ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૨૯-૦૧-૨૦૨૩ થી તા ૦૪-૦૨-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- આજે રાત્રી સુધી ચંદ્ર-રાહુની યુતિ આપની રાશીમાં રહેતા મનની સ્થિતી અસ્ત-વ્યસ્ત રખાવનાર બને. દાંપત્યજીવન અને ભાગીદારીમાં સંભાળીને ચાલવું. બિનજરૂરી વિચારોને દૂર રહી તમારા પર્સનલ કાર્યમાં વ્યસ્ત રહેવું. ધીરજ રાખવી.
બહેનો :- ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા મનને શાંત રાખવા પ્રયત્ન કરવો.

વૃષભ :- વ્યયભુવનમાં ચંદ્ર ખર્ચ બાબત થોડું વિચારવું પડે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. મુસાફરી દરમ્યાન તમારા મનને શાંત રાખવું અને આરોગ્ય બાબત પણ કાળજી રાખવી. જરૂર ન હોય એવી મુસાફરીનો ત્યાગ કરવો.
બહેનો :- ખાનપાનમાં પરેજી રાખવી. તબિયત બાબત કાળજી લેવી.

મિથુન :- લાભ સ્થાનમાં હજી રાત્રી સુધી ચંદ્રનું ભ્રમણ આપણે ઘણા-બધા લાભ આપે. અટકાયેલા નાણાં કે ફાસએલા નાણાં જલ્દીથી પરત આવવાની સંભાવના વધી જાય. છતાં પણ દરેક બાબતમાં થોડી-થોડી રૂકાવટ આવે તો સંભાળવું.
બહેનો :- સખી-સહેલી મિત્ર વર્ગને મળવાનો આનંદ રહે. સંતાનથી સારૂ.

કર્ક :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ કર્મસ્થાનમાં રહેતા નોકરીયાત વર્ગ માટે અચાનક પરિવર્તનના યોગો ઊભા થવાના ચાંસ રહે. રાજકારણ કે અન્ય સરકારી કામોમાં નાણાં મળવાના ના હોય તો એ પ્રાપ્ત થાય. ઉદ્યોગ-ધંધામાં સારૂ.
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય. પ્રસંગનો આનંદ માણી શકો.

સિંહ :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરદેશથી ભાગ્યોદય માટે ઉત્તમ તક મળવાની કે સારા સમાચારની આશા પૂર્ણ થાય. તમારા દરેક કાર્યમાં હિમત અને સાહસવૃતિની જરૂર પડે તો સમજી વીચારીને કાર્ય કરવા.
બહેનો :- ધાર્મિક કાર્ય માટે પૂર્ણ સહયોગ મળતા તે પૂરા થાય.

કન્યા :- આઠમા સ્થાનમાં ચંદ્ર-રાહુની યુતિ રહેતા ખાસ વાણી ઉપર નિયંત્રણ નહી રાખો તો ઘણા બધા સબંધો ગુમાવવાનો વારો આવી શકે એટલે દરેક બાબતમાં સમજી વિચારીને બોલવું. બને ત્યાં સુધી કોઈના વિવાદમાં પડવું નહી.
બહેનો :- એકાગ્રતા અને ધીરજથી વાહન ચલાવવું. દરેક કાર્યમાં શાંતવૃતી રાખવી.

તુલા:- સાતમા સ્થાનમાં ચંદ્ર પતિ-પત્નીના સબંધોમાં એક પાતળી દીવાલ ઊભી કરી શકે પરંતુ સમજદારી અને મૌન દ્વારા તમારો સમય પસાર કરશો તો એનું ફળ સારું મળે. ધંધાકીય ક્ષેત્રમાં પણ આજ નીતી જરૂરી બનશે.
બહેનો :- લગ્નઈચ્છુકોએ સમજી વિચારી નીરને લેવા. ગૃહિણી માટે સારૂ રહે.

વૃશ્ચિક :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આરોગ્ય બાબત સારૂ રહે પરંતુ વાતાવરણની થોડી અસર શરદી-ઉધરસ-સળેખમથી બચવું. કાદયાકિય બાબત કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો એમાં થોડી ધીમી ગતિએ તમારું કાર્ય આગળ વધે.
બહેનો :- જૂના રોગોને પરેશાની માથી મુક્ત થઈ શકો. પરેજી ફાળવી.

ધન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના વિદ્યા-અભ્યાસ બાબત જરૂરી કોઈ નિર્ણય લેવાના હોય તો થોડું રોકાવું. સપ્તાહના મધ્યભાગમાં આરોગ્યની નાની-મોટી ફરીયાદ રહેવાની સંભાવનાઓ રહે છે.
બહેનો :- જૂના મિત્રો-સહેલીઓને અચાનક મળવાનો આનંદ મળે.

મકર :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખોની ઈચ્છા પૂર્ણ કરવામાં સારી મદદ મળે. માતૃપક્ષ તરફથી સારો લાભ પ્રાપ્ત થાય. જામી-મકાન, વાહનને લગતા કાર્ય કે દસ્તાવેજ, બાનાખતના કારી હવે સહેલાઈથી પુરા થાય.
બહેનો :- ગૃહિણીઓ માટે પિતૃપક્ષથી સારા સમાચાર આવે.

કુંભ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના માટે દૂર દેશથી કોઈ સારા સમાચાર લાવનાર બને. વડીલ ભાઈ-બહેનોના કાર્યમાં ઉપયોગી બનવાનું થાય. ધાર્મિક કાર્યક્રમો કે સામાજીક પ્રવૃતીમાં આપનું યોગદાન વધતું જણાય.
બહેનો :- ધાર્મિક યાત્રા કે પ્રવાસનું આયોજન સફળતા પૂર્વક થાય.

મીન :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં આનંદદાયક ક્ષણો આપે સાથે ધંધાકીય પ્રવૃતિમાં સારી આવક ઊભી કરવાની મહેનત સફળ થાય. નાના-મોટા પીકનિક, પ્રવાસનું આયોજન સુંદર રીતે પાર પડે.
બહેનો :- પરિવારમાં તમારું આત્મ સન્માન વધતાં અંદરથી ખુશી મળે.

વાસ્તુ:- ઘરમાં શાંતી અને ધંધામાં પ્રગતિ માટે હમેશા ઘર અને દુકાનમાં સિધ્ધ શ્રી યંત્ર રાખવાથી અને નિત્યા પૂજા-પાઠ કરવાથી ખૂબ જ સારી પ્રગટી અને શાંતીનો અનુભવ થાય છે.

Related Posts