ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૨૮-૦૫–૨૦૨૩ થી તા.૦૩-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોના કાર્ય, શિક્ષણ ક્ષેત્રે અને મિત્રોના કાર્યમાં વ્યસ્ત રખાવે, આપના જુના મિત્રો અને વડીલ મિત્રોનો

સારો સહયોગ મળે, શુક્રનું ચોથા સ્થાને આગમન પ્રવાસ, મોજશોખ, સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ વધારનાર બને.

બહેનો :- અધૂરા શિક્ષણની ઇચ્છા પૂર્ણ કરવાની સારી તક મળે.

વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સૂર્યની રાશિમાં રહેતા સ્થાવર મિલકત, દસ્તાવેજ, બાનાખત કે અન્ય ખેતીવાડીને લગતા કાર્ય સરળતા પૂર્વક પૂર્ણ

કરી શકો. ધંધા માટે સારું રહે, શુક્રનું બીજા સ્થાનમાં ભ્રમણ ભાગ્યોદય માટેના તમારા પ્રયત્નો સફળતા આપે.
બહેનો :- માતૃપક્ષે જવાનો અનેરો આનંદ લઇ શકો, શકુંન, સગવડ વધે.

મિથુન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાઈ, ભાંડુ, સહોદર, સ્નેહીથી ખુબ સારો સાથ મળતા આપની અંદર રહેલી સાહાસ વૃતિને જાગૃત

ઇકારવાનો સુંદર અવસર પ્રાપ્ત થાય, ભાગ્યોદય માટેની મહેનત સફળ રહે, શુક્રનું બીજા સ્થાનમાં ભ્રમણ આવક વૃદ્ધિના સાધનો વધારનાર

બને.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ માટેનું આયોજન સહજ રીતે પૂર્ણ થાય.

કર્ક :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં ઉત્સાહ વધારનાર, પરિવાર સાથે ફરવા, ફરવાનો આનંદ આપનાર અને આવકમાં

વધારો કરાવનાર બને, શુક્રનું આપની રાશિમાં ભ્રમણ આપની દરેક ઇચ્છાઓની પુરતી કરાવનાર સમય આપે.
બહેનો :- કુટુંબ પરિવારમાં તમારું આત્મ સન્માન અને કીર્તિ આપે.

સિંહ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ માનસિક રીતે મજબુત બનાવનાર, દરેક નિર્ણયો ત્વરિત આપનાર, દામ્પત્ય જીવનમાં અને ભાગીદારીમા

પણ સારું ફળ આપનાર બને, વ્યય ભુવનમાં શુક્રનું ભ્રમણ આપને ભૌતિક સુખોની ખરીદી પાછળ ખર્ચ વધારે.
બહેનો :- દરેક કાર્ય મક્કમતા અને આત્મવિશ્વાસથી પુરા થાય.

કન્યા :- વ્યય ભુવનમાં ચંદ્ર પારિવારિક જીવનમાં ખર્ચ કરાવનાર, મુસાફરીના યોગ કરાવનાર, બિન જરૂરી ખર્ચ કરવામાં ખુબ જ ધ્યાન રાખવું,

શુક્રનું લાભ સ્થાનમાં ભ્રમણ સ્ત્રીવર્ગ, સ્ત્રી પ્રસાધન, જ્વેલરી, કટલેરી, રમત ગમતના સાધનોથી લાભ.
બહેનો :- જીવન જરૂરી વસ્તુ માટે ખર્ચ થાય, આરોગ્ય સારું રહે.

તુલા :- લાભ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ખુબ જ સારા લાભ આપે, વડીલ વર્ગથી સારું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થાય, જુના મિત્રો સાથેની

મુલાકાત આનંદ દાયક રહે, શુક્રનું દશમાં સ્થાને ભ્રમણ જીવનના તમામ સુખો આપવા માટે તત્પર બને, સારું ફળ મળે.
બહેનો :- સંતાનોનાં સારા પરિણામો તમારી કીર્તિમા વધારો કરે.

વૃશ્ચિક :- દશમાં સ્થાનમાં ચંદ્ર રાજકીય, સામાજિક અને સરકારી ક્ષેત્ર માટે ઉત્તમ સમય આપે, ઉચ્ચ અધિકારીઓ સાથેની ઓળખાણ મજબુત

બને, ઉદ્યોગ ક્ષેત્રે નવી ક્રાંતિ આપે, શુક્રનું ભાગ્ય સ્થાને ભ્રમણ ભાગ્યની દેવી પૂર્ણ કૃપા વરસાવે.
બહેનો :- ગૃહ ઉદ્યોગના ધંધામાં સારી આવક પ્રાપ્ત થતા આનંદ વધે.

ધન :- ભાગ્ય સ્થાને ચંદ્રનું ભ્રમણ ભાઈ, ભાન્દુના સહયોગથી ધાર્મિક કાર્ય, યાત્રા, પ્રવાસ અને દેવ દર્શનનો આનંદ લઇ શકો, સારા કાર્યો થઇ

શકે, શુક્રનું આઠમે ભ્રમણ સ્ત્રીવર્ગ, પત્નીના પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થાય.
બહેનો :- ધર્મ કાર્યની ઇચ્છાઓ પૂર્ણ થતા હળવાશ રહે.

મકર :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી ઉભી કરી શકે, પરંતુ પરિવારોના સાથ સહકાર મળતા દરેક કાર્ય

ધીમે ધીમે પુરાથાય, શુક્રનું સાતમે આગમન લગ્ન ઇચ્છુકો માટે ખુબ જ સારું ફળ આપે, દામ્પત્યમાં ઉત્સાહ વધે.
બહેનો :- દરેક કાર્યમાં ધીરજ અને શાંતિ રાખવી, શરીર સાચવવું.

કુંભ :- સાતમાં સ્થાનમાં ચંદ્ર મનની શીતળતા, પ્રફૂલ્લીતતા અને આત્મવિશ્વાસથી ભરપુર નિર્ણયો લેવામાં મદદરૂપ થાય, નવા ધંધા માટેના

પ્રયત્નો સફળતા આપે, શુક્રનું છઠ્ઠે આગમન ગુપ્ત માર્ગની જૂની બીમારીઓમાં ખાસ તકેદારી રાખવી પડે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે વાતચીત આગળ વધે, મનની મક્કમતા વધે.

મીન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને ખાસ આપને હિતશત્રુઓથી સાવધાની રાખવી જરૂરી બને, આરોગ્ય બાબત સારું રહેતા ખુશ રહી

શકો, નાના મોટા પ્રવાસ, પર્યટનનો લાભ મળે, શુક્રનું પાંચમે ભ્રમણ પ્રણય માર્ગમાં આગળ વધી શકો, નવા પરિચય થાય.
બહેનો :- મોસાળ પક્ષે જવાનું થાય, માંશીથી લાભ મળે, આરોગ્ય બાબત સારું રહે.

વાસ્તુ:- યુવક યુવતીમાં યોગ્ય પાત્રની વાતચીત ચાલતી હોવા છતાં નિર્ણયો ન લઇ શકાતો હોય તો દર રવિવાર અને પૂનમે કુળદેવીની

ઉપાસના શીઘ્ર ફળદાયી બને છે.

Related Posts