તા ૧૮-૧૨-૨૦૨૨ થી તા ૨૪-૧૨-૨૦૨૨ સુધીનું રાશીફળ.
મેષ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત સાવધાની જરૂરી ખાસ કરીને ચામડીના રોગો-આંખની પીડા કે અન્ય નાની-મોટી બીમારીમાં સાચવવું. સપ્તાહના મધ્યમાં આવક સબંધીત ચિંતાઓ ઓછી થવાની સંભાવના રહે.
બહેનો :- જૂના રોગોમાથી મુક્ત થવા પરેજી ફાળવી જરૂરી રહેશે.
વૃષભ :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નવા-નવા મિત્રોનો પરિચય કરાવે. જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળે. સપ્તાહના મધ્યભાગમાં વાયરલ બીમારીઓ, શરદી-ઉધરસ જેવી તકલીફ જોવા મળી શકે.
બહેનો :- અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં સ્નેહીજનોનો સાથ મળે.
મિથુન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ સગવડો, ખેતીવાડી – જમીન મકાનના દસ્તાવેજો કે બાનાખતના કાર્ય કરાવનાર બને. નવી વસ્તુની જાણકારી મળે. સપ્તાહના મધ્યમાં પ્રણય માર્ગે આગળ વધી શકે.
બહેનો :- ઘર સજાવટ અને ગૃહઉપયોગી કાર્યમાં વ્યસ્ત રહેવાનુ થાય.
કર્ક :- ત્રીજા સ્થાનમાં આજ રાત્રી સુધી ચંદ્ર સાહસ અને પરાક્રમમાં વૃધ્ધી કરાવનાર બને. સપ્તાહના મધ્યમાં ચંદ્રનું સુખ સ્થાનમાં ભ્રમણ આવતા બાગ-બગીચાઓ કે અન્ય સુખ-સગવડના કાર્ય પૂરા થાય.
બહેનો :- ભાઈ-ભાંડુનું સુખ વધતાં દરેક કાર્ય સરળ લાગે.
સિંહ :- બીજા સ્થાનમાં ચંદ્ર આર્થિક રીતે ખૂબ જ સારા નિર્ણયો લેવડાવે. પરિવાર સાથે નાના-મોટા પિકનિક-પ્રવાસનો આનંદ મળે. સપ્તાહના મધ્યમાં ત્રીજા સ્થાને આવતા ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રખાવે.
બહેનો :- પરિવારમાં તમારું સન્માન સ્નેહમાં વધારો થાય.
કન્યા :- આપની રાશીમાં ચંદ્રનું રાત્રી સુધી ભ્રમણ રહેતા ભાગીદારીમાં ચાલતા ધંધા-રોજગારને લગતા કે દાંપત્ય જીવનને લગતા અગત્યના પ્રશ્નનોનો સમાધાન કે નિર્ણય કરી શકો. આવકની દ્રષ્ટીએ ખૂબ સારૂ રહે.
બહેનો :- લગ્નજીવનમાં પ્રસન્નતા વધે. લગ્નઈચ્છુકો માટે સારૂ રહે.
તુલા:- વ્યયભુવનમાં રાત્રી સુધી ચંદ્ર આપની આવક-જાવકની નૈયાને હાલક-ડોલક રખાવે પરંતુ ધીમે-ધીમે સપ્તાહના મધ્યમાં તેની પરિસ્થિતી સરખી થાય. પત્નિ તરફથી પૂર્ણ સાથ-સહકાર મળે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ-ખરીદીથી દૂર રહેવાનો પ્રયત્ન કરશો.
વૃશ્ચિક :- લાભ સ્થાને રહેલ ચંદ્ર આપના પરિચિત સ્ત્રી મિત્રો, સ્ત્રીવર્ગ અને જૂના મિત્રોથી સારો આર્થિક લાભ કારાવે. નાણાકીય લાભ સારો રહે. સપ્તાહના મધ્યમાં અચાનક ખર્ચ કે મુસાફરી આવી પડે.
બહેનો :- સંતાનોના અભ્યાસ અંગે સારા નિર્ણય આવે.
ધન :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપની સ્થિતિને મજબૂત બનાવે. નોકરીયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાન્સ વધે. ઉદ્યોગ-ધંધામાં પણ સારો લાભદાયક સમય ઊભો કરી શકો.
બહેનો :- પિતૃપક્ષેથી સુંદર સમાચાર મળે. સ્નેહીજનોને મળવાનું થાય.
મકર :- ભાગ્યભુવન અને દશમાં સ્થાન વચ્ચેનું આ સપ્તાહ પરદેશથી આપના માટે સારા સમાચાર લાવનાર બને. ધંધા માટે સારા સંકેતો પ્રાપ્ત થાય. પિતૃપક્ષેથી પૂર્ણ સહયોગ મળે.
બહેનો :- ધાર્મિક કાર્યની ઈચ્છા પૂર્ણ કરવાનો આનંદ મળે.
કુંભ :- રાત્રી સુધી ચંદ્રનું આઠમે ભ્રમણ રહેતું હોય કોઈપણ અગત્યના નિર્ણયો કરવાના હોય તો થોભો અને રાહ જુઓની નિતી રાખવી સપ્તાહના મધ્યમાં તમારા દરેક કાર્ય પૂર્ણ થતાં જોવા મળે.
બહેનો :- વાદ-વીવાદથી નુકશાનની શક્યતા. મૌનથી લાભ.
મીન :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે કોઈપણ નિર્ણયો લેવામાં સરળતા આપશે. દાંપત્યજીવન પ્રેમ અને એકબીજાની પ્રત્યે હુંફ વધે. સ્પ્તાહના મધ્યામાં અગત્યના કામમાં સાચવવું. ઉતાવળ ન કરવી.
બહેનો :- અંતર ઈચ્છાઓને પ્રગટ કરવાની તક મળે.
વાસ્તુ:- જન્મકુંડળીમાં શુક્રને મજબુત કરવા માટે દેવી ઉપાસના ચંડીપાઠ, કૂવારીકા પૂજન, ભોજન અને શુક્રવારે ઉમરાના વૃક્ષની પૂજાથે શુક્રનું બળ વધે છે.
Recent Comments