તા ૨૬-૦૩-૨૦૨૩ થી તા ૦૧-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ.
મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં ખુશી લાવનાર. નાના-મોટા પિકનિક, પ્રવાસનું આયોજન કરાવનાર. આર્થિક દ્રષ્ટિએ સારું યોગદાન રહે. સ્પ્તાહના અંતમાં બુધ આપની રાશીમાં ખૂબ જ અગત્યના નિર્ણયો આવે.
બહેનો :- પરિવારમાં શાંતી અને ખુશાલી નો માહોલ રહે.
વૃષભ :- આપની રાશીમાં ઉચ્ચ રાશીના ચંદ્ર થતાં મનની શીતળતા અને શરીરની પ્રફુલલીતતા માં વધારો થાય. દાંપત્ય જીવનમાં પ્રેમ વધે. ભાગીદારી માટે સમય સારો રહે. બુધનું બારમે વ્યયભૂવનમાં આગમન ધંધા માટે ખર્ચ વધારે.
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ વાતચીત આગળ વધે. ગૃહિણી ને આનંદ રહે.
મિથુન :- વ્યયભૂવનમાં ચંદ્ર આપની આર્થિક સ્થિતી બરાબર રાખે પરંતુ અચાનક ખર્ચમાં વધારો ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પરિવાર કે મુસાફરી માટે ખર્ચ થાય. બુધનું લાભ સ્થાને આગમન ધાર્યા હોય એવા કામ સફળ થાય.
બહેનો :- બિનજરૂરી ખર્ચ કે મુસાફરીમાં ધ્યાન રાખવું પડે.
કર્ક :- લાભ સ્થાને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશીમાં રહેતા આર્થિક રીતે ઘણા બધા લાભ આપનાર. સ્ત્રીવર્ગ, માતૃપક્ષ, સ્ત્રી મિત્રો કે સફેદ વસ્તુથી સારો લાભ મેળવી શકો. બુધનું દશમે ભ્રમણ ધંધાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ નિર્ણયો લેવડાવે.
બહેનો :- સખી-સહેલીઓ ના પ્રસંગો સચવાય. આનંદ વધે.
સિંહ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ માટે ખુશીના સમાચાર લાવે. ઉદ્યોગ-ધંધામાં સારૂ વળતર અને પિતા તરફથી સુંદર સહયોગ મળે. બુધનું ભાગ્યભુવનમાં આગમન દૈવી ઉપાસના માટે ઉત્તમ સમય રહે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગો સચવાય. સ્નેહીજનોને મળવાનું થાય.
કન્યા :- ભાગ્ય સ્થાને શુકરની રાશીમાં ચંદ્ર ઉચ્ચા રાશીમાં બિરાજતા દુર દેશથી તમારા માટે ખૂબ જ સારા સમાચાર લાવનાર. ઈશ્વરીય કાર્યમાં પણ વ્યસ્ત રખાવનાર બને. બુધ આઠમે આવતા કોઈના જામીન કે સાક્ષી થવું નહી.
બહેનો :- ભાગ્યની દેવીની કૃપા વરસતી જણાય. ધર્મકાર્ય પૂરા થાય.
તુલા :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ આર્થિક દ્રષ્ટી એ સમય સારો રહેતા નાણાં ભીડ ઓછી થાય. પરિવાર સાથે આનંદની ક્ષણો વ્યતીત કરી શકો. બુધ સાતમે આવતા ભાગીદારીના ધંધા માટે ઉત્તમ સમય લાવનાર બને.
બહેનો :- આપના વાણી વર્તનમાં એજ મીઠાસ – નમ્રતા સારા ફળ આપે.
વૃશ્ચિક :- સાતમા સ્થાનમાં ચંદ્ર પત્ની અને ભાગીદારીના સ્થાનમાં ઉચ્ચ રાશીમાં રહેતા તન-મનથી આનંદીત રહી શકો. સુંદર અને ઉચ્ચ પ્રકારના વિચારો આવે. બુધનું છઠ્ઠા સ્થાને ભ્રમણ કોર્ટ કચેરીના કાર્ય પૂરા થાય.
બહેનો :- પતિ – પત્નિના સબંધોમાં મીઠાસ વધે. લગ્ન કાર્યમાં સફળતા મળે.
ધન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની સુખાકારી સારી રહે. મોસાળપક્ષ ના કાર્ય માટે થોડી દોડા-દોડી કરવી પડે. કોર્ટ કચેરીના કાર્ય થાય. બુધનું પાંચમે ભ્રમણ રહેતા શિક્ષણ ક્ષેત્રથી ખૂબ સારો લાભ મેળવી શકો.
બહેનો :- જૂના દર્દોમાં રાહત મળે. મુસાફરી થાય. મોસાળ પક્ષે જવાનું થાય.
મકર :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સંતાનોના શિક્ષણ માટે સમય વધારે આપવો પડે. શિક્ષણ સંસ્થા સાથેના સબંધો વધુ મજબૂત બને. મિત્રોથી પણ શુભ સંદેશ પ્રાપ્ત થાય. બુધનું ચોથા સ્થાને ભ્રમણ સ્થાવર મિલકત ના કાર્યમાં પ્રગતી થાય.
બહેનો :- સંતાનો માટે અભ્યાસમાં તામારા પ્રયત્નો ને યશ મળે.
કુંભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા જમીન-મકાનના દસ્તાવેજ ના કામમાં આવતી બાધાઓ દુર થાય. નવી મિલકતની ખરીદીનું વિચારતા હોય તો એમાં સફળતા મળે. બુધનું ત્રિજે ભ્રમણ આગામી સમયમાં ધાર્મિક કાર્યનું આયોજન કરી શકાય.
બહેનો :- માતૃપક્ષે જવાનો અવસર મળે. ગૃહ ઉદ્યોગના કાર્યમાં તેજી આવે.
મીન :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાઈ-ભાંડુ નું સુખ વધારનાર. આંતરિક રીતે મજબૂત અને દ્રઢ નિર્ણયો લેવાનું બળ આપનાર. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન સફળ રીતે પાર પાડનાર બને. બુધનું બીજે ભ્રમણ આર્થિક રીતે મજબૂતાય આપે.
બહેનો :- અધૂરા રહેલા ધાર્મિક અનુષ્ઠાનો પૂર્ણ થાય. શ્રધ્ધામાં વધારો થાય.
વાસ્તુ:- ચૈત્રી નવરાત્રી દરમ્યાન જો ધાર્મિક પોજા-પાઠ અનુષ્ઠાન ન થઈ શક્યા હોય તો આઠમ કે નવમીના દિવસે ચંડીપાઠ કે નર્વાણ મંત્ર ના જપ કરવાથી કુળદેવીની કૃપા ઉતરે છે.
Recent Comments