ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૦ જુન થી ૨૬ જુન સુધી.
મેષ :- સાતમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ અને ચોથા સ્થાનમાં આવી રહેલ શુક્ર, ખુબ સારા કાર્ય કરાવનાર, દામ્પત્ય જીવનમાં પ્રેમની ઉર્જા પૂરી પાડનાર સાથે ધંધાકીય ક્ષેત્રમાં નવી ભાગીદારીનાં એંધાણ આપનાર બને, ચંદ્ર શીતળતા આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે શુભ સમય, ગૃહિણીઓ માટે આનંદ દાયક રહે.
વૃષભ :- છઠા સ્થાનમાં ચંદ્ર કોર્ટ કચેરી, મોસાળ પક્ષ કે અન્ય મુસાફરીના કાર્ય કરાવે. સૂર્ય રાહુની યુતિ આપની રાશિમાં પૂર્ણ થતા ખુબ જ સારી રાહત રહે. શુક્રનું ત્રીજા સ્થાને આગમન, ભાગ્યની દેવી કૃપા વરસાવે.
બહેનો :- જુના રોગો અને પીડામાંથી મુક્ત થવાનો અવસર મળે.
મિથુન :- પાંચમાં સ્થાનમાં આવી રહેલ ચંદ્ર, સંતાનોનાં શિક્ષણ માટેની સમસ્યાઓનું સમાધાન લાવે. શિક્ષણ જગત સાથેના સંબંધોનો ઉપયોગ સારી રીતે કરી શકો. શુક્ર બીજા સ્થાનમાં જતા પરિવારજનો અને આવકનું સારું રહે.
બહેનો :- જુના મિત્રો, સહેલીઓની સાથે વાતચીત કે મળવાનું થાય.
કર્ક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું આગમન ભૌતિક દ્રષ્ટીએ સારા સુખો વધારનાર, માતા પિતા તરફથી ઉત્તમ પ્રેમ પ્રાપ્ત કરાવનાર અને જમીનને લગતા કાર્ય કરાવે. શુક્ર આપની રાશિમાં અને આનંદદાયક ક્ષણો આપે.
બહેનો :- પિયર પક્ષ કે મોસાળ પક્ષે જવાનું થતા ખુશી વધે.
સિંહ :-ત્રીજા સ્થાનમાં સપ્તાહના પ્રારંભમાં ચંદ્રનું ભ્રમણ આવતા આંતરિક હિમાંતમાં વધારો થાય. નવા સાહસો કરવાની વૃતિ જન્મ લેતા નવા સાહસ કરી શકો, બારમાં સ્થાને શુક્ર ભૌતિકતા પાછળ ખર્ચ વધારનાર બને.
બહેનો :- ભાઈ ભાંડુ તરફથી પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય, ધર્મકાર્ય થાય.
કન્યા :- બીજા સ્થાનમાં ચંદ્ર્નું ભ્રમણ નાણાકીય દ્રષ્ટીએ અને આવકની દ્રષ્ટીએ સારા પરિણામો આપનાર, પરિવાર સાથે નાની મોટી મુસાફરી પ્રવાસ આપે, શુક્ર લાભ સ્થાને, સ્ત્રીવર્ગથી ખુબ સારો લાભ રહે.
બહેનો :- પરિવારમાં યશ કીર્તિમાં વધારો થાય, વખાણ થાય.
તુલા:- આપની રાશિમાં આવી રહેલ કાહ્ન્દ્ર સૌન્દર્ય લક્ષી કાર્ય, પત્નીના કાર્ય અને ભાગીદારીના કાર્ય પુરા કરવામાં સહાયરૂપ થશે. રાશિનો સ્વામી શુક્ર દશમાં ભુવનમાં આવતા અનેક પ્રકારની ઈચ્છા પુરતી થાય.
બહેનો :- મનને આનંદિત અને સારા વિચારોમાં રાખી શકો.
વૃશ્ચિક :- બારમાં સ્થાનમાં ચંદ્રનું આગમન થોડી નિર્ણય શક્તિને નબળી પાડતા શું કરવું, શું ના કરવું, એનો નિર્ણય લેવામાં ગડમથલનો સામનો કરવો પડે, પરંતુ શુક્ર ભાગ્ય સ્થાને આવતા ભાગોદયની તક લાવનાર બને.
બહેનો :- બિન જરૂરી ખરીદીમાં કાપ મુકવો, મુસાફરીમાં જાળવવું.
ધન :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ અનેક કાર્યમાં સફળતા આપે. શુક્રની રાશિમાં રહેતા સ્ત્રી સૌદર્ય, સ્ત્રી પ્રસાધનો, સંગીતના સાધનો કે અન્ય મોજ શોખની વસ્તુથી લાભ થાય. આઠમે શુક્ર સ્ત્રી વર્ગ, પત્નીના સંપતિનાં પ્રશ્નોમાં રાહત રહે.
બહેનો :- સંતાનો સાથે તમારો સમય આનંદ દાયક રહે.
મકર :- દશમાં સ્થાને ચંદ્રનું આગમન, નોકરીયાત વર્ગ માટે નવા પરિવર્તનના સમાચાર લાવનાર, ધંધાકીય કાર્યમાં સારી આવક ઉભી કરાવે, શુક્રનું સાતમે આગમન લગ્ન ઇચ્છુકો ની મનોકામના પૂરી કરનાર બને.
બહેનો :- પિતૃ પક્ષે પ્રસંગો સાચવવાનો આનંદ વધે.
કુંભ :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર ધાર્મિક દ્રષ્ટિએ સમય તમારા માટે ઉત્તમ રહે, ખાસ કરીને દેવી ઉપાસનાનાં કાર્ય, માતાજીના અધૂરા કાર્ય પુરા કરવાની તક આપે, શુક્ર છઠા સ્થાને, આરોગ્ય નરમ ગરમ રહી શકે.
બહેનો :- દેવ દર્શન, તીર્થ યાત્રા કે અન્ય ધર્મકાર્ય થાય.
મીન :- આઠમા સ્થાને કાહ્ન્દ્ર શુક્રની રાશિમાં રહેતા શ્વસુર પક્ષના કાર્યમાં કે પત્નીના સ્વજનોના કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. બિનજરૂરી વાણીનો ઉપયોગ નાં કરવો, શુક્ર પાંચમાં સ્થાને નવા સ્ત્રી મિત્રો આપનાર બની શકે.
બહેનો :- વાહન અને વાણીનો ઉપયોગ ધ્યાન પૂર્વક કરવો.
વાસ્તુ :- એકાદશી અને દ્વાદશીના દિવસે ઘરમાં લક્ષ્મીનારાયણ કે શાલીગ્રામની પૂજા કરી વિષ્ણુસહસ્ત્રનાં પાઠ કરવાથી સમૃદ્ધિ વધે, અને શાંતિ સ્થપાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386


















Recent Comments