કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…
તા ૦૨-૦૪-૨૦૨૩ થી તા ૦૮-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ.
મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના કાર્ય સાનંદ પૂરા થાય. શિક્ષણ ક્ષેત્રથી ઘણા બધા મિત્રોનો લાભ મળે. નાણાકિય સમસ્યાઓનો અંત લાવવામાં સફળ થાય. શુક્રનું બીજે ભ્રમણ સ્પ્તાહના અંતમાં થતાં પરિવારમાં આનંદીત વાતાવરણ આપે.
બહેનો :- સખી-સહેલી મિત્રોના પ્રસંગો સાચવવામાં આનંદ આપે.
વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર-મિલકત ખેતીવાડી કે અન્ય સુખના સાધનો વધારવામાં પ્રવૃત રખાવે. માતા-પિતા તરફથી તમારા કાર્યને વેગ મળે. શુક્રનું આપની રાશીમાં સ્વગૃહી ભ્રમણ લગ્ન ઈચ્છુકો માટે મનોકામના ની પુર્તી કરાવે.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય. ભૌતિક સુખ સગવાડોમાં વધારો થાય.
મિથુન :- ત્રિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સાહસ – પરાક્રમ અને આંતરીક બળ મજબૂત થાય. પરદેશને લગતા કાર્યમાં વિલંબ થતો હોય તો હવે તેમાં રાહત થઈ શકે. શુક્રનું વ્યયભૂવનમાં આગમન સ્ત્રી વર્ગ , હરવા-ફરવા પાછળ ખર્ચ વૃધ્ધી થાય.
બહેનો :- ધાર્મિક યાત્રા – પ્રવાસ અને ધર્મ કાર્ય પૂરા થાય.
કર્ક :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરિવાર સાથે નાના-મોટા પીકનીક – પ્રવાસ કે આનંદદાયક સમય વ્યતીત કરવાનો મોકો મળે. આવક સારી રહેતા ખૂબ જ રાહતનો શ્વાસ લઈ શકો. શુક્ર લાભ સ્થાને સ્ત્રી વર્ગથી આર્થિક લાભ વધે.
બહેનો :- કુટુંબ પરિવારની જવાબદારીનું વહન કરવાનો યશ મળે.
સિંહ :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ ખૂબ જ મહત્વના નિર્ણયો લેવામાં મદદ કરશે. આત્મબળ મજબૂત થવાથી સારા નિર્ણયો આવે. પત્નીનો સાથ મળે. શુક્રનું દશમે ભ્રમણ રાજયોગ જેવા સુખોની પ્રાપ્તી કરાવવામાં સહયોગ કરે.
બહેનો :- દરેક બાબતમાં આપનું ધાર્યું પરિણામ લાવવાની ક્ષમતા વધે.
કન્યા :- વ્યયભૂવનમાં ચંદ્ર સૂર્યની રાશીમાં રહેતા થોડો ખર્ચમાં વધારો થાય. વડીલો માટે તમારે સમય આપવો જરૂરી બને. નાના-મોટા પ્રવાસ થાય. શુક્રનું ભાગ્ય સ્થાને ભ્રમણ ભાગ્યની દેવી કૃપા વરસાવતી હોય એવો અનુભવ થાય.
બહેનો :- કારણ વગરનો ખર્ચ કરશો તો પસ્તાવું પડશે. ધ્યાન આપવું.
તુલા :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા ઘણા બધા આર્થિક લાભની પ્રાપ્તી થાય. સંતા, વડીલો કે અન્ય વડીલ મિત્રો નો પૂર્ણ સહયોગ આપને મળી શકે. શુક્રનું આઠમા સ્થાને ભ્રમણ પત્નીના વારસાઈ પ્રશ્નોનો અંત આવતો જણાય.
બહેનો :- જૂના સબંધો ફરી નવા સ્વરૂપે આગળ વધે. સખીઓથી શુભ થાય.
વૃશ્ચિક :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને સરકારી ક્ષેત્રે રાજકારણ કે અન્ય સરકારી કાર્યમાં યશ પ્રદાન કરે. પિતૃપક્ષથી ખૂબ સારી સરાહના અને મદદ મળે. શુક્રનું સાતમે ભ્રમણ દાંપત્ય જીવનમાં નવી ઉર્જા પ્રદાન કરી શકે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે ખૂબ જ સારી તક આવે. ગૃહીણી ને લાભ.
ધન :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધર્મકાર્ય અને ધાર્મિક સંસ્થાઓ સાથેનું જોડાણ મજબૂત બને. સામાજીક સેવા કારણો અવસર શાંતી આપનાર બને. શુક્રનું છઠે ભ્રમણ આવતું હોય જૂના રોગોમાં થોડી કાળજી રાખવી જરૂરી બને.
બહેનો :- ભાઈ-ભાંડુના સહયોગ થી અધૂરા કાર્યો પૂરા થાય.
મકર :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા બિનાજરૂરી વાક્યો ભવિષ્યમાં નુકશાન કરાવી શકે એટલે વાણીમાં મધુરતા અને નમ્રતા રાખવી તો સારૂ રહે. આવક સારી શુક્ર પાંચમે નવા-નવા મિત્રોનો પરિચય કરાવનાર બને.
બહેનો :- દરેક કાર્યમાં ધીરજ ની કસોટી થાય પણ અંતે પાર ઉતરી શકો.
કુંભ :- સાતમા સ્થાને ચંદ્ર ભાગીદારીના ધંધામાં સારા અને તટસ્થ નિર્ણયો લેવામાં ખૂબ જ સરળતા રહે. દાંપત્ય જીવનમાં મીઠાસ વધારી શકો. મન સ્થીર રહેતા સારૂ રહે. શુક્ર ચોથા સ્થાને સુખાકારીમાં વધારો થાય.
બહેનો :- તમારા દરેક પ્રશ્નોનું બહુ જ આસાની થી સમાધાન મળે.
મીન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ના-મોટા પ્રવાસ અને મુસાફરી આપે. આરોગ્ય બાબતની કોઈ ચિંતા હોય તો ધીમે-ધીમે દૂર થાય. શુક્રનું ત્રિજા સ્થાને ભ્રમણ તમારા માટે અચાનક ભાગ્યના દરવાજા ખોલનાર બને.
બહેનો :- રોગ, શત્રુ ઉપર વિજય મળતા રાહતનો શ્વાસ લઈ શકો.
વાસ્તુ:- શનિ ની પનોતી ચાલતી હોય તો હનુમાન જયંતી એ રામરક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીશા અને બજરંગ બાણના પાઠથી રાહત થાય.
Recent Comments