fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું વાર્ષિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

વાર્ષિક રાશીફળ.

મેષ :- વર્ષના પ્રારંભે સાતમે ચંદ્ર લાભ સ્થાને શનિ બારમાં સ્થાને ગુરૂ અને આપની રાશીમાં રાહુનું ભ્રમણ સરકારી કે રાજકિય ક્ષેત્રમાં સારૂ રહે. આવક સારી આપે પરંતુ અચાનક ખર્ચ આવી પડે. ઉગ્રતાનો ત્યાગ કરવો. વર્ષના મધ્ય ભાગ પછી નવી મિલકત કે અન્ય સુખ વધે.
બહેનો :- આખું વર્ષ આપના માટે યોગ્ય નામ, કિર્તી, સન્માનમાં વધારો કરે.
વિદ્યાર્થી :- ઈચ્છીત ફળની પ્રાપ્તી આપની મહેનતથી થાય. પરદેશનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે.

વૃષભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર દશમાં સ્થાને શનિ લાભ સ્થાને ગુરૂ અને બારમાં સ્થાને રાહુની હાજરીમાં શરૂ થતું આ નુતન વર્ષ આપના પરિશ્રમનું યોગ્ય પરિણામ આપશે. નવા સબંધો લાભદાયક બને. નવા-નવા સાહસોનું પરિણામ સફળતામાં મળે. શેર-સટ્ટા બઝારથી દૂર રહેવું જરૂરી બને. વધુ પડતાં વિશ્વાસમાં રહેવું નુકશાન કરાવે. વિવાહિત જીવનમાં સંભાળીને ચાલવું.
બહેનો :- વાણી-વર્તનમાં વિનય રાખશો તો ધણી સમસ્યાઓનો ઉકેલ આવશે.
વિદ્યાર્થી :- અભ્યાસમાં સારે સફળતાના યોગો ઊભા થાય. પરિવારનો સાથ મળે.

મિથુન :- પાંચમા સ્થાને ચંદ્ર ભાગ્યમાં શનિ દશમાં સ્થાને ગુરૂ અને લાભ સ્થાને રાહુથી શરૂ થતું વર્ષ જાન્યુઆરી પછી શનિદેવની પૂર્ણ કૃપા મળે. નજીક રહેનારી વ્યક્તિથી પણ સાવધાની રાખવી. જમીન, મકાન, વાહનનું પુરૂ સુખ મેળવી શકશો. પતિ-પત્નિના સબંધોમાં મધુરતા આપે. વર્ષ દરમ્યાન આપની અંદર રહેલ તમામ શક્તિ અને પ્રતિભાનું સમાજને દર્શન કરાવી શકો. ધંધામાં નવું રોકાણ ફાયદો આપશે.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે સારો યોગ્ય સમય. વિવાહીતો માટે સુખમાં વધારો. નોકરીયાત વર્ગને સહકર્મચારીથી સબંધો સાચવવા.
વિદ્યાર્થી :- વર્ષ દરમ્યાન તમે કરેલી મહેનતનું યોગ્ય અને સુંદર પરિણામ તમારા માટે માન-સન્માન વધારે.

કર્ક :- વર્ષના પ્રારંભમાં ચંદ્રનું ચોથા સ્થાનમાં શનિ મહારાજ આઠમા સ્થાનમાં ગુરૂ મહારાજ ભાગ્યભુવનમાં રાહુ દશમા સ્થાનમાં રહેતા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વર્ષના મધ્યભાગમાં દરેક કાર્ય સાવધાની પૂર્વક કરવા. રાજકારણમાં રહેલ વ્યક્તિ માટે ઉત્તમ સમય રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રે અને આવક બાબત ચડાવ-ઉતાર આરોગ્ય માટે આંખ, કાન, પેટ કે કમર દર્દમાં સાવધાની રાખવી.
બહેનો :- વર્ષના પ્રારંભમાં ખુશીના સમાચાર મળે. નોકરીયાત માટે સારો સમય રહે.
વિદ્યાર્થી :- એપ્રિલ પછી આપના માટે યોગ્ય તક આવે તો ઝડપી લેવી.

સિંહ :- વર્ષના પ્રારંભમાં ત્રિજે ચંદ્ર સાહસ – પરાક્રમમાં વૃધ્ધી કરાવે. શનિ મહારાજ માતૃપક્ષ-મોસાળપક્ષ તરફથી લાભ આપે. ગુરૂ મહારાજ આર્થિક, સામાજિક, પારિવારિક સુખોમાં વધારો કરે. રાહુનું ભાગ્ય સ્થાનમાં ભ્રમણ પરદેશથી આપના માટે શુભ સમાચાર કે પરદેશ ગમનની ઈચ્છા પૂર્ણ કરાવે. આર્થિક દૃષ્ટીએ ઋણ મુક્તિના યોગ બને. આરોગ્ય સારી રીતે જાળવી શકો.
બહેનો :- જીદ્દવૃતી ગુસ્સો કે અન્ય વૃતીઓ ઉપર કાબૂ રાખશો. બધુ સરખું થશે.
વિદ્યાર્થી :- આત્મબળ અને આત્મવિશ્વાસ હશે તો ચોક્કસ કાર્ય સિધ્ધી થશે.

કન્યા :- વર્ષના પ્રારંભમાં ચંદ્ર બિજા સ્થાને પરિવાર સાથે ઉત્સાહ આપે. શનિ મહારાજનું ભ્રમણ છઠ્ઠા સ્થાને નોકર-ચાકરનું સુખ, નવી નોકરીની શોધ પૂર્ણ કરાવે. ગુરૂનું સાતમા સ્થાને ભ્રમણ રહેતા તન-મન અને ધન ત્રણેય વસ્તુથી પ્રફુલ્લીત રાખે. અકલ્પિત લાભ આપે. રાહુનું આઠમા સ્થાને ભ્રમણ કોઈના જામીન-સાક્ષી થવામાં બહુ જ વિચાર કરવો. ઉછીના પૈસા આપતા વિચારવું. આરોગ્યની તકેદારી લેવી.
બહેનો :- એપ્રિલ પછી આપના માટે અનેક પ્રકારના લાભ રહે, દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાનો અવસર મળે.
વિદ્યાર્થી :- દરેક કાર્ય ધીરે-ધીરે પૂરા થશે. તમારું કાર્ય ચાલુ રાખવું જરૂરી. હિંમતથી આગળ વધવું.

તુલા:- આપની રાશી ચંદ્ર વર્ષના પ્રારંભે માનસિક શાંતીનો અનુભવ કરાવે. શનિ મહારાજ ચોથા અને પાંચમા સ્થાન વચ્ચેનું ભ્રમણ અનેક વાદ-વિવાદો અને ગેરસમજણો લાવી શકે. વર્ષના મધ્યમાં પશુની ખરીદી ઈચ્છતા હો તો શક્ય બને. ગુરૂ છઠથે મિત્ર શત્રુ ન બની જાય એની તકેદારી રાખવી. રાહુ સાતમે નવા ભાગીદારીના ધંધામાં હાલ શાંતી રાખવી. આર્થિક રીતે જાન્યુઆરી સુધી થોડી તકલીફ આરોગ્યમાં નાની-મોટી ચિંતાઓ રહે.
બહેનો :- કોઈની વાત – ટીકા કે નિંદા ઉપર ધ્યાન ન દેતા પોતાના કાર્ય સારી રીતે પૂર્ણ કરવા.
વિદ્યાર્થી :- બીજી પ્રવૃતીમાં ધ્યાન આપશો તો મુળ વસ્તુથી વાંચીત રહી જશો.

વૃશ્ચિક :- વ્યયભુવનમાં ચંદ્ર થોડા ખર્ચાઓ વધારનાર બને શનિ મહારાજ ફેબ્રુઆરી સુધીમાં આપની અંદર રહેલી શક્તિને જાગૃત કરે. વર્ષના મધ્યમાં સંભાળવું પડે. ગુરૂ મહારાજ પાંચમે રહેતા આપની લાગણીનો સમાજમાં દુરૂપયોગ ન થાય તે જોવું. ચંદ્રનું સાહસ વૃતી બિનજરૂરી ખર્ચ કરાવે. તંત્ર માર્ગથી બચવા માટે સતત હનુમાનજી નું સ્મરણ કરવું. આર્થિક બાબતોમાં ખૂબ સારું રહેશે. આરોગ્યમાં ખાસ ચામડીના ગુપ્ત માર્ગના રોગોમાં સંભાળવું.
બહેનો :- પ્રસંગોનો આનંદ લઈ શકો, આરોગ્ય બાબત ખર્ચની શક્યતા.
વિદ્યાર્થી :- તમારી અંદર રહેલ બુધ્ધિનો ઉપયોગ તમને આગળ વધારશે.

ધન :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ વર્ષની શરૂઆતમાં જ સારો લાભ આપે. શનિ મહારાજ સાડાસાટીના અંતિમ તબક્કામાં હોય દરેક બાબત સંભાળવું. વર્ષના મધ્યથી સારો સમય રહે. ગુરૂનું ચોથે ભ્રમણ માતા અથવા માતૃપક્ષે આરોગ્ય બાબત ખર્ચ વધે. રાહુ પાંચમા સ્થાને પ્રેમ સબંધો બાબત વધુ સાવચેતી રાખવી. આર્થિક બાબતોમાં ફેબ્રુઆરી પછી લાભ આરોગ્ય બાબતે ચિંતા યુક્ત સ્વભાવ છોડવો.
બહેનો :- ગૃહિણી માટે સારી વસ્તુ-ભેંટની પ્રાપ્તિ નોકરીયાત વર્ગ માટે સારૂ પ્રમોશન મળી રહે.
વિદ્યાર્થી :- આરોગ્ય બાબત તકેદારી રાખી અભ્યાસમાં ધ્યાન આપવું.

મકર :- દશમા ભુવનમાં ચંદ્ર કેન્દ્રમાં રહેતા ધંધાકીય ક્ષેત્રમાં સારૂ રહે. શનિ મહારાજની પનોતી ચાલતી હોય હજી થોડું સંભાળવું પડશે. ગુરૂ મહારાજ આ વર્ષમાં આંધળા સાહસ કરશો તો પસ્તાવા સિવાય બીજું કાઈ નહી રહે એટલે ખોટા સાહસ અને રૂપિયા વાપરવામાં વિચારવું. રાહુનું ચોથે ભ્રમણ સુખના સાધનો વધારશે પરંતુ પરિશ્રમ પણ વધુ કરાવશે. આર્થિક બાબતે વિદેશથી લાભ આરોગ્ય બાબત બહારની ખાણીપીણી થી બને ત્યાં સુધી દૂર રહેવું.
બહેનો :- આ વર્ષમાં તમારા ધર્મકાર્ય પાર પડે. નાણાની બચત બરાબર થાય.
વિદ્યાર્થી :- દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પરંતુ વધુ ને વધુ ધ્યાન આપવું પડે.

કુંભ :- ભાગ્યભુવનમાં ચંદ્ર વર્ષના પ્રારંભમાં ધાર્મિક કાર્યો કરાવશે. શનિ મહારાજની પનોતી ચાલતી હોય સરકારી, રાજકીય કાર્ય ખૂબ જ સંભાળીને કરવા ખાસ વાણી ઉપર પણ નિયંત્રણ અને મીઠી રાખવી. ગુરૂ મહારાજ સ્થાવર મિલકત, વાહનનું સુખ વધારશે. વ્યવસાયમાં લાભ રહે. પરિવારથી પણ સારૂ રહે. રાહુ ત્રિજા સ્થાને આકસ્મિક લાભ કરાવે.
બહેનો :- આરોગ્ય બાબત રાહત થશે. દરેક કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
વિદ્યાર્થી :- નવી દિશા તરફનું તમારૂ પ્રયાણ મંજીલ સુધી લઈ જવામાં સફળ થશો.

મીન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવકમાં વધારો કરાવે સાથે શનિ મહારાજનું ભ્રમણ અત્યારે લાભકર્તા બનશે. જાન્યુયારીથી સાડાસાતી હોય દરેક બાબતે પરીક્ષાઓ થાય. નિતિ ચુક્યા તો શનિ મહારાજ નહી છોડે. ગુરૂ મહારાજ તમારા માટે આર્થિક રીતે સારા રહેશે. રાહુ પણ ધનલાભ કરાવે પરંતુ અતિલોભ નુકશાન કરે. આરોગ્ય અને આર્થિક બંને સારું રહે.
બહેનો :- નવી વસ્તુની ખરીદી ગૃહકાર્ય અને ગૃહઉદ્યોગથી લાભદાયક સમય રહે.
વિદ્યાર્થી :- કુસંગ અને ખરાબ મિત્રોથી દૂર રહેશો તો ખૂબ સફળતા મળશે.

Follow Me:

Related Posts