથુન :- લાભ સ્થાને ચંદ્ર આપને અનેક પ્રકારના લાભ આપી શકે. જમીન-મકાનને લગતા ધંધામાં પણ સારી આવક ઉભી થાય. જુના નાણા છુટ્ટા થાય. શુક્રનું સાતમે ભ્રમણ દામ્પત્ય જીવનમાં નવા રંગ પૂરનાર બને.
બહેનો :- જુના મિત્રો, સખી-સહેલીઓને મળવાનો આનંદ રહે.
કર્ક :- દશમાં કર્મભુવનમાં ચંદ્ર આપને ધંધાકિય ક્ષેત્રમાં સારી પ્રગતિ કરાવનાર. નવા-નવા ઉદ્યોગ-ધંધા માટેનાં વિચારો અમલ કરાવે. શુક્રનું છઠ્ઠે ભ્રમણ આવતું હોય ગુપ્ત રોગ, પથારી, પ્રોસ્ટેટને લગતા રોગોમાં સાવધાની રાખવી પડે.
બહેનો :- પિતૃપક્ષેથી ખુબ જ સારો સહયોગ મળે. ધાર્યા કામ થાય.
સિંહ :- ભાગ્યભુવનમાં મંગળની રાશીમાં ચંદ્ર આપને ભાગ્યોદય માટેની ઉત્તમ તક આપી શકે. પરદેશથી સારા સમાચારો મળતા ખુશી વધે. શુક્રનું પાંચમે ભ્રમણ નવા-નવા સ્ત્રી મિત્રોનો પરિચય થાય. પ્રણય માર્ગમાં આગળ વધી શકો.
બહેનો :- ધાર્મિક કાર્ય બહુ જ સારી રીતે સંપન્ન કરવાનો અવસર મળે.
કન્યા :- આઠમા સ્થાને ચંદ્ર ખાસ આપની વાણી અને વર્તન ઉપર કંટ્રોલ રાખવાનું સુચન કરે છે. બિનજરૂરી વાતોથી દુર રહેશો તો સારું થશે. શુક્રનું ચોથા સ્થાને ભ્રમણ ભૌતિક સુખ-સગવડો વધારી શકે.
બહેનો :- વાહન ચલાવવામાં એકાગ્રતા રાખવી જરૂરી બનશે.
તુલા:- સાતમાં ભુવનમાં ચંદ્ર ભાગીદારીના ધંધામાં ખુબ જ સારા નિર્ણયો લાવનાર. દામ્પત્ય જીવનમાં પણ એક-મેકના વિચારોને પ્રધાનતા મળે. શુક્રનું ત્રીજે ભ્રમણ ભાઈ-બહેનો માટે ઉત્તમ કાર્યની પ્રેરણા મળે.
બહેનો :- લગ્નઇચ્છુકો માટે સારો સમય. ગૃહિણી માટે ઉત્તમ દામ્પત્ય આપે.
વૃશ્ચિક :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નાની-મોતી મુસાફરી આપે સાથે જુના રોગોમાંથી બહાર નીકળવાનો રસ્તો પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીમાં રાહત રહે. શુક્રનું બીજે ભ્રમણ આર્થિક રીતે મજબુત બનાવે.
બહેનો :- ખાસ સ્ત્રી રોગો અને વાયરલ બીમારીમાં સાવધાની રાખવી.
ધન :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનો માટેનાં યોગ્ય નિર્ણય આગળ અભ્યાસ માટેનાં કાર્યમાં મિત્રોનો સહયોગ વધારે. શુક્રનું આપની રાશિમાં ભ્રમણ આવતું હોય અનેક રીતે લાભકર્તા બની રહે.
બહેનો :- દરેક કાર્યમાં તમારા ધાર્યા કાર્ય પાર પડે.
મકર :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ખેતીવાડી, બાગ-બગીચાના કાર્ય કરાવનાર. જમીન-મકાન, વાહનના ધંધામાં સારૂ પરિણામ આપે. શુક્રનું વ્યયભુવનમાં આગમન સ્ત્રી વર્ગ માટે ખર્ચ વધે.
બહેનો :- માતૃપક્ષે શુભ પ્રસંગોમાં જવાનો આનંદ વધે.
કુંભ :- ત્રીજા સ્ર્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપની અંદર સાહસ-પરાક્રમમાં વધારો કરાવે. ધાર્મિક, સામાજિક ક્ષેત્રે આપનું યોગદાન વધતું જણાય. શુક્ર લાભ સ્થાને પ્રસાધન સ્ત્રી મિત્રોથી સારો લાભ.
બહેનો :- ધર્મકાર્યમાપ્રવૃત્ત રહિ શકો. સમાજના કાર્ય પુરા થાય.
મીન :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા અચાનક આવકમાં વૃધ્ધિ જોવા મળે. પરિવારના સભ્યો સાથે આનંદની ક્ષણો વિતાવી શકો. શુક્ર દશમે આવતા રાજયોગ જેવા સુખો- ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ થાય.
બહેનો :- પરિવારમાં તમારૂ માન-સન્માન-પ્રતિષ્ઠા વધે.
વાસ્તુ:- જન્મ કુંડલીમાં બુધ નબળો પડતો હોય તો બુધવારે ગાયોને લીલો ઘાસચારો અને ભોજનમાં મગનું સેવન અને મગનું દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
Recent Comments