કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૦૫-૦૨-૨૦૨૩ થી તા ૧૧-૦૨-૨૦૨૩ સુધીનું રાશીફળ.
મેષ :- ચોથા સ્થાનમાં સ્વગૃહી માતૃસુખમાં વધારો કરનાર. ખેતી, બાગાયત કે અન્ય બાગ-બગીચાના કાર્ય થાય. મોસાળપક્ષથી સુંદર સમાચાર મળે. ભૌતિક સુખ અને ઉદ્યોગ-ધંધાના કાર્યમાં સારી પ્રગતિ અને નાણાકીય સહાય મળે.
બહેનો :- માતૃપક્ષે સારા પ્રસંગોનું આયોજન થાય. ગૃહિણીઓને લાભ રહે.
વૃષભ :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ વૃધ્ધી કરાવનાર, સ્વતંત્ર કાર્યમાં સારા ભાગ્યોદયની તક લાવનાર. ભાઈ-ભાંડુ સહોદરના સુખમાં વધારો થાય. પરદેશને લગતા દરેક કાર્ય આસાનીથી પૂરા કરવાની તક આવે.
બહેનો :- ધાર્મિક યાત્રા-પ્રવાસ સફળતાથી પૂરા કરી શકો.
મિથુન :- બિજા સ્થાનમાં ચંદ્ર પારીવારિક જીવનમાં એકતા વધારનાર. નાના-મોટા પ્રસંગો ઊભા અને નાણાકીય રીતે આયોજન આપનાર બને. સપ્તાહના મધ્યમાં આંતરીક મજબૂતાય વધે. દરેક કાર્યમાં ઉત્સાહ રહે.
બહેનો :- પારિવારિક જીવનમાં સુખ-શાંતીનો અનુભવ થાય.
કર્ક :- આપની રાશીમાં સ્વગૃહી ચંદ્ર તન-મનને શીતળતાનો અનુભવ કરાવે. મન પ્રફુલ્લિત રહેતા કાર્ય પ્રસન્નતા પૂર્વક પૂર્ણ કરવાનો આનંદ વધે. પત્નીનો સાથ-સહકાર અને પ્રેમ મળતા દાંપત્ય જીવનમાં ખુશી રહે.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે ઉત્તમ પાત્રની વાતચીત આગળ વધે.
સિંહ :- વ્યયભુવનનો ચંદ્ર સતત મુસાફરી અને પરિવાર લક્ષી કાર્યમાં નાણાનો વ્યય કરાવે. ધાર્યા કરતાં વધુ પ્રવાસો શરીરને થાકનો અનુભવ કરાવે. સ્પ્તાહના મધ્યભાગમાં આપને ચોક્કસ રાહતનો શ્વાસ લઈ શકશો.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કરતાં પહેલા વિચારવું. આરોગ્ય સાચવવું.
કન્યા :- લાભસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા દરેક ક્ષેત્રમાં આપણે લાભ રહે. ખાસ સ્ત્રીવર્ગ – દૂધની વસ્તુઓ-પાણી વગેરેના ધંધામાં લાભદાયક સમય આવે. સપ્તાહના મધ્યમાં અચાનક ખર્ચ વધવાની શક્યતાઓ રહે. સંભાળવું પડે.
બહેનો :- સખી-સહેલીના પ્રસંગોનો આનંદ રહે. સ્નેહીજનોથી લાભ.
તુલા:- દશમાં ભુવનમાં ચંદ્ર ધંધાકીય ક્ષેત્રે નોકરીયાત વર્ગ અને પ્રવાહી વસ્તુના ધંધામાં જોડાયેલા વ્યક્તિઓ માટે આવકનું પ્રમાણ વધે અને સુંદર સમય રહે. માતૃપક્ષના કાર્યમાં થોડી વ્યસ્તતા રહે. સપ્તાહના મધ્યમાં સારો લાભ મળે.
બહેનો :- ગૃહઉદ્યોગ-ધંધામાં સારી કમાણીની તક આવે. પિતૃપક્ષથી લાભ.
વૃશ્ચિક :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર જલતત્વની રાશીમાં સ્વગૃહી થતાં દૂરદેશથી તમારા માટે ભાગ્યોદયની તક લાવનાર અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રખાવનાર બને. સપ્તાહના મધ્યભાગમાં તમારા ધંધાકીય કાર્યમાં અગત્યના નિર્ણય આવે.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, યાગાદી, પૂજાપાઠનો આનંદ રહે.
ધન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નદી-તળાવ-સરોવર કે પાણીવાળી જગ્યાએ હરવા ફરવાનો આનંદ આપે. આવકની દ્રષ્ટીએ તમારા દરેક પાસા સવળા પડતાં આવક વધારવાના પ્રયત્નો સફળતા તરફ દોરી જાય. સારું રહે.
બહેનો :- ધીરજ પૂર્વક કરેલું દરેક કાર્ય નવી દિશા તરફ આગળ વધારે.
મકર :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જીવન સાથીની પસંદગીની ઈચ્છા પૂર્ણ થતી હોય એવું લાગે. ધંધાકીય ક્ષેત્રે ભાગીદારીના નવા સોપાન સાર કરવાનો મોકો મળે. સપ્તાહના મધ્યભાગમાં તમારી વાણી ઉપર મૌનનું કવચ રાખવું.
બહેનો :- લગ્નજીવનમાં પ્રેમ-હુંફ અને વિશ્વાસમાં વધારો થાય.
કુંભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ખાસ શરદી, સળેખમ અને વાયરલ બીમારીનો અનુભવ કરાવે. મુસાફરી દરમ્યાન પણ શારિરીક રીતે થાકનો અનુભવ થાય. સ્પ્તાહના મધ્યભાગમાં ધંધામાં સારી રીતે આગળ વધવાની પ્રેરણા મળે.
બહેનો :- આરોગ્ય બાબતની નાની-મોટી ફરિયાદ દૂર થાય.
મીન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના દરેક કાર્ય પૂરા કરવામાં સમય અને મિત્રોનો સાથ મળે. જૂના મિત્રો, સ્ત્રી મિત્રોની અચાનક મુલાકાત થતાં ખૂબ જ આનંદ દાયક ક્ષણોમાં વધારો થાય. નવા-નવા પરિચાયો ભવિષ્યમાં લાભકર્તા બને.
બહેનો :- અધૂરા સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. સંતાનથી સારૂ રહે.
વાસ્તુ:- નવા કાર્યની શુભ શરૂઆત પહેલા હમેશા ઈષ્ટદેવને ઘી નો દિપક કરી ઈશતા મંત્રણા જાપાની એક માળા કરી પ્રણામ કરવાથી કાર્યની સિધ્ધી મળે છે.
Recent Comments