ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૧૫-૦૧-૨૦૨૩ થી તા ૨૧-૦૧-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- સાતમા સ્થાનમાં ચંદ્ર દાંપત્ય જીવનમાં પરમ વધારનાર, નવા ભાગીદારો બનાવનાર, લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ સમય લાવનાર. શનિ મહારાજનું લાભ સ્થાને ભ્રમણ રાજકીય-સામાજિક અને આર્થિક રીતે ઉન્નતિના દ્વાર ખોલનાર બને.
બહેનો :- મનપસંદ વ્યક્તિથી મુલાકાત થાય. પતિ સુખમાં વધારો થાય.

વૃષભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત સારૂ રહે છતાં ગુપ્ત રોગોમાં અને ખાસ હિત શત્રુઓથી સાવધાની રાખવી જોઈએ. શનિનું દશમે ભ્રમણ કર્મક્ષેત્રમાં સારી પ્રગતી આપનાર બને. નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
બહેનો :- સામાન્ય તકલીફોનો સામનો કરવો પડે. આરામ કરવો જરૂરી.

મિથુન :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનો માટે સારી કાર્ય કરાવનાર મિત્રોથી આનંદદાયક સમાચાર આપનાર. ભાગ્યસ્થાનમાં શનિ તમને હવે એની પીડામાથી મુક્ત કરવા ઈચ્છિત ફળની પ્રાપ્તિ અને ઉત્તમ ધર્મકાર્ય કરાવે.
બહેનો :- સખી-સહેલી કે મિત્રવર્તુળથી આપના ઉત્સાહમાં વધારો થાય.

કર્ક :- ચોથા સ્થાનેથી પસાર થઈ રહેલ ચંદ્ર આપણે ભૌતિક સુખમાં વધારો કરાવનાર, સ્થાવર-જંગમ કે બાગ-બગીચાના કાર્ય થાય. શનિનું આઠમે ભ્રમણ બિનજરૂરી મુસાફરી અને હરવા-ફરવાનું ટાળવું. ખર્ચમાં વધારો થઈ શકે.
બહેનો :- ભૌતિક સુખ-સગવડ કે વાહન સુખમાં વધારો થાય.

સિંહ :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ ધાર્મિક રીતે મજબૂત બનાવે. ધંધાકીય ક્ષેત્રમાં તમારા પોતાના આત્મવિશ્વાસથી સાહસ કરવાની પ્રારના મળે. શનિનું સાતમે ભ્રમણ ક્યાય ખોટી રીતે ફસાયેલા હશો તો બહાર કાઢવામાં મદદ કરશે. અહમ અને આડંબરનો ત્યાગ કરવો.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસનો આનંદ મળે. ભાઈ-ભાંડુથી લાભ રહે.

કન્યા :- બીજા સ્થાનમાં ચંદ્ર પરિવારજનો સાથે આનંદની ક્ષણો માણવાનો અવસર મળે. નાના-મોટા પ્રવાસ-પર્યટન પણ થાય. શનિનું છઠ્ઠે ભ્રમણ આવતા સમાજ-કુટુંબ કે અન્ય જગ્યાએ સારી પ્રતિષ્ઠા અપાવે પણ જી-હુજુરી વાળા લોકોથી સાવધાની રાખવી.
બહેનો :- પરિવારમાં તમારૂ સન્માન વધે. સારા કાર્યની પ્રશંસા થાય.

તુલા:- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ માનસિક રીતે ખૂબ જ શાંતીનો અનુભવ કરાવે. સ્ફુરતીમાં વધારો થાય. પત્નિથી ખૂબ સારો સહયોગ મળે. શની મહારાજની પીડા મુક્તિ ખૂબ જ સારા લાભ અપાવીને જાય.
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે સારૂ પાત્ર આવે. ગૃહિણી ને લાભ રહે.

વૃશ્ચિક :- વ્યયભુવનમાં શુક્રની રાશીમાં ચંદ્ર હરવા-ફરવા, મોજ-શોખ કે સ્ત્રીવર્ગ માટેના ખર્ચમાં વધારો કરે. આવક કરતાં જાવક વધે. શની મહારાજનું ચોથે ભ્રમણ પનોતીનો તબક્કો શરૂ થતો હોય જેટલા સાવધાન રહેશો એટલા બચી શકશો.
બહેનો :- કારણ વગરના ખર્ચાઓ માનસીક પીડા આપે.

ધન :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આર્થિક દૃષ્ટિએ સારા લાભ આપનાર બને. સ્ત્રી સૌંદર્યના સાધનોમાં આવક વધે. શનિની પનોતીમાઠી મુક્ત થતાં આપણે સુવર્ણ કાળનો સૂર્ય ઉદીત થાય.
બહેનો :- સંતાનો માટેના કાર્ય સરળ બનતા ખુશી વધે.

મકર :- દશમાં કર્મભૂવનમાં ચંદ્રનું ભ્રમણ ધંધાકીય ક્ષેત્રે અટવાયેલા તમામ કાર્ય પૂરા થાય. ગૃહ-ઉદ્યોગ કે સ્ત્રી પ્રસાધનોના ધંધામાં તેજી આવે. શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો ઘણા બધા સુખના સાધનો અને ધાર્યા કામ પૂરા થાય છતાં સંભાળવું.
બહેનો :- પિતૃપક્ષથી શુભ પ્રસંગોના સમાચાર ખુશી આપે.

કુંભ :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે દૈવી કૃપા મળતા જલદી ભાગ્યોદયની તક આવે. ધર્મકાર્ય અને દેવકાર્યમાં સહભાગી બની શકો. પનોતીના બીજા તબક્કામાં સાવધાની રાખશો તો શનિ આપણે ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરાવે.
બહેનો :- ભાઈ-ભાંડુને મળવાનું થાય. પરદેશથી લાભ મળે.

મીન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નાણાકીય દૃષ્ટિએ આવક સારી રહે. પરિવારજનો સાથે રહેવાનુ થાય. શનિ મહારાજની પનોતી સાડા સાતિના પ્રથમ તબક્કાનો પ્રારંભ બસ મૌન રહી સતત ભક્તિ માર્ગમાં રહેશો તો સારૂ રહેશે.
બહેનો :- વાહન ચલાવવામાં અને વાણીના પ્રયોગમાં સાવધાની રાખવી.

વાસ્તુ:- કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ, મીન રાશીના જાતકોએ સાવધાની પૂર્વક, ન્યાયપ્રિય નીતિ, પ્રામાણિકતા અને સમાજસેવા, દિવ્યાંગ, ગરીબ, મજદૂરને મદદ કરવી. હનુમાન ચાલીશા, શનિ સ્ત્રોત, શનિ ચાલીશાના પાઠ કરવા.

Related Posts