fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૧૬-૦૪-૨૦૨૩ થી તા.૨૨-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા શાની પ્રધાન આફત કે વસ્તુના ધંધામાં સારો આર્થિક લાભ પ્રાપ્ત થાય. જુના મિત્રોની અચાનક મુલાકાત આનંદ આપે, ગુરુનું આપની રાશિમાં આગમન, જમીન મકાન, વાહનની ખરીદી અને સારી પ્રગતી આપનાર બને.
બહેનો :- સંતાનોના અભ્યાસ માટે વધુ સમય આપવો પડે, સખી, સહેલીથી લાભ રહે.

વૃષભ :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ખનીજ, કોલસો, જૂની વસ્તુના ધંધામાં સારો લાભ આપનાર અને પિતૃપક્ષ અને વડીલ વર્ગથી સારો લાભ પ્રાપ્ત થવાની સંભાવના રહે. ગુરુનું બારમે ભ્રમણ કોર્ટ, કચેરીના કાર્યમાં વેગ આવે, શત્રુ ઉપર વિજય મેળવી શકો.
બહેનો :- નોકરિયાત વર્ગ માટે શુભ સમાચાર આપે, ગૃહિણીને પીતૃપક્ષે જવાનું થાય.

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ધાર્મિક, સામાજિક કાર્યમાં યશ, પ્રતિષ્ઠામાં વધારો કરનાર અને જળમાર્ગ, આયાત નિકાસનાં કામમાં વેગ મળે, ગુરુ મહારાજ લાભ સ્થાને આ વર્ષમાં અચાનક ધનલાભ યોગ આપે.
બહેનો :- આપની ધાર્મિક કાર્યની શ્રધ્ધા વધે, ભાગ્ય ઉદય થાય.

કર્ક :- આઠમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ શની મહારાજની રાશિમાં રહેતા વાણીનો ઉપયોગ ઘી ની જેમ કરશો, અને સમજી વિચારીને કરશો તો સારું રહેશે, ગુરુનું દશમે ભ્રમણ કર્મક્ષેત્રમાં પૂર્ણ મહેનત બાદ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય.
બહેનો :- વહન ચલાવતા કે દરેક કાર્યમાં એકાગ્રતા જરૂરી બનશે.

સિંહ :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય જીવન અને ભાગીદારીમાં કોઈપણ વિવાદ કે પ્રશ્નોને હાલ પૂરતા શાંત રાખવા, તે બાબત કોઈ નિર્ણય કરવો નહિ, ગુરુ ભાગ્ય સ્થાને ઉત્તમ પરદેશ યોગ અને ધાર્મિક યાત્રા, પ્રવાસ આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે પાત્ર પસંદગીની તક મળે, દામ્પત્ય જીવનમાં માધ્યમ સમય.

કન્યા :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા આરોગ્ય બાબત કાળજી રાખવી સાથે નોકર ચાકર કે નીચલા કર્મચારી સાથે સંબંધો બગડે નહિ તેની કાળજી લેવી, ગુરુ આઠમે આવતા દરેક ધર્યા કાર્ય થાય, આર્થિક કામ વિલંબથી પુરા થાય.
બહેનો :- જરાપણ બેદરકારી આપના આરોગ્યને બગાડી શકે.

તુલા :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના પ્રશ્નો તમારા અંગત મિત્રોની મદદથી દુર થાય, નવા નવા પરિચયો વધે, પરંતુ બહુ જલ્દી વિશ્વાસમાં આવવું નહિ, ગુરુનું સાતમે ભ્રમણ લગ્ન ઇચ્છુકો માટે અને દામ્પત્ય જીવનમાં ઉત્તમ ફળ આપે.
બહેનો :- જુના પરિચિતો, સ્નેહીઓને અને મિત્રોને મળવાનો આનંદ મળે.

વૃશ્ચિક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ખેતીવાડી, બાગ, બગીચા, કૃષિને લાગતું દરેક કામ, મિલકત સંબંધિત કાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય, આર્થિક સારું, જમીન મકાનના ધંધામાં લાભ, ગુરુ છઠ્ઠા સ્થાને દરેક રોગો, શત્રુઓ પર વિજય, પરિવારથી સારું રહે.
બહેનો :- માતૃપક્ષ તરફથી સુંદર સહયોગ અને લાભ પ્રાપ્ત થાય.

ધન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સાહસ, પરાક્રમમાં વધારો કરનાર, દુરદેશથી તમારા માટે ઉત્તમ સંદેશ લાવનાર, ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા વધારનાર અને ગુરુનું પાંચમે ભ્રમણ ધીમે ધીમે ન મળેલા અનેક લાભની હવે પ્રાપ્તિ કરાવે.
બહેનો :-અચાનક ધાર્મિક કાર્યક્રમ કે દેવદર્શન આનંદમાં વધારો કરે.

મકર :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં નાના મોટા પીકનીક, પ્રવાસ, હરવા ફરવાનો આનંદ વધારશે, બને ત્યાં સુધી મૌન રહેવું, ગુરુનું ચોથા સ્થાને ભ્રમણ સુખ, સગવડો અને આર્થિક ઉન્નતી આપી શકે.
બહેનો :- પરિવારમાં તમારા દરેક વિચારો શ્રેષ્ઠ સવિત થાય.

કુંભ :- આપની રાશિમાં ચંદ્રનું, વિચારો ઉપર નિયંત્રણ રાખવું, બિન જરૂરી મગજને ભટકાવવું નહીં, ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા સ્થિરતા આપવા પ્રયત્નો કરવો. ગુરુનું ત્રીજે ભ્રમણ આપને અચાનક વિદેશ યાત્રા, ધર્મયાત્રાના યોગ આવે.
બહેનો :- શંકા કુશંકા કે અન્ય વિવાદાસ્પદ વાણીથી બચવું પડે.

મીન :- બારમાં વ્યય ભુવનમાં ચંદ્ર આવક કરતા જાવકનું પલડું ભારે રાખનાર, બિન જરૂરી ખર્ચ, મુસાફરી આપનાર, પારિવારિક જીવનમાં ખર્ચ કરાવનાર બને, ગુરુનું બીજે ભ્રમણ પારિવારિક કે આર્થિક બાબતોમાં પરીશ્રમ અને સંઘર્ષ કરાવે.
બહેનો :- જરૂર પુરતું જ બોલવું, ખર્ચ કરવો અને મુસાફરી કરવી.

વાસ્તુ:- મંગળ દોષના કારણે વિવાહ સંબંધિત મુશ્કેલીઓ આવતી હોય તો એક ચાંદીનો ચોરસ ટુકડો હમેશા સાથે રાખવાથી વિવાસ સંબંધિત કાર્ય શીધ્ર થાય છે.

Follow Me:

Related Posts