fbpx
ગુજરાત

કેશુભાઈથી માંડી ભુપેન્દ્રભાઈ સુધીના મુખ્યમંત્રીના સમયમાં થયેલા અને કરેલા કર્યો પ્રજા સુધી પહોંચાડાશે

કારોબારી બેઠક ની અંદર ખાસ કરીને જે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યો લઈ જવાં અને લોકોને તેનાથી અવગત કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ચિંતન બેઠક પહેલા આદરણીય અમિતભાઇ શાહની ઉપસ્થિતિ માં કેશુભાઈથી માંડી ભુપેન્દ્રભાઈ સુધીના મુખ્યમંત્રીના સમયમાં થયેલા અને કરેલા કર્યો ની ચર્ચા થઈ અને આ તમામ કાર્યો ને પ્રજાસુધી પહોચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.   ઉલ્લેખનીય છે કે, આ કારોબારી બેઠક પહેલા અગાઉ ચિંતન બેઠક યોજાઇ હતી જેના ઉપલક્ષ્યમાં આજે કારોબારી બેઠક યોજવામાં આવી છે.

કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ, રાષ્ટ્રીય સહકોષાધ્યક્ષ સુધીર ગુપ્તાજી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત અગાઉ રહી હતી.   ત્યારે અગાઉ અમિત શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત મેળવ્યા બાદ 1990 આસપાસ નાખ્યો હતો. આ જીતનો પાયો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર નાખ્યો હતો અને આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી 2024 ની અંદર લોકસભાની ચૂંટણી પહેલા જીત મેળવી છે. ત્યારે આ દિશામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.

Follow Me:

Related Posts